________________
૨૧૪
અંગઆગમ
એ જ રીતે દ્વિતીય સ્થાનથી માંડી દસમ સ્થાન વિશે સમજવું જોઈએ. એ રીતે સ્થાનાંગમાં દસ સ્થાનો, અધ્યયનો અથવા પ્રકરણો છે. જે પ્રકરણમાં નિરૂપણીય સામગ્રી અધિક છે તેના ઉપવિભાગ પણ કરવામાં આવ્યા છે. દ્વિતીય, તૃતીય અને ચતુર્થ પ્રકરણમાં એવા ચાર ચાર ઉપવિભાગો છે તથા પંચમ પ્રકરણમાં ત્રણ ઉપવિભાગો છે. આ ઉપવિભાગોનું પારિભાષિક નામ “ઉદેશ છે.
સમવાયાંગની શૈલી પણ આ જ જાતની છે પરંતુ તેમાં દસથી આગળની સંખ્યાવાળી વસ્તુઓનું પણ નિરૂપણ છે. આથી તેની પ્રકરણસંખ્યા સ્થાનાંગની જેમ નિશ્ચિત નથી અથવા એમ સમજવું જોઈએ કે તેમાં સ્થાનાંગની માફક કોઈ પ્રકરણવ્યવસ્થા કરવામાં આવી નથી. એટલે નંદીસૂત્રમાં સમવાયાંગનો પરિચય આપતાં કહેવામાં આવ્યું છે કે તેમાં એક જ અધ્યયન છે.
સ્થાનાંગ અને સમવાયાંગની કોશશૈલી બૌદ્ધ પરંપરા તેમ જ વૈદિક પરંપરાના ગ્રંથોમાં પણ મળે છે. બૌદ્ધ ગ્રંથ અંગુત્તરનિકાય, પુગ્ગલપમ્મતિ, મહાવ્યુત્પત્તિ તથા ધર્મસંગ્રહમાં આ જ પ્રકારની શૈલીમાં વિચારણાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. વૈદિક પરંપરાના ગ્રંથ મહાભારતના વનપર્વ (અધ્યાય ૧૩૪)માં પણ આ જ શૈલીમાં વિચારો સંગૃહીત કરવામાં આવ્યા છે.
સ્થાનાંગ અને સમવાયાંગમાં સંગ્રહપ્રધાન કોશશૈલી હોવા છતાં પણ અનેક સ્થળોમાં આ શૈલીનું પૂરેપૂરું પાલન કરી શકાયું નથી. આ સ્થાનોમાં કાં તો શૈલી ખંડિત થઈ ગઈ છે અથવા વિભાગ કરવામાં પૂરતી સાવધાની રાખવામાં આવી નથી. ઉદાહરણ રૂપે અનેક સ્થાનોમાં વ્યક્તિઓનાં ચરિત્રો આવે છે, પર્વતોનું વર્ણન આવે છે, મહાવીર અને ગૌતમ વગેરેના સંવાદો આવે છે. આ બધું ખંડિત શૈલીનું સૂચક છે. સ્થાનાંગના સૂ. ૨૪૪માં લખ્યું છે કે તૃણવનસ્પતિકાયના ચાર પ્રકાર છે, સૂ. ૪૩૧માં લખ્યું છે કે તૃણવનસ્પતિકાયના પાંચ પ્રકાર છે અને સૂ. ૪૮૪માં લખ્યું છે કે તૃણવનસ્પતિકાયના છ પ્રકાર છે. આ છેલ્લું સૂત્ર તૃણવનસ્પતિકાયના ભેદોનું પૂરેપૂરું નિરૂપણ કરે છે જ્યારે પહેલાં બે સૂત્રો આ બાબતમાં અપૂર્ણ છે. અંતિમ સૂત્રની હાજરીમાં આ બંને સૂત્રો વ્યર્થ છે. આ વિભાજનની અસાવધાનીનું ઉદાહરણ છે.
સમવાયાંગમાં એકસંખ્યક પ્રથમ સૂત્રના અંતમાં એવા આશયનું કથન છે કે કેટલાક જીવો એક ભવમાં સિદ્ધિ પ્રાપ્ત કરશે. તે પછી દ્વિસંખ્યક સૂત્રથી માંડી તેત્રીસસંખ્યક સૂત્ર સુધી આ પ્રકારનું કથન છે કે કેટલાક જીવો બે ભવોમાં સિદ્ધિ પ્રાપ્ત કરશે, કેટલાક જીવો ત્રણ ભવોમાં સિદ્ધિ પ્રાપ્ત કરશે, યાવતુ કેટલાક જીવો તેત્રીસ ભવોમાં સિદ્ધિ પ્રાપ્ત કરશે. તે પછી આ આશયનું કથન બંધ થઈ જાય છે. તેનાથી શું સમજવું? શું કોઈ જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org