________________
સ્થાનાંગ અને સમવાયાંગ
૨૧૭
પ્રવ્રયા છે. ૩. ઉપરના બંને ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને પ્રવજયા લેવી તે ઉભયલોકપ્રતિબદ્ધા પ્રવ્રજ્યા છે. ૪. આત્મોન્નતિ માટે પ્રવ્રજ્યાનો સ્વીકાર કરવો તે અપ્રતિબદ્ધા પ્રવ્રજયા છે.
બીજી રીતે વ્રજ્યાના ચાર ભેદ આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે : ૧. પુરતઃ પ્રતિબદ્ધા, ૨. માર્ગતઃ પ્રતિબદ્ધ, ૩. ઉભયતઃ પ્રતિબદ્ધા, ૪. અપ્રતિબદ્ધા.
૧. શિષ્ય અને આહારાદિની પ્રાપ્તિના ઉદ્દેશ્યથી લેવામાં આવનારી પ્રવ્રજ્યા પુરતઃ પ્રતિબદ્ધા પ્રવ્રયા છે. ૨. પ્રવ્રજ્યા લીધા પછી સ્વજનોમાં વિશેષ પ્રતિબદ્ધ થવું અર્થાત સ્વજનો માટે ભૌતિક સામગ્રી પ્રાપ્ત કરવાની ભાવના રાખવી તે માર્ગતઃ પ્રતિબદ્ધ પ્રવ્રજયા છે. ૩. ઉપરોક્ત બંને પ્રકારની પ્રવ્રયાઓનું મિશ્ર રૂપ ઉભયતઃ પ્રતિબદ્ધા પ્રવ્રજ્યા છે. ૪. આત્મશુદ્ધિ માટે ગ્રહણ કરવામાં આવનારી પ્રવ્રજયા અપ્રતિબદ્ધા પ્રવ્રયા છે.
પ્રકારાંતરે પ્રવ્રજ્યાના ચાર ભેદ આ પ્રમાણે બતાવવામાં આવ્યા છેઃ ૧. તુયાવદત્તા પ્રવ્રયા અર્થાત્ કોઈને ય પીડા પહોંચાડીને અથવા મંત્રાદિ વગેરે દ્વારા પ્રવ્રજ્યા તરફ વાળવું અને પ્રવ્રયા આપવી. ૨. પુયાવઈરા પ્રવ્રજયા અર્થાત્ કોઈને ભગાડીને પ્રવ્રજયા આપવી. આર્યરક્ષિતને આ પ્રકારની પ્રવ્રજ્યા આપવામાં આવી હતી. ૩. બુયાવત્તા પ્રવ્રજ્યા અર્થાત્ સારી રીતે સંભાષણ કરીને પ્રવ્રજ્યા તરફ વાળવું અને પ્રવ્રજ્યા આપવી અથવા મોયાવઇત્તા પ્રવ્રયા અર્થાત્ કોઈને મુક્ત કરીને અથવા મુક્ત કરવાની લાલચ આપીને અથવા મુક્ત કરાવીને પ્રવ્રજ્યા તરફ વાળવું અને પ્રવ્રયા આપવી. ૪. પરિપુયાવઈરા વ્રજ્યા અર્થાત્ કોઈને ભોજનસામગ્રી વગેરેનું પ્રલોભન આપીને અર્થાત તેનામાં પૂરતાં ભોજન વગેરેનું આકર્ષણ ઉત્પન્ન કરીને પ્રવ્રજ્યા આપવી.
સૂ. ૭૧૨માં પ્રવ્રજ્યાના દસ પ્રકારો બતાવવામાં આવ્યા છે : ૧. છંદપ્રવ્રજ્યા, ૨. રોષ.વ્રજયા, ૩. પરિઘુનપ્રવ્રજયા, ૪. સ્વપ્રપ્રવ્રયા, ૫. પ્રતિશ્રુતપ્રવ્રજ્યા, ૬. સ્મરણિકાપ્રવ્ર જયા, ૭. રોગિણિકાપ્રવ્ર જયા, ૮. અનાદતપ્રવ્ર જયા, ૯. દેવસંજ્ઞમિપ્રવ્રયા, ૧૦. વત્સાનુબંધિતા,વ્રજયા.
૧. સ્વેચ્છાપૂર્વક લેવામાં આવતી પ્રવ્રજ્યા છંદપ્રવ્રજ્યા છે. ૨. રોષના કારણે લેવામાં આવતી પ્રવ્રજ્યા રોષપ્રવ્રજ્યા છે. ૩. દીનતા અથવા દરિદ્રતાના કારણે ગ્રહણ કરવામાં આવતી પ્રવ્રજયા પરિદ્યુમ્નપ્રવ્રયા છે. ૪. સ્વપ્રમાં સૂચના મળવાથી લેવામાં આવનારી પ્રવ્રજ્યા સ્વમ પ્રવ્રજ્યા કહેવાય છે. ૫. કોઈ પ્રકારની પ્રતિજ્ઞા અથવા વચન માટે સ્વીકારવામાં આવનારી પ્રવ્રજ્યાનું નામ પ્રતિશ્રુત પ્રવ્રજયા છે. ૬. કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org