________________
૨૦૮
અંગઆગમ પ્રત્યાખ્યાન કરનાર બંને દોષના ભાગી બને છે. આમ કેમ? સંસારમાં જન્મ ધારણ કરનારા પ્રાણીઓ સ્થાવર રૂપે પણ જન્મ ગ્રહણ કરે છે અને ત્રસ રૂપે પણ. જે સ્થાવર રૂપે જન્મ લે છે તેઓ જ ત્રસ રૂપે પણ જન્મ લે છે તથા જે ત્રસ રૂપે જન્મ લે છે તેઓ જ સ્થાવર રૂપે પણ જન્મ લે છે. આથી સ્થાવર અને ત્રસ પ્રાણીઓની ઓળખમાં ખૂબ મૂંઝવણ થાય છે. કયું પ્રાણી સ્થાવર છે અને કહ્યું ત્રસ તેનો ઉકેલ કે નિશ્ચય થઈ શકતો નથી. આથી ત્રસ પ્રાણીઓની હિંસાનું પ્રત્યાખ્યાન અને પાલન કેવી રીતે સંભવે ? આવી સ્થિતિમાં માત્ર ત્રણ પ્રાણીની હિંસાનું પ્રત્યાખ્યાન કરવાને બદલે ત્રસભૂત પ્રાણીની અર્થાત્ જે વર્તમાનમાં ત્રસરૂપ છે તેની હિંસા કરવાનું પ્રત્યાખ્યાન કરવું જોઈએ. આ રીતે પ્રત્યાખ્યાનમાં “ત્રસ'ની જગ્યાએ “ત્ર ભૂત' શબ્દનો પ્રયોગ વધારે યોગ્ય ગણાશે. એનાથી ન પ્રત્યાખ્યાન આપનારાને કોઈ દોષ લાગશે, ન લેનારાને. ઉદય પેઢાલપુત્રની આ શંકાનું સમાધાન કરતાં ગૌતમ ઇન્દ્રભૂતિ મુનિએ કહ્યું કે અમારો મત “ત્રસ'ને બદલે “ત્રણભૂત” શબ્દનો પ્રયોગ કરવાનું સમર્થન એટલા માટે નથી કરતો કે તમે લોકો જેને “ત્રણભૂત' કહો છો તે જ અર્થમાં અમે લોકો “ત્રસ' શબ્દનો પ્રયોગ કરીએ છીએ. જે જીવનાં ત્રસ નામકર્મ તથા ત્રસ આયુષ્કર્મનો ઉદય થાય તેને જ ત્રસ કહીએ છીએ. એ રીતે ઉદયનો સંબંધ વર્તમાન સાથે જ છે ને કે ભૂત અથવા ભવિષ્ય સાથે.
ઉદય પેઢાલપુત્રે ગૌતમ ઇન્દ્રભૂતિને બીજો પ્રશ્ન એ પૂક્યો છે કે માની લો કે આ સંસારમાં જેટલા પણ ત્રસ જીવે છે તે બધાય સ્થાવર થઈ જાય અથવા જેટલા પણ સ્થાવર જીવો છે તે બધાય ત્રસ થઈ જાય તો આપ જે પ્રત્યાખ્યાન કરાવો છો તે શું વ્યર્થ નહિ બની જાય? બધા જીવો સ્થાવર થઈ જતા ત્રસની હિંસાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. એ જ રીતે બધાય લોકો ત્રસ થઈ જાય તો ત્રસની હિંસાનો ત્યાગ કેવી રીતે સંભવિત બને? તેનો ઉત્તર આપતાં ગૌતમે કહ્યું કે બધા સ્થાવરોનું ત્રસ થઈ જવું અથવા બધા ત્રસોનું સ્થાવર થઈ જવું અસંભવિત છે. એવું ક્યારેય થયું નથી, થતું નથી, થશે નહિ. આ તથ્ય સમજાવવા માટે સૂત્રકારે અનેક ઉદાહરણો આપ્યાં છે. પ્રસ્તુત અધ્યયનમાં પ્રત્યાખ્યાન સંબંધમાં આ જ પ્રકારની ચર્ચા છે. તેમાં કેટલાક શબ્દો અને વાક્યો એવા છે કે જે પૂરેપૂરા સમજાતાં નથી. વૃત્તિકારે તો પોતાની પારંપરિક અનુશ્રુતિ અનુસાર તેમનો અર્થ કરી બતાવ્યો છે પરંતુ મૂળ શબ્દોનો સહેજ ઊંડાણથી વિચાર કરતાં મનને પૂરો સંતોષ થતો નથી. આ અધ્યયનમાં પાર્વાપત્યીય ઉદય પેઢાલપુત્ર અને ભગવાન મહાવીરના મુખ્ય ગણધર ગૌતમ ઇન્દ્રભૂતિ વચ્ચે જે વાદવિવાદ અથવા ચર્ચા થઈ છે તેની પદ્ધતિ દૃષ્ટિમાં રાખતાં એમ માનવું અયોગ્ય નહિ ગણાય કે ભગવાન પાર્શ્વનાથની પરંપરાવાળા ભગવાન મહાવીરની પરંપરાને પોતાનાથી જુદી પરંપરા રૂપે જ માનતા હતા, ભલેને પછીથી પાર્શ્વનાથની પરંપરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org