________________
સૂત્રકૃતાંગ
૨૦૭ પરિચિત હતો અને તે વિષયની બધી વાતો નિશ્ચિતપણે સમજતો હતો. તેનાં દ્વાર દાન માટે હંમેશા ખુલ્લાં રહેતાં હતાં. તેને રાજાના અંતઃપુરમાં જવા આવવાની છૂટ હતી અર્થાત તે એટલો વિશ્વાસપાત્ર હતો કે રાજભંડારમાં તો શું રાણીઓના નિવાસસ્થાનમાં પણ તેને પ્રવેશવાની છૂટ હતી.
નાલંદાના ઇશાન ખૂણામાં લેવ દ્વારા બનાવાયેલ સંસદવિયા-શેષદ્રવ્યા નામની એક વિશાળ ઉદકશાલા-પરબ હતી. શેષદ્રવ્યાનો અર્થ બતાવતાં વૃત્તિકારે લખ્યું છે કે લેવે જ્યારે પોતાને રહેવા માટે મકાન બંધાવ્યું ત્યારે તેમાંથી બચેલી સામગ્રી (શેષદ્રવ્ય) વડે આ ઉદકશાલાનું નિર્માણ કરાવ્યું. આથી તેનું નામ શેષદ્રવ્યા રાખ્યું. આ ઉદકશાલાના ઈશાન ખૂણામાં હત્યિજામહસ્તિયામ નામનો એક વનખંડ હતો. આ વનખંડ ઘણો ઠંડો હતો. આ વનખંડમાં એક વખત ગૌતમ ઇન્દ્રભૂતિ ઊતર્યા હતા. તે સમયે મેયગોત્રીય પેઢાલપુખ્ત ઉદય નામે એક પાર્વાપત્યીય નિગ્રંથ ગૌતમની પાસે આવ્યો અને બોલ્યો–હે આયુષ્માન્ ગૌતમ ! હું કંઈક પૂછવા ઇચ્છું છું. આપ તેનો યથાશ્રુત અને યથાદર્શી ઉત્તર આપો. ગૌતમે કહ્યું–હે આયુષ્માન્ ! પ્રશ્ન સાંભળ્યા અને સમજ્યા પછી તે વિશે ચર્ચા કરીશ. ઉદય નિગ્રંથે પૂછ્યું–હે આયુષ્માન્ ગૌતમ ! આપના પ્રવચનનો ઉપદેશ આપનાર કુમારપુત્તિય–કુમારપુત્ર નામે શ્રમણ નિગ્રંથ શ્રાવકને જ્યારે પ્રત્યાખ્યાન–ત્યાગ કરાવે છે ત્યારે આમ કહે છે કે અભિયોગને છોડીને ગૃહપતિચૌરવિમોક્ષણન્યાય અનુસાર તમારો ત્રસ પ્રાણીઓની હિંસાનો ત્યાગ છે. આ પ્રકારનું પ્રત્યાખ્યાન દુષ્પત્યાખ્યાન છે. આનાથી પ્રત્યાખ્યાન કરાવનાર અને
૧. અભિયોગ અર્થાત રાજાની આજ્ઞા, ગણની આજ્ઞા–ગણતંત્રાત્મક રાજ્યની આજ્ઞા,
બળવાનની આજ્ઞા, માતાપિતા વગેરેની આજ્ઞા તથા આજીવિકાનો ભય. આટલી
પરિસ્થિતિઓની અનુપસ્થિતિમાં ત્રણ પ્રાણીઓની હિંસાનો ત્યાગ કરવો. ૨. ગૃહપતિચૌરવિમોક્ષણન્યાય આ રીતે છે - કોઈ ગૃહસ્થના છ પુત્રો હતા. તે છએ કોઈ
અપરાધમાં ફસાયા. રાજાએ તે છએને ફાંસીનો દંડ કર્યો. આ જાણીને તે ગૃહસ્થ રાજા પાસે આવ્યો અને નિવેદન કરવા લાગ્યો–મહારાજ! જો મારા છએ પુત્રોને ફાંસી મળશે તો હું અપુત્ર બની જઈશ. મારો વંશ કેવી રીતે આગળ ચાલશે ? મારા વંશનો સમૂળો નાશ થઈ જશે. કૃપા કરી પાંચને છોડી દો. રાજાએ તેની તે વાત ન માની. ત્યારે તેણે ચારને છોડવાની વાત કહી. જ્યારે રાજાએ તે પણ ન સ્વીકાર્યું ત્યારે તેણે ક્રમશ: ત્રણ, બે અને અંતમાં એક પુત્રને છોડવાની વિનંતી કરી. રાજાએ તે બધામાંથી એકને છોડી દીધો. આ જ ન્યાયે છ કાયોમાંથી સ્થૂળ પ્રાણાતિપાતનો ત્યાગ કરવામાં આવે છે અર્થાત્ ત્રસ પ્રાણીઓની હિંસા ન કરવાનો નિયમ સ્વીકાર કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org