________________
(૩) ભાગ ૩માં આ બધા આગમગ્રંથો પરના વ્યાખ્યા-સાહિત્યનો અર્થાત ટીકાસાહિત્યનો સાંગોપાંગ પરિચય આપવામાં આવ્યો છે. આગમિક વ્યાખ્યાઓ પાંચ વર્ગમાં વિભાજિત કરાય છે: ૧. નિર્યુક્તિઓ, ૨. ભાણો, ૩. ચૂર્ણિઓ, ૪. સંસ્કૃત ટીકાઓ અને ૫. પ્રાદેશિક લોકભાષાઓમાં વિરચિત વ્યાખ્યાઓ કે બાલાવબોધો.
આ ભાગમાં નિર્યુક્તિઓ અને પ્રસિદ્ધ નિર્યુક્તિકાર ભદ્રબાહસ્વામી, વિવિધ ભાષ્યો અને ભાગ્યકારો, નંદી વગેરેની ચૂર્ણિઓ અને વિશિષ્ટ ચૂર્ણિકાર જિનદાસગણિ તથા અગત્સ્યસિંહગણિ, અનેકવિધ સંસ્કૃત ટીકાઓ અને મુખ્ય ટીકાકારો જેવા કે હરિભદ્રસૂરિ, શીલાંકસૂરિ, શાંતિસૂરિ, અભયદેવસૂરિ, મલયગિરિ વગેરેનો પરિચય આપવામાં આવ્યો છે તથા વિવિધ પ્રાંતીય ભાષાઓ જેવી કે ગુજરાતી, રાજસ્થાની, હિંદી વગેરેમાં બાલાવબોધ નામે ઓળખાતી ટીકાઓનો પરિચય કરાવવામાં આવ્યો છે.
(૪) આ ભાગમાં કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણોનો પરિચય આપવામાં આવ્યો છે. જૈન દર્શનનું પરમ અંગ છે તેનો કર્મવાદ. કર્મવાદસંબંધી જેટલું સૂક્ષ્મ ચિંતન જૈન દાર્શનિકોએ કર્યું છે તેટલું જગતના અન્ય કોઈ ધર્મ-દર્શન કર્યું નથી. જૈનાચાર્યોએ કર્મનો અર્થ, કર્મબંધના કારણો, કર્મબંધની પ્રક્રિયા, કર્મનો ઉદય અને ક્ષય, કર્મપ્રકૃતિ અર્થાત્ કર્મસ્વભાવ, કર્મોની સ્થિતિ આદિ વિષયક મબલખ ગ્રંથો – પ્રકરણો રચ્યા છે. શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરાના આવા અનેક ગ્રંથોનો પરિચય અહીં પૂર્વાર્ધમાં આપવામાં આવ્યો છે.
ઉત્તરાર્ધમાં અનેક આગમિક પ્રકરણો અને તેના રચયિતાઓ જેવાકે કુંદકુંદાચાર્ય અને તેમના પ્રવચનસાર આદિ, જિનભદ્રગણિ અને તેમના ક્ષેત્રસમાસ અને સંગ્રહણી આદિ, હરિભદ્રસૂરિ અને તેમના જંબુદ્વીપસંગ્રહણી આદિ, નેમિચંદ્રસૂરિ અને તેમના પ્રવચનસારોદ્ધાર, ધર્મદાસગણિ અને તેમની ઉપદેશમાલા, મલધારી હેમચંદ્રસૂરિ અને તેમની ઉપદેશમાલા – આ રીતે આગમના સારરૂપ પ્રકરણો ઉપરાંત દ્રવ્યાનુયોગ, ધર્મોપદેશ, યોગ, અધ્યાત્મ, અનગાર અને સાગારનો આચાર, વિધિવિધાન, કલ્પ, મંત્ર, તંત્ર, પર્વ, તીર્થ ઈત્યાદિ વિષયક પ્રકરણોનો પરિચય કરાવવામાં આવ્યો છે.
(૫) ભાગ ૫માં જૈન ગ્રંથકારોએ રચેલાં લાક્ષણિક (તાંત્રિક-વૈજ્ઞાનિકશાસ્ત્રીય) વિષયોને લગતા સાહિત્યનો પરિચય છે. જૈન મુનિઓ-આચાર્યોપંડિતોએ પ્રાચીનકાળથી જ પોતાના સમયમાં સમાજોપયોગી શાસ્ત્રોને લગતા વિષયોમાં પણ પોતાની લેખિની ચલાવી છે તેનો પુરાવો અહીં આપેલા ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org