SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રકૃતાંગ ૧૯૯ ચારેય તરફ ફેલાયેલાં કમળ જેવા છે. મધ્યમાં રહેલ પુંડરીક રાજા સમાન છે. પુષ્કરિણીમાં પ્રવેશનારા ચારેય પુરુષો અન્યતીર્થિકો જેવા છે. કુશળ ભિક્ષુ ધર્મરૂપ છે, કિનારો ધર્મતીર્થરૂપ છે, ભિક્ષુ દ્વારા ઉચ્ચારિત શબ્દો ધર્મકથારૂપ છે અને પુંડરીક કમળનું ઉડવું નિર્વાણ સમાન છે. ઉપર્યુક્ત ચાર પુરુષોમાંથી પ્રથમ પુરુષ તજીવતચ્છરીરવાદી છે. તેના મતે શરીર અને જીવ એક છે–અભિન્ન છે. આ અનાત્મવાદ છે. આનું બીજું નામ નાસ્તિકવાદ પણ છે. પ્રસ્તુત અધ્યયનમાં આ વાદનું વર્ણન છે. આ વર્ણન દીઘનિકાયના સામગ્ગફલસુત્તમાં આવતા ભગવાન બુદ્ધના સમકાલીન અજિત કેશકંબલના ઉચ્છેદવાદના વર્ણનને હૂબહૂ મળતું આવે છે. એટલું જ નહિ, તેના શબ્દોમાં પણ સમાનતા નજરે પડે છે. બીજો પુરુષ પંચભૂતવાદી છે. તેના મતે પાંચ ભૂતો જ યથાર્થ છે, જેમનાથી જીવની ઉત્પત્તિ થાય છે. તજીવતછરીરવાદ અને પંચભૂતવાદમાં અંતર એ છે કે પ્રથમના મતે શરીર અને જીવ એક જ છે અર્થાત્ બંનેમાં કોઈ ભેદ જ નથી જ્યારે બીજાના મતે જીવની ઉત્પત્તિ પાંચ મહાભૂતોના સંમિશ્રણથી શરીર બન્યા પછી થાય છે અને શરીરનો નાશ થતાં જ સાથે જીવનો પણ નાશ થઈ જાય છે. પંચભૂતવાદીની ચર્ચામાં આત્મષષ્ઠવાદીના મતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે પાંચ ભૂતો ઉપરાંત છઠ્ઠા આત્મતત્વની પણ સત્તા સ્વીકારે છે તે આત્મષષ્ઠવાદી છે. વૃત્તિકારે આ વાદીને સાંખ્યનું નામ આપ્યું છે. તૃતીય પુરુષ ઈશ્વરકારણવાદી છે. તેના મતે આ લોક ઇશ્વરકૃત છે અર્થાત્ સંસારનું કારણ ઈશ્વર છે. ચતુર્થ પુરુષ નિયતિવાદી છે. નિયતિવાદનું સ્વરૂપ પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનના દ્વિતીય ઉદ્દેશકની પ્રથમ ત્રણ ગાથાઓમાં બતાવવામાં આવ્યું છે. તે મત અનુસાર જગતની બધી ક્રિયાઓ નિયત છે–અપરિવર્તનીય છે. જે ક્રિયા જે રૂપે નિયત છે તે તે જ રૂપે પૂરી થશે. તેમાં કોઈ કોઈ પણ પ્રકારનું પરિવર્તન કરી શકતું નથી. છેલ્લે આવનાર ભિક્ષુ આ ચારે પુરુષોથી જુદા પ્રકારનો છે. તે સંસારને અસાર સમજીને ભિક્ષુ બન્યો છે અને ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સમજીને ત્યાગધર્મનો ઉપદેશ આપે છે કે જેનાથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે. આ ધર્મ જિનપ્રણીત છે, વીતરાગકથિત છે. જેઓ અનાસક્ત છે, નિસ્પૃહ છે, અહિંસા વગેરેને જીવનમાં મૂર્ત રૂપ આપનાર છે તેઓ નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. તેનાથી વિપરીત આચરણ કરનારાઓ મોક્ષ પ્રાપ્ત કરી શક્તા નથી. આ જ પ્રથમ અધ્યયનનો સાર છે. આ અધ્યયનના કેટલાક વાક્યો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy