________________
ડૉ. મોહનલાલ મેહતા, ડે. ગુલાબચન્દ્ર ચૌધરી, પ્રા. હીરાલાલ કાપડિયા, પં. અંબાલાલ શાહ વગેરે સંકળાયેલા હતા.
આ હિંદી ગ્રંથોની ગુજરાતી આવૃત્તિની આજના સંદર્ભમાં તાતી જરૂર પરમપૂજય આચાર્યવર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. અને પ.પૂ. આચાર્યવર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા. અને બન્ને ગુરુદેવોને અનુસરી, પ.પૂ.આચાર્ય શ્રી વિજય સોમચંદ્રસૂરિજી મ. સા.ની પારખુ નજરને જણાઈ અને તેઓશ્રીએ શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના નેજા નીચે આ કાર્ય કરાવવા વિચારી ગુજરાતી આવૃત્તિના સંપાદન-અનુવાદનનું કાર્ય અમને સોપ્યું. આ સાતેય ભાગોનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે :
(૧) પ્રથમ ભાગમાં પ્રારંભમાં પં. દલસુખભાઈ માલવણિયાની વિસ્તૃત પ્રસ્તાવના છે, જેમાં તેમણે જૈન સાહિત્યનું મહત્ત્વ અને આ ઈતિહાસની યોજના સમજાવી આગમોનું વિસ્તૃત વર્ગીકરણ કરી, ઐતિહાસિક-પૌરાણિક પુરાવાઓના આધારે આગમોના સમય-નિર્ધારણનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. ત્યારબાદ પં. બેચરદાસજીએ અંગઆગમોનો વિસ્તૃત પરિચય કરાવ્યો છે.
ભગવાન મહાવીર સ્વામીના પ્રત્યક્ષ ઉપદેશને તેમના ગણધરોએ ઝીલી લઈ વિવિધ સૂત્ર રૂપે ગૂંથી લઈ બાર અંગો – દ્વાદશાંગી – ની રચના કરી હતી. આ રીતે પ્રત્યક્ષ ભગવાન મહાવીરની જ વિશ્વકલ્યાણ વાંછતી વાણી આ ગ્રંથોમાં પડઘાય છે. આવા અંગગ્રંથોમાંથી અંતિમ અંગ દષ્ટિવાદ લુપ્ત થયેલ છે પરંતુ માનવજાતના સદ્દભાગ્યે બાકીના અગિયાર અંગો પેઢી દર પેઢી સ્વાધ્યાયરત આચાર્ય-ભગવંતોની પરંપરા દ્વારા આપણા સુધી પહોંચ્યાં છે. પ્રસ્તુત ગ્રંથમાં આ અંગોનો તુલનાત્મક પરિચય તેમાનાં અનેક વિષયોની છણાવટ સાથે કરાવવામાં આવ્યો છે.
(૨) ભાગ રમાં અંગો સિવાયના આગમગ્રંથોનો પરિચય આપવામાં આવ્યો છે. અંગઆગમોની રચના શ્રમણ ભગવાન મહાવીરના ગણધરો અર્થાત મુખ્ય શિષ્યોએ કરી હતી તો અંગબાહ્ય આગમોનું નિર્માણ ભિન્ન ભિન્ન સમયે અન્ય ગીતાર્થ વિરોએ કરેલ છે. તેમાં ૧૨ ઉપાંગ, ૪ મૂલસૂત્ર, ૬ છેદસૂત્ર, ૨ ચૂલિકાસૂત્ર અને ૧૦ પ્રકીર્ણકો મળી ૩૪ ગ્રંથોનો સમાવેશ થાય છે.
પ્રસ્તુત ભાગમાં આ ૩૪ ગ્રંથોનો વિગતવાર પરિચય કરાવવામાં આવ્યો છે. ગ્રંથના રચનાકાર, સમય, ભાષા, વિષયસામગ્રી તથા તેમાંથી પ્રાપ્ત થતી ભારતીય સંસ્કૃતિની લાક્ષણિકતા આદિના ઉહાપોહ સાથે વિદ્વાન લેખકોએ અહીં પ્રત્યેક ગ્રંથનું વિહંગાવલોકન કરાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org