________________
સૂત્રકૃતાંગ
૭. એ જ રીતે ચોરી કરવી, કરાવવી અથવા કરનારાનું સમર્થન કરવું તે અદત્તાદાનપ્રત્યયદંડ છે.
૮. હંમેશા ચિંતામાં ડૂબ્યા રહેવું, ઉદાસ રહેવું, ભયભીત રહેવું, સંકલ્પ-વિકલ્પમાં મગ્ન રહેવું તે અધ્યાત્મપ્રત્યયદંડ છે. આ પ્રકારના મનુષ્યનાં મનમાં ક્રોધ વગેરે કષાયોની પ્રવૃત્તિ ચાલતી જ રહે છે.
૯. જાતિમદ, કુળમદ, બળમદ, રૂપમદ, જ્ઞાનમદ, લાભમદ, ઐશ્વર્યમદ, પ્રજ્ઞામદ વગેરેના કારણે બીજાને હીન સમજવા તે માનપ્રત્યયદંડ છે.
૧૦. પોતાની સાથે રહેનારાઓમાંથી કોઈનો જરા જેટલો પણ અપરાધ થતાં તેને ભારે દંડ દેવો તે મિત્રદોષપ્રત્યયદંડ છે. આ પ્રકારનો દંડ આપનાર મહાપાપનો ભાગીદાર બને છે.
૧૧. કપટપૂર્વક અનર્થકારી પ્રવૃત્તિ કરનારાઓ માયાપ્રત્યયદંડના ભાગીદાર બને
H
૨૦૧
૧૨. લોભના કારણે હિંસક પ્રવૃત્તિમાં ફસાનારા લોભપ્રત્યયદંડનું ઉપાર્જન કરે છે. આવા લોકો આલોક અને પરલોક બંનેમાં દુ:ખી થાય છે.
૧૩. તેરમું ક્રિયાસ્થાન ધર્મહેતુક પ્રવૃત્તિનું છે. જે આ પ્રકારની પ્રવૃત્તિ ધીરે ધીરે વધારે છે તેઓ યતનાપૂર્વક સમસ્ત પ્રવૃત્તિ કરનારા, જિતેન્દ્રિય, અપરિગ્રહી, પંચસમિતિ અને ત્રિગુપ્તિયુક્ત હોય છે તથા અંતતોગત્વા નિર્વાણ પ્રાપ્ત કરે છે. આ રીતે નિર્વાણના ઇચ્છુકો માટે આ તેરમું ક્રિયાસ્થાન આચરણીય છે. પહેલા બારે ક્રિયાસ્થાનો હિંસાપૂર્ણ છે. તેમનાથી સાધકે દૂર રહેવું જોઈએ.
બૌદ્ધ દૃષ્ટિએ હિંસા :
બૌદ્ધ પરંપરામાં હિંસક પ્રવૃત્તિની પરિભાષા જુદા પ્રકારની છે. તેઓ એવું માને છે કે નીચેની પાંચ અવસ્થાઓની ઉપસ્થિતિમાં જ હિંસા થઈ કહી શકાય, અને આ જ પ્રકારની હિંસા કર્મબંધનનું કારણ બને છે ઃ
૧. માર્યું જના૨ પ્રાણી હોવું જોઈએ.
૨. મારનારાને ‘આ પ્રાણી છે’ એવું સ્પષ્ટ ભાન હોવું જોઈએ.
૩. મારનારો એમ સમજતો હોવો જોઈએ કે ‘હું આને મારી રહ્યો છું’.
૪. સાથે જ શારીરિક ક્રિયા થવી જોઈએ.
૫. શારીરિક ક્રિયાની સાથે પ્રાણીનો વધ પણ થવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org