________________
૨૦૬
અંગઆગમ
છે. એમાં તો બુદ્ધ શબ્દ જ આવ્યો છે. સાથે જ બૌદ્ધ પરિભાષાના પદોનો પ્રયોગ પણ થયો છે. આ વાદવિવાદ બેતાલીસમી ગાથા સુધી છે. ત્યારબાદ બ્રધ્વતી (ત્રિદંડી)નો વાદવિવાદ આવે છે. તે એકાણુમી ગાથા સુધી છે. અંતિમ ચાર ગાથાઓમાં હસ્તિતાપસનો વાદવિવાદ છે. બ્રહ્મવ્રતીને નિર્યુક્તિકારે ત્રિદંડી કહેલ છે જ્યારે વૃત્તિકારે એકદંડી પણ કહેલ છે. ત્રિદંડી હોય કે એકદંડી બધા બ્રહ્મવતીઓ વેદવાદી છે. તેમણે આતમતને વેદબાહ્ય હોવાને કારણે અગ્રાહ્ય માન્યો છે. હસ્તિતાપસ સંપ્રદાયનો સમાવેશ પ્રથમ શ્રુતસ્કંધ અંતર્ગત કુશીલ નામના સાતમા અધ્યયનમાં વર્ણવાયેલ અસંયમીઓમાં થાય છે. આ સંપ્રદાયના મત અનુસાર પ્રતિદિન ખાવા માટે અનેક જીવોની હિંસા કરવાને બદલે એક મોટા હાથીને મારી તેને આખા વર્ષ સુધી ખાવો તે સારું છે. આ તાપસો આવી જ રીતે પોતાનો જીવનનિર્વાહ કરતા હતા આથી તેમનું “હસ્તિતાપસ” નામ પ્રસિદ્ધ થયું. નાલંદા :
સાતમા અધ્યયનનું નામ નાલંદીય છે. આ સૂત્રકૃતાંગનું અંતિમ અધ્યયન છે. રાજગૃહની બહાર ઉત્તરપૂર્વમાં એટલે કે ઈશાન કોણમાં આવેલ નાલંદાની પ્રસિદ્ધિ જેટલી જૈન આગમોમાં છે તેટલી જ બૌદ્ધ પિટકોમાં પણ છે. નિર્યુક્તિકારે “વાર્તા પદનો અર્થ બતાવતાં કહ્યું છે કે “મન્ના ' આ રીતે ત્રણ શબ્દોથી બનનાર નાનંફા નામ સ્ત્રીલિંગનું છે. તા એટલે દેવું –દાન આપવું, એટલે નહિ અને અન્ન એટલે બસ. આ ત્રણે અર્થોનો સંયોગ કરવાથી જે અર્થ નીકળે છે તે એ છે કે જયાં દાન દેવાની વાતમાં કોઈના ય તરફથી ઇન્કાર નથી–ન્ના નથી અર્થાત જે જગ્યાએ દાન દેવા માટે કોઈ મનાઈનથી કરતું તે જગ્યાનું નામ નાલંદા છે. લેનાર ભલે શ્રમણ હોય કે બ્રાહ્મણ, આજીવક હોય કે પરિવ્રાજક બધા માટે અહીં દાન સુલભ છે. કોઈનાય માટે કોઈ પણ પ્રકારની મનાઈ નથી. કહેવામાં આવે છે કે રાજા શ્રેણિક તથા બીજા મોટા મોટા સામંતો, શેઠો વગેરે નરેન્દ્રો અહીં રહેતા હતા આથી તેનું નામ “નરેન્દ્ર પ્રસિદ્ધ થયું. માગધી ઉચ્ચારણની પ્રક્રિયા અનુસાર “નરેન્દ્રનું “નાને' અને પછી હ્રસ્વ થતાં “માહિતર તથા ફનો “” થતાં નાલંદ્ર થવું સ્વાભાવિક છે. નાલંદાની આ વ્યુત્પત્તિ વધુ યોગ્ય જણાય
છે.
ઉદક પેઢાલપુત્રઃ
નાલંદામાં લેવ નામક એક ઉદાર અને વિશ્વાસપાત્ર ગૃહસ્થ રહેતો હતો. તે જૈન પરંપરા અને જૈન ધર્મનો અસાધારણ શ્રદ્ધાળુ હતો. તેના પરિચય માટે સૂત્રમાં અનેક વિશેષણો વપરાયાં છે. તે જૈન શ્રમણોપાસક હોવાને કારણે જૈન તત્ત્વજ્ઞાનથી પૂરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org