________________
૨O૪
અંગઆગમ
ગૃહસ્થપુત્ર, રાજા અથવા રાજપુરુષની હત્યા કરવી છે. હમણાં થોડીક વાર સૂઈ જાઉં અને પછી તેના ઘરમાં ઘૂસી લાગ મળતાં જ તેનું કામ પતાવી દઉં. આમ વિચારનારા તેના મનમાં તે સૂતો હોય કે જગતો હોય, ચાલતો હોય કે બેઠો હોય નિરંતર હત્યાની ભાવના રહેલી જ હોય છે. તે કોઈપણ સમયે પોતાની હત્યાની ભાવનાને ક્રિયારૂપમાં બદલી શકે છે. પોતાની આ દુષ્ટ મનોવૃત્તિને કારણે તે પ્રતિક્ષણ કર્મબંધ કરતો રહે છે. એ જ રીતે જે જીવો સર્વથા સંયમહીન છે, પ્રત્યાખ્યાનરહિત છે તે બધા જીવનિકાય પ્રતિ હિંસક ભાવના રાખવાને કારણે નિરંતર કર્મબંધ કરતા રહે છે. આથી સંયમી માટે સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન આવશ્યક છે. જેટલા અંશે સાવદ્યવૃત્તિનો ત્યાગ કરવામાં આવે છે તેટલા જ અંશમાં પાપકર્મનું બંધન અટકે છે. આ જ પ્રત્યાખ્યાનની ઉપયોગિતા છે. અસંયત અને અવિરતને માટે અમર્યાદિત મનોવૃત્તિનાં કારણે પાપનાં બધાં દ્વારો ખુલ્લાં રહે છે આથી તેને સર્વ પ્રકારનાં પાપબંધનની સંભાવના રહે છે. આ સંભાવનાને અલ્પ અથવા મર્યાદિત કરવા માટે પ્રત્યાખ્યાનરૂપ ક્રિયાની આવશ્યકતા છે
પ્રસ્તુત અધ્યયનની વૃત્તિમાં વૃત્તિકારે નાગાર્જુનીય વાચનાનું પાઠાંતર આપ્યું છે. આ પાઠાંતર માધુરીવાચનાના મૂળ પાઠની અપેક્ષાએ અધિક વિશદ અને સુબોધ છે. આચારશ્રુત :
પાંચમા અધ્યયનનાં બે નામ છે : આચારશ્રુત અને અનગારશ્રુત. નિયુક્તિકારે આ બે નામોનો ઉલ્લેખ કર્યો છે. આ આખું અધ્યયન પદ્યમાં છે. આમાં ૩૩ ગાથાઓ છે. નિર્યુક્તિકારના કથન અનુસાર આ અધ્યયનનો સાર “અનાચારોનો ત્યાગ કરવો એ છે. જ્યાં સુધી સાધકને આચારનું પૂરું જ્ઞાન નથી હોતું ત્યાં સુધી તે તેનું બરાબર પાલન કરી શકતો નથી. અબહુશ્રુત સાધકને આચાર-અનાચારના ભેદની જાણ કેવી રીતે થઈ શકે? આવી જાતના મુમુક્ષુ દ્વારા આચારની વિરાધના થવાની ઘણી સંભાવના રહે છે. આથી આચારની સમ્યફ આરાધના માટે સાધકે બહુશ્રુત હોવું આવશ્યક છે.
પ્રસ્તુત અધ્યયનની પ્રથમ અગિયાર ગાથાઓમાં અમુક પ્રકારના એકાંતવાદને અનાચરણીય બતાવતાં તેનો નિષેધ કરવામાં આવ્યો છે. આગળ લોક નથી, અલોક નથી, જીવ નથી, અજીવ નથી, ધર્મ નથી, અધર્મ નથી, બંધ નથી, મોક્ષ નથી, પુણ્ય નથી, પાપ નથી, આશ્રવ નથી, સંવર નથી, વેદના નથી, નિર્જરા નથી, ક્રિયા નથી, અક્રિયા નથી, ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ-સંસાર-દેવ-દેવી-સિદ્ધિ-અસિદ્ધિ નથી, સાધુ-અસાધુ-કલ્યાણ-અકલ્યાણ નથી–વગેરે માન્યતાઓને અનાચરણીય બતાવતાં લોક વગેરેના અસ્તિત્વ પર શ્રદ્ધા રાખવા તથા તેને અનુરૂપ આચરણ કરવા માટે કહેવામાં આવ્યું છે. અંતની કેટલીક ગાથાઓમાં અણગારે અમુક પ્રકારની ભાષા ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org