________________
સૂત્રકૃતાંગ
:
૧૯૭
ગાથા:
સોળમા અધ્યયનનું નામ ગાહા–ગાથા છે. આ પ્રથમ શ્રુતસ્કંધનું અંતિમ અધ્યયન છે. ગાથાનો અર્થ બતાવતાં નિર્યુક્તિકાર કહે છે કે જે મધુરતાપૂર્વક ગાઈ શકાય તે ગાથા છે. અથવા જેમાં બહુ અર્થસમુદાય એકત્ર કરી સમાવવામાં આવ્યો હોય તે ગાથા છે. અથવા પૂર્વોક્ત પંદર અધ્યયનોને પિંડરૂપે પ્રસ્તુત અધ્યયનમાં સમાવવામાં આવ્યાં છે એટલા માટે પણ તેનું નામ ગાથા છે.
નિર્યુક્તિકારે ઉપર સામુદ્ર છંદનું જે નામ આપ્યું છે તેનું લક્ષણ છંદોનુશાસનના છઠ્ઠા અધ્યાયમાં આ પ્રમાણે બતાવવામાં આવ્યું છેઃ મોને સત ને નવ સમુદ્રમ્ | આ લક્ષણ પ્રસ્તુત અધ્યયનને લાગુ પડતું નથી આથી આ વિષયમાં વિશેષ સંશોધનની જરૂર છે. વૃત્તિકારે આ છંદ વિષયમાં એટલું જ લખ્યું છે કે “તન્વેટું છન્દ –નવä ૨ યત્ તો કથા રૂતિ તત્વર્તિઃ પ્રોમ્' અર્થાત જે અનિબદ્ધ છે–છંદોબદ્ધ નથી તેને જગતમાં પંડિતોએ “ગાથા' નામ આપ્યું છે. આનાથી જણાઈ આવે છે કે આ અધ્યયન કોઈપણ પ્રકારના પદ્યમાં નથી છતાં પણ ગાઈ શકાય છે આથી કરી તેનું નામ ગાથા રાખવામાં આવેલ છે. બ્રાહ્મણ, શ્રમણ, ભિક્ષુ અને નિગ્રંથઃ
આ અધ્યયનમાં બતાવવામાં આવ્યું છે કે જે સમસ્ત પાપકર્મોથી વિરત છે, રાગઢેબ-કલહ-અભ્યાખ્યાન-પૈ શુન્ય-પરનિદા-અરતિ-રીતિ-માયામુપાવાદમિથ્યાદર્શનશલ્યથી રહિત છે, સમિતિયુક્ત છે, જ્ઞાનાદિગુણસહિત છે, સર્વદા પ્રયત્નશીલ છે, ક્રોધ નથી કરતો, અહંકાર નથી રાખતો તે બ્રાહ્મણ છે. એ જ રીતે જે અનાસક્ત છે, નિદાનરહિત છે, કષાયમુક્ત છે, હિંસા-અસત્ય-બહિદ્ધા (અબ્રહ્મચર્યપરિગ્રહ) રહિત છે તે શ્રમણ છે. જે અભિમાનરહિત છે, વિનયસંપન્ન છે, પરિગ્રહ અને ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરનાર છે, આધ્યાત્મિક વૃત્તિયુક્ત છે, પરદત્તભોજી છે તે ભિક્ષુ છે. જે ગ્રંથરહિત છે—પરિગ્રહાદિરહિત એકાકીછે, એકવિદુછે—માત્ર આત્માનો જ જાણકાર છે, પૂજા-સત્કારનો અર્થી નથી તે નિગ્રંથ છે. આ રીતે પ્રસ્તુત અધ્યયનમાં બ્રાહ્મણ, શ્રમણ, ભિક્ષુ અને નિગ્રંથનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. આ જ બધા અધ્યયનોનો સાર છે. સાત મહાઅધ્યયનોઃ
દ્વિતીય શ્રુતસ્કંધમાં સાત અધ્યયનો છે. નિર્યુક્તિકારે આ સાત અધ્યયનોને મહા અધ્યયનો કહ્યાં છે. વૃત્તિકારે તેમને મહાઅધ્યયન કહેવાનું કારણ દર્શાવતાં લખ્યું છે કે પ્રથમ શ્રુતસ્કંધમાં જે વાતો સંક્ષેપમાં કહેવામાં આવી છે તે જ આ અધ્યયનોમાં વિસ્તારથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org