________________
સૂત્રકૃતાંગ
૧૯૩ માર્ગોની બાબતમાં કંઈ કહેવાયું નથી પરંતુ જેના વડે આત્માને સમાધિ પ્રાપ્ત થાયશાંતિ મળે તે જ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે. આવો માર્ગ જ્ઞાનમાર્ગ, દર્શનમાર્ગ, ચારિત્રમાર્ગ અને તપોમાર્ગ કહેવાય છે. સંક્ષેપમાં તેનું નામ સંયમમાર્ગ અથવા સદાચારમાર્ગ છે. આ આખા અધ્યયનમાં આહારશુદ્ધિ, સદાચાર, સંયમ, પ્રાણાતિપાતવિરમણ વગેરે પર પ્રકાશ પાડવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે પ્રાણોની પરવા કર્યા વિના આ બધાનું પાલન કરવું જોઈએ. દાનાદિ પ્રવૃત્તિઓનું શ્રમણે ન તો સમર્થન કરવું જોઈએ કે ન નિષેધ; કેમ કે જો તે કહે કે આ પ્રવૃત્તિમાં ધર્મ છે અથવા પુણ્ય છે તો તેમાં થનારી હિંસાનું સમર્થન થાય છે. જેથી પ્રાણીઓની રક્ષા થઈ શકતી નથી અને જો તે કહે કે આ પ્રવૃત્તિમાં ધર્મ નથી અથવા પુણ્ય નથી તો જેને સુખ પહોંચાડવા માટે આ પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને સુખપ્રાપ્તિમાં અંતરાય આવે છે જેથી પ્રાણીઓનું કષ્ટ વધે છે. આવી સ્થિતિમાં શ્રમણ માટે આ પ્રકારની પ્રવૃત્તિઓ પ્રત્યે ઉપેક્ષાભાવ અથવા મૌન રાખવું જ શ્રેષ્ઠ છે. સમવસરણ:
બારમા અધ્યયનનું નામ સમવસરણ છે. આ અધ્યયનમાં ૨૨ ગાથાઓ છે. ચૂર્ણિસંમત વાચના અને વૃત્તિસંમત વાચનામાં પાઠભેદ છે. દેવાદિત સમવસરણ અથવા સમોસરણ અહીં વિવક્ષિત નથી. આનો શબ્દાર્થ નિર્યુક્તિકાર સંમેલન અથવા મિલન એટલે કે એકત્ર થવું એવો કર્યો છે. ચૂર્ણિકારે અને વૃત્તિકારે પણ આ અર્થનું સમર્થન કર્યું છે. આ જ અર્થ અહીં અભીષ્ટ છે. સમવસરણ નામક પ્રસ્તુત અધ્યયનમાં વિવિધ મત પ્રવર્તકો અથવા મતોનું સંમેલન છે. આ મતપ્રવર્તકો છે–ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી. ક્રિયાને માનનારા ક્રિયાવાદી કહેવાય છે. તેઓ આત્મા, કર્મફળ વગેરેને માને છે. અક્રિયાને માનનારા અક્રિયાવાદી કહેવાય છે. તેઓ આત્મા, કર્મફળ વગેરેનું અસ્તિત્વ માનતા નથી. અજ્ઞાનને માનનારા અજ્ઞાનવાદી કહેવાય છે. તેઓ જ્ઞાનની ઉપયોગિતા સ્વીકારતા નથી. વિનયને માનનારા વિનયવાદી કહેવાય છે. તેઓ કોઈપણ મતની નિંદા નથી કરતા બલ્ક સમસ્ત પ્રાણીઓનો વિનયપૂર્વક આદર કરે છે. વિનયવાદી લોકો ગધેડાથી માંડી ગાય સુધી તથા ચાંડાળથી માંડી બ્રાહ્મણ સુધીના બધા સ્થળચર, જળચર અને ખેચર પ્રાણીઓને નમસ્કાર કરતા રહે છે. આ જ તેમનો વિનયવાદ છે. પ્રસ્તુત અધ્યયનમાં માત્ર આ ચાર મતો અર્થાત્ વાદોનો જ ઉલ્લેખ છે. સ્થાનાંગસૂત્રમાં અક્રિયાવાદીઓના આઠ
પ્રકાર બતાવવામાં આવ્યા છે : એકવાદી, અનેકવાદી, મિતવાદી, નિર્મિતવાદી, • સુખવાદી, સમુચ્છેદવાદી, નિયતવાદી તથા પરલોકાભાવવાદી. સમવાયાંગમાં . ૧. વિશેષ માટે જુઓ-સ્થાનાંગ-સમવાયાંગ(ગુજ.ભાષાં.)–પં. દલસુખ માલવણિયા, પૃ.
૪૪૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org