________________
૨૦૨
અંગઆગમ
આ શરતો જોતાં બૌદ્ધ પરંપરામાં અકસ્માદંડ, અનર્થદંડ વગેરે હિંસારૂપ ગણી શકાય નહિ. જૈન પરિભાષા અનુસાર રાગ-દ્વેષજન્ય પ્રત્યેક પ્રકારની પ્રવૃત્તિ હિંસારૂપ હોય છે જે વૃત્તિ અર્થાત્ ભાવનાની તીવ્રતા-મંદતા અનુસાર કર્મબંધનું કારણ બને છે.
પ્રસંગવશ સૂત્રકારે અષ્ટાંગનિમિત્ત અને અંગવિદ્યા વગેરે વિવિધ વિદ્યાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. દીઘનિકાયના સામગ્ગફલસુત્તમાં પણ અંગવિદ્યા, ઉત્પાતવિદ્યા, સ્વપ્રવિદ્યા વગેરેનાં લક્ષણોનો આ જ રીતે ઉલ્લેખ છે. આહારપરિજ્ઞા :
આહારપરિજ્ઞા નામે તૃતીય અધ્યયનમાં બધાં સ્થાવર અને ત્રસ પ્રાણીઓનાં જન્મ તથા આહારસંબંધી વિસ્તૃત વિવેચન છે. આ અધ્યયનનો પ્રારંભ બીજકાયો–અઝબીજ, મૂલબીજ, પર્વબીજ અને સ્કંધબીજ–ના આહારની ચર્ચા વડે થાય છે.
પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને વનસ્પતિ સ્થાવર છે. પશુ, પક્ષી, કીટ, પતંગ ત્રસ છે. મનુષ્ય પણ ત્રસ છે. મનુષ્યની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તેનું નિરૂપણ પણ પ્રસ્તુત અધ્યયનમાં છે. મનુષ્યના આહાર વિષયમાં આ અધ્યયનમાં એમ બતાવવામાં આવ્યું છે: મોય —ાસં તસથાવરે ય પાળે અર્થાતુ મનુષ્યનો આહાર ઓદન, કુલ્માષ અને ત્રસ તથા સ્થાવર પ્રાણીઓ છે. આ આખા અધ્યયનમાં સૂત્રકારે દેવ અથવા નારકના આહારની કોઈ ચર્ચા કરી નથી. નિર્યુક્તિ તેમ જ વૃત્તિમાં તે વિષે ચર્ચા છે. તેમાં આહારના ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે: ઓજ આહાર, રોમ આહાર અને પ્રક્ષેપ આહાર. જ્યાં સુધી દશ્ય શરીર ઉત્પન્ન ન થયું હોય ત્યાં સુધી તૈજસ અને કાર્પણ શરીર દ્વારા જે આહાર ગ્રહણ કરવામાં આવે છે તે ઓજ આહાર છે. અન્ય આચાર્યોના મતે જ્યાં સુધી ઇન્દ્રિયો શ્વાસોચ્છવાસ, મન વગેરેનું નિર્માણ ન થયું હોય ત્યાં સુધી માત્ર શરીરપિંડ દ્વારા જે આહાર ગ્રહણ કરવામાં આવે છે તે ઓજ આહાર કહેવાય છે. રોમકૂપ દ્વારા ચામડી દ્વારા ગૃહીત આહારનું નામ રોમાહાર છે. કવલ દ્વારા એટલે કે કોળિયા વડે લેવામાં આવતો આહાર પ્રક્ષેપ આહાર છે. દેવો અને નારકોનો આહાર રોમાહાર અથવા લોમાહાર કહેવાય છે. તે નિરંતર ચાલુ રહે છે. આ વિષયમાં અન્ય આચાર્યોનો મત આવો છે—જે સ્થળ પદાર્થ જીભ દ્વારા આ શરીરમાં પહોંચાડવામાં આવે છે તે પ્રક્ષેપ આહાર છે. જે નાક, આંખ, કાન દ્વારા ગ્રહણ કરવામાં આવે છે અને ધાતુરૂપે પરિણત થાય છે તે જ આહાર છે તથા જે માત્ર ચામડી દ્વારા ગ્રહણ કરવામાં આવે છે તે રોમાહાર–લોમાહાર છે.
બૌદ્ધ પરંપરામાં આહારનો એક પ્રકાર કવલીકાર આહાર માનવામાં આવ્યો છે જે ગંધ, રસ અને સ્પર્શરૂપ છે. તે ઉપરાંત સ્પર્શ આહાર, મનસ્સચેતના અને વિજ્ઞાનરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org