________________
સૂત્રકૃતાંગ
૨૦૩ ત્રણ પ્રકારના આહાર વધારાના માનવામાં આવેલ છે. કવલીકાર આહાર બે પ્રકારનો છે. ઔદારિક-સ્થૂળ આહાર અને સૂક્ષ્મ આહાર. જન્માંતર પ્રાપ્ત કરતી વેળાએ ગતિમાં રહેલા જીવોનો આહાર સૂક્ષ્મ હોય છે. સૂક્ષ્મ પ્રાણીઓનો આહાર પણ સૂક્ષ્મ જ હોય છે. કામાદિ ત્રણ ધાતુઓમાં સ્પર્શ, મનસ્સચેતના અને વિજ્ઞાનરૂપ આહાર છે.'
આહારપરિણા નામક પ્રસ્તુત અધ્યયનમાં એ સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે કે જીવની હિંસા કર્યા વિના આહારની પ્રાપ્તિ અશક્ય છે. સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિ અને આહારને દૃષ્ટિમાં રાખતાં આ વાત સહેલાઈથી ફલિત કરી શકાય છે. આ અધ્યયનના અંતમાં સંયમપૂર્વક આહાર પ્રાપ્ત કરવાના પ્રયાસ પર ભાર આપવામાં આવ્યો છે કે જેથી જીવહિંસા ઓછામાં ઓછી થાય. પ્રત્યાખ્યાન:
ચતુર્થ અધ્યયનનું નામ પ્રત્યાખ્યાનક્રિયા છે. પ્રત્યાખ્યાનનો અર્થ છે અહિંસા વગેરે મૂળ ગુણો અને સામાયિક વગેરે ઉત્તર ગુણોના આચરણમાં બાધક બનતી પ્રવૃત્તિઓનો યથાશક્તિ ત્યાગ. પ્રસ્તુત અધ્યયનમાં આ પ્રકારની પ્રત્યાખ્યાનક્રિયા સંબંધી નિરૂપણ છે. આ પ્રત્યાખ્યાનક્રિયા નિરવદ્ય અનુષ્ઠાનરૂપ હોવાને કારણે આત્મશુદ્ધિ માટે સાધક છે. તેનાથી વિપરીત અપ્રત્યાખ્યાનક્રિયા સાવદ્ય અનુષ્ઠાનરૂપ હોવાને કારણે આત્મશુદ્ધિ માટે બાધક છે. પ્રત્યાખ્યાન ન કરનારને ભગવાને અસંયત, અવિરત, પાપક્રિયા અસંવૃત, બાલ અને સુખ કહેલ છે. એવો પુરુષ વિવેકહીન હોવાને કારણે સતત કર્મબંધ કરતો રહે છે. જો કે આ અધ્યયનનો પ્રારંભ પણ પહેલાંના અધ્યયનોની જેમ જ “હે આયુષ્મન્! મેં સાંભળ્યું છે કે ભગવાને આમ કહ્યું છે એનાથી થાય છે તો પણ આ અધ્યયન સંવાદરૂપ છે. તેમાં એક પૂર્વપક્ષી અથવા પ્રેરક શિષ્ય છે અને બીજા ઉત્તરપક્ષી અથવા સમાધાનકર્તા આચાર્ય છે. આ અધ્યયનનો સાર એ છે કે જે આત્મા ષકાયના જીવોના વધના ત્યાગની વૃત્તિવાળો નથી તથા જેણે તે જીવોને કોઈપણ સમયે મારવાની છૂટ રાખી છે તે આત્મા આ છએ પ્રકારના જીવોની સાથે અનિવાર્યપણે મિત્રપણે વ્યવહાર કરવાની વૃત્તિથી બંધાયેલ નથી. તે જ્યારે ઇચ્છે ત્યારે ગમે તેનો વધ કરી શકે છે. તેના માટે પાપકર્મના બંધનની નિરંતર સંભાવના રહે છે અને કોઈપણ હદ સુધી તે નિત્ય પાપકર્મ બાંધતો પણ રહે છે, કેમ કે પ્રત્યાખ્યાનના અભાવમાં તેની ભાવના સદા સાવદ્ય અનુષ્ઠાનરૂપ રહે છે. આ વાત સ્પષ્ટ કરવા માટે સૂત્રકારે એક સુંદર ઉદાહરણ આપ્યું છે. એક વ્યક્તિ વધક છે–વધ કરનારો છે. તેણે એમ વિચાર્યું કે અમુક ગૃહસ્થ,
૧. જુઓ–અભિધર્મકોશ, તૃતીય કોશસ્થાન, ગ્લો. ૩૮-૪૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org