________________
૧૯૬
અંગઆગમ અને શિષ્ય કેવા હોવા જોઈએ, તેમણે કેવી પ્રવૃત્તિ કરવી જોઈએ, તેમના કર્તવ્યો ક્યા હોવા જોઈએ? આમાં ૨૭ ગાથાઓ છે. અધ્યયનની પ્રારંભિક ગાળામાં જ ગ્રંથ શબ્દનો પ્રયોગ છે. વીસમી ગાથામાં “ યાડડસિયાવાય વિયારેજ્ઞા' એવો ઉલ્લેખ છે. તેનો અર્થ એવો છે કે ભિક્ષુએ કોઈને આશીર્વાદ ન આપવો જોઈએ. અહીં “શિ શબ્દનું પ્રાકૃત રૂપ “આસિયા' અથવા “સિગા' થયું છે, જેવી રીતે “’િ શબ્દનું પ્રાકૃત રૂપ “સરિયા” અથવા “ત્રિા’ થાય છે. આચાર્ય હેમચંદ્ર આના માટે સ્પષ્ટનિયમ બનાવ્યો છે જે “ત્રિયમ્ સત્ વિદ્યુત:” (૮.૧.૧૫) સૂત્ર દ્વારા પ્રગટ થાય છે. આમ હોવા છતાં પણ કેટલાક વિદ્વાનો આનો અર્થ એમ કરે છે કે ભિક્ષુએ અસ્યાદ્વાદયુક્ત વચનોનો પ્રયોગ ન કરવો જોઈએ. આ બરાબર નથી. પ્રસ્તુત ગાથામાં સ્યાદ્વાદ અથવા અસ્યાદ્વાદનો કોઈ ઉલ્લેખ નથી અને નત્યાં આ પ્રકારનો કોઈ પ્રસંગ પણ છે. વૃત્તિકારે પણ આનો અર્થ આશીર્વાદના નિષેધરૂપે જ કર્યો છે. આદાન અથવા આદાનીયઃ - પંદરમા અધ્યયનનાં ત્રણ નામો છેઃ આદાન અથવા આદાનીય, સંકલિકા અથવા શૃંખલા અને જમતીત અથવા યમકીય. નિર્યુક્તિકારનું કથન છે કે આ અધ્યયનની ગાથાઓમાં જે પદ પહેલી ગાથાના અંતમાં આવે છે તે જ બીજી ગાથાની શરૂઆતમાં આવે છે અર્થાત્ જે પદનું આદાન પ્રથમ પદ્યના અંતમાં છે તેનું જ આદાન દ્વિતીય પદ્યના પ્રારંભમાં છે તેથી કરીને તેનું નામ આદાન અથવા આદાનીય છે. વૃત્તિકાર કહે છે કે કેટલાક લોકો આ અધ્યયનને સંકલિકા નામથી ઓળખાવે છે. તેના પ્રથમ પદ્યનું અંતિમ વચન અને દ્વિતીય પદ્યનું આદિ વચન સાંકળની માફક જોડાયેલ છે અર્થાત્ તે બંનેની કડીઓ એકસમાન છે તેથી તેનું નામ સંકલિકા અથવા શૃંખલા છે. અધ્યયનનો આદિ શબ્દ જમતીત–= અતીતં છે તેથી તેનું નામ ગમતીત છે અથવા આ અધ્યયનમાં યમક અલંકારનો પ્રયોગ થયો છે. આથી તેનું નામ યમકિય છે, જેનું આર્ષપ્રાકૃતરૂપ ગમે છે. નિર્યુક્તિકારે આનું નામ આદાન અથવા આદાનીય બતાવ્યું છે. બીજા બે નામો વૃત્તિકારે બતાવ્યાં છે.
આ અધ્યયનમાં વિવેકની દુર્લભતા, સંયમના સુપરિણામો, ભગવાન મહાવીર અથવા વીતરાગ પુરુષનો સ્વભાવ, સંયમી મનુષ્યની જીવનપદ્ધતિ વગેરેનું નિરૂપણ છે. આમાં વિશેષ નામ અર્થાત્ વ્યક્તિવાચક નામરૂપે ત્રણ વાર “મહાવીર' શબ્દનો તથા એક વાર કાશ્યપ” શબ્દનો ઉલ્લેખ થયો છે. અહીં “કાશ્યપ' શબ્દ પણ ભગવાન મહાવીરનો જ સૂચક છે. આમાં ૨૫ ગાથાઓ છે. અન્ય અધ્યયનોની માફક આમાં પણ ચૂર્ણિસંમત અને વૃત્તિસંમત વાચનામાં ભેદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org