________________
૨૦૫
સૂત્રકૃતાંગ બોલવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આદ્રકુમારઃ
આદ્રીય નામક છઠું અધ્યયન પણ આખું પદ્યમય છે. તેમાં કુલ ૫૫ ગાથાઓ છે. અધ્યયનના પ્રારંભમાં જ “પુરઝડું અદ્ ! રૂબં સુદ અર્થાત્ “હે આÁ ! તું આ પૂર્વકૃત સાંભળ' એ રીતે આદ્રને સંબોધીને કહેવામાં આવ્યું છે. આનાથી એ પ્રગટ થાય છે કે આ અધ્યયનમાં ચર્ચિત વાદ-વિવાદનો સંબંધ “આર્ટ્સ સાથે છે. નિર્યુક્તિકારે આ આદ્રને આદ્ર નામક નગરનો રાજકુમાર બતાવ્યો છે. એ રાજા શ્રેણિકના પુત્ર અભયકુમારનો મિત્ર હતો. અનુશ્રુતિ એવી છે કે આદ્રપુર અનાર્ય દેશમાં હતું. કેટલાક લોકોએ “અ૬-આર્ટ શબ્દની તુલના ‘એડન સાથે પણ કરી છે. આર્કિપુરના રાજા અને મગધરાજ શ્રેણિક વચ્ચે સ્નેહસંબંધ હતો. એટલા માટે અભયકુમારનો પણ આદ્રકુમાર સાથે પરિચય થયો. નિર્યુક્તિકારે લખ્યું છે કે અભયકુમારે પોતાના મિત્ર આદ્રકુમારને જિન ભગવાનની પ્રતિમા ભેટ મોકલી હતી. તેનાથી તેને બોધ થયો અને તે અભયકુમારને મળવા માટે ઉત્સુક બન્યો. પૂર્વ જન્મનું જ્ઞાન થવાને કારણે આર્દ્રકુમારનું મન કામભોગોથી વિરક્ત બની ગયું અને તેણે પોતાના દેશમાંથી ભાગીને પોતાની જાતે જ પ્રવ્રજ્યા ગ્રહણ કરી લીધી. સંયોગવશ તેને એકવાર સાધુવેશ છોડી ગૃહસ્થધર્મમાં પ્રવેશવું પડ્યું. ફરી સાધુવેશ સ્વીકારી તે જયાં ભગવાન મહાવીર ઉપદેશ આપી રહ્યા હતા ત્યાં જવા માટે નીકળ્યો. માર્ગમાં તેને ગોશાલકના અનુયાયી ભિક્ષુઓ, બૌદ્ધ ભિક્ષુઓ, બ્રહ્મવૃતીઓ (ત્રિદંડીઓ), હસ્તિતાપસો વગેરે મળ્યા. આદ્રકુમાર અને આ ભિક્ષુઓ વચ્ચે જે વાદવિવાદ થયો તે જ પ્રસ્તુત અધ્યયનમાં વર્ણવાયો છે.
આ અધ્યયનની પ્રારંભિક પચ્ચીસ ગાથાઓમાં આદ્રકુમારનો ગોશાલકના ભિક્ષુઓ સાથેનો વાદવિવાદ છે. તેમાં આ ભિક્ષુઓએ ભગવાન મહાવીરની નિંદા કરી છે અને બતાવ્યું છે કે આ મહાવીર પહેલાં તો ત્યાગી હતો, એકાંતમાં રહેતો હતો, ઘણુંખરું મૌન રાખતો હતો; પરંતુ હવે આરામમાં રહે છે, સભામાં બેસે છે, મૌનનું સેવન નથી કરતો. આ જાતના બીજા પણ આક્ષેપો આ ભિક્ષુઓએ ભગવાન મહાવીર ઉપર કર્યા છે. આદ્રમુનિએ આ તમામ આક્ષેપોનો ઉત્તર આપ્યો છે. આ વાદવિવાદના મૂળમાં ક્યાંય પણ ગોશાલકનું નામ નથી. નિર્યુક્તિકાર અને વૃત્તિકારે તેનો સંબંધ ગોશાલક સાથે જોડ્યો છે. આ વાદવિવાદ વાંચવાથી એમ જણાય છે કે પૂર્વપક્ષી મહાવીરનો બધી રીતે પરિચિત માણસ હોવો જોઈએ. આ માણસ ગોશાલક સિવાય બીજો કોઈ ન હોઈ શકે. એટલા માટે આ વાદવિવાદનો સંબંધ ગોશાલકના અનુયાયી ભિક્ષુઓ સાથે જોડવામાં આવ્યો છે જે ઉચિત જ છે. આગળ જતાં બૌદ્ધ ભિક્ષુઓ સાથેનો વાદવિવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org