________________
૧૯૪
અંગઆગમ
સૂત્રકૃતાંગનો પરિચય આપતાં ક્રિયાવાદી મતોના ૩૬૩ ભેદોનો માત્ર એક સંખ્યારૂપે નિર્દેશ કરવામાં આવ્યો છે. આ ભેદો કયા કયા છે તે બારામાં ત્યાં કંઈ કહેવાયું નથી. સૂત્રકૃતાંગની નિયુક્તિમાં ક્રિયાવાદીના ૧૮૦, અક્રિયાવાદીના ૮૪, અજ્ઞાનવાદીના ૬૭ અને વિનયવાદીના ૩૨ એમ બધા મળી કુલ ૩૬૩ ભેદોની સંખ્યા બતાવવામાં આવી છે. આ ભેદો કઈ રીતે થયા છે અને તેમના નામો કયા છે તે વિષયમાં નિર્યુક્તિકારે કોઈ ખુલાસો કર્યો નથી. ચૂર્ણિકાર અને વૃત્તિકારે આ ભેદોની નામપૂર્વક ગણતરી કરી છે.
પ્રસ્તુત અધ્યયનના પ્રારંભમાં ક્રિયાવાદ વગેરે સંબંધી ચાર વાદીઓનો નામોલ્લેખ છે. અહીં એમ બતાવવામાં આવ્યું છે કે સમવસરણ ચાર જ છે, અધિક નહિ. દ્વિતીય ગાથામાં અજ્ઞાનવાદનું નિરસન છે. સૂત્રકાર કહે છે કે અજ્ઞાનવાદી આમ તો કુશલ છે પરંતુ ધર્મોપાય માટે અકુશલ છે. તેમનામાં વિચાર કરવાની પ્રવૃત્તિનો અભાવ છે. અજ્ઞાનવાદ શું છે અર્થાત્ અજ્ઞાનવાદીઓની માન્યતાનું સ્વરૂપ શું છે તેનું સ્પષ્ટ અને પૂર્ણતયાનિરૂપણ ન તો સૂત્રકારે કર્યું છે કે ન કોઈ ટીકાકારે. જેવી રીતે સૂત્રકારે નિરસનને પ્રધાનતા આપી છે તેવી જ રીતે ટીકાકારોએ પણ તે જ શૈલી અપનાવી છે. પરિણામે બૌદ્ધો સુદ્ધાં અજ્ઞાનવાદીઓની કક્ષામાં મુકાવા લાગ્યા. ત્રીજી ગાથામાં વિનયવાદીઓનું નિરસન છે. ચોથી ગાથાનો પૂર્વાર્ધ વિનયવાદ સંબંધી છે અને ઉત્તરાર્ધ અક્રિયાવાદ સંબંધી છે. પાંચમી ગાથામાં અક્રિયાવાદીઓ પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તે લોકો અમારા દ્વારા પ્રસ્તુત તર્કનો કોઈ સ્પષ્ટ ઉત્તર આપી શકતા નથી, મિશ્રભાષા દ્વારા છૂટકારો મેળવવાની કોશિશ કરે છે, ઉન્મત્તની માફક બોલે છે અથવા ગૂંગણાની જેમ ચોખ્ખો જવાબ આપી શકતા નથી. છઠ્ઠી ગાથામાં અને પ્રકારના અક્રિયાવાદીઓને સંસારમાં ભ્રમણ કરનારા બતાવવામાં આવ્યા છે. સાતમી ગાથામાં અક્રિયાવાદની માન્યતા આ રીતે બતાવી છે:- સૂર્યનો ઉદય નથી થતો, સૂર્યનો અસ્ત પણ નથી થતો; ચંદ્ર વધતો નથી, ચંદ્ર ઘટતો પણ નથી; નદીઓ પર્વતોમાંથી નીકળતી નથી; વાયુ વહેતો નથી. આ રીતે આ સંપૂર્ણ લોક નિયત છે, વંધ્ય છે, નિષ્ક્રિય છે. અગિયારમી ગાથામાં કહેવામાં આવ્યું છે કે અહીં જે ચાર સમવસરણ અર્થાત્ વાદો બતાવવામાં આવ્યા છે તેમનું તથાગત પુરષો એટલે કે તીર્થકરોએ લોકનું યથાર્થ સ્વરૂપ સમજીને જ પ્રતિપાદન કર્યું છે અને અન્ય વાદોનું નિરસન કરતાં ક્રિયાવાદની પ્રતિષ્ઠા કરી છે. તેમણે બતાવ્યું છે કે જે કંઈ દુઃખ-કર્મ છે તે અન્યકૃત નથી પરંતુ સ્વકૃત છે અને વિજ્ઞા' અર્થાત્ જ્ઞાન તથા “વરી' અર્થાત્ ચારિત્રરૂપ ક્રિયા એ બંને દ્વારા મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. આ ગાથામાં માત્ર જ્ઞાન દ્વારા અથવા માત્ર ક્રિયા દ્વારા મુક્તિ માનનારાઓનું નિરસન છે. આગળની ગાથાઓમાં સંસાર અને તદૂગત આસક્તિનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org