________________
(૯)
વિષયોની યાદી જ આપે છે :
૧. વ્યાકરણ, ૨. કોશ, ૩. અલંકાર, ૪. છન્દ, ૫. નાટક, ૬. સંગીત, ૭. કલા, ૮. ગણિત, ૯. જ્યોતિષ, ૧૦. શકુન, ૧૧. નિમિત્ત, ૧૨. સ્વમ, ૧૩. ચૂડામણિ, ૧૪. સામુદ્રિક, ૧૫. રમલ, ૧૬ , લક્ષણ, ૧૭. આમ, ૧૮. અર્ધ, ૧૯. કોઇક, ૨૦. આયુર્વેદ, ૨૧. અર્થશાસ્ત્ર, રર. નીતિશાસ્ત્ર, ૨૩. શિલ્પશાસ્ત્ર, ૨૪. રત્નશાસ્ત્ર, ૨૫. મુદ્રાશાસ્ત્ર, ૨૬. ધાતુવિજ્ઞાન અને ૨૭. પ્રાણીવિજ્ઞાન.
(૬) આ વિશાળ ભાગમાં જૈન કાવ્યસાહિત્યનો પરિચય આપવામાં આવ્યો છે. જૈન કવિઓએ પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ અને પછીની વિવિધ દેશી ભાષાઓમાં અઢળક સાહિત્યની રચના – છેક પ્રાચીનકાળથી માંડી આજ સુધી કરી છે. તેમાંની અનેક રચનાઓ કાળબળે નાશ પામી છે અને અનેક હજુ હસ્તપ્રતોમાં છુપાયેલી છે. અહીં પ્રકટ-અપ્રકટ સેંકડો કૃતિઓનો પરિચય આપવામાં આવ્યો છે જેમાં પૌરાણિક મહાકાવ્યો – ત્રેસઠ મહાપુરુષોના જીવનચરિત્રોને વણી લેતાં ત્રિષષ્ઠિશલાકાપુરષચરિત્રો; તીર્થકરો, ચક્રવર્તીઓ, વસુદેવો અન્ય મહાપુરુષો અને સતીઓ ઈત્યાદિના ચરિત્રો; વસુદેવહિંડી, તરંગવતી, કુવલયમાલા, ઉપમિતિભવપ્રપંચાકથા જેવી મહાકથાઓ; હેમચંદ્રાચાર્ય વિરચિત દયાશ્રયમહાકાવ્ય, દ્વિસંધાનમહાકાવ્ય, હમ્મીરમહાકાવ્ય જેવા ઐતિહાસિક કાવ્યો; પ્રબંધચિન્તામણિ, પ્રભાવક ચરિત, પ્રબંધકોશ, પુરાતનપ્રબંધસંગ્રહ જેવા પ્રબંધો; તિલકમંજરી, યશસ્તિલકચમ્પ, કુવલયમાલા જેવા ચપૂકાવ્યો; મુદ્રિતકુમુદચન્દ્ર જેવા નાટકો વગેરે અનેક સંસ્કૃતપ્રાકૃત રચનાઓનો પરિચય અહીં પ્રાપ્ત થાય છે.
(૭) ભાગ ૭ માં દક્ષિણ ભારતીય ભાષાઓમાં રચાયેલાં જૈન સાહિત્યનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. તેમાં ક્રમે ત્રણ વિભાગોમાં કન્નડ - કર્ણાટકની ભાષા), તામિલ (તામિલનાડુની ભાષા) અને મરાઠી (મહારાષ્ટ્ર-વિદર્ભની ભાષા)ના જૈન સાહિત્યનો પરિચય છે.
સાતેય ભાગોના અનુવાદની યોજના આ પ્રમાણે છે– (૧) અંગઆગમ - પં. બેચરદાસ દોશી – અનુ. ડૉ. રમણીક શાહ (૨) અંગબાહ્યઆગમ - ડૉ. જગદીશ ચન્દ્ર જૈન તથા મોહન લાલ મેહતા - અનુ.
ડો, રમણીક શાહ આગમિક વ્યાખ્યાઓ – મોહન લાલ મેહતા - અનુ. ડો. રમણીક શાહ કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ - મોહન લાલ મેહતા અને પ્રો. હીરાલાલ કાપડિયા - અનુ. ડો. નગીન શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org