________________
૧૯૨
અંગઆગમ
આ બધાં ધૂર્તીદાન અર્થાત્ ધૂર્તતાનાં આયતનો છે. આ ઉપરાંત ધાવન, રંજન, વમન, વિરેચન, સ્નાન, દંતપ્રક્ષાલન, હસ્તકર્મ આદિ દૂષિત પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરતાં સૂત્રકારે આહારસંબંધી અને અન્ય પ્રકારનાં કેટલાંક દૂષણો પણ ગણાવ્યાં છે. ભિક્ષુઓએ તેમનું આચરણ ન કરવું જોઈએ, એવું નિગ્રંથ મહામુનિ મહાવીરે કહ્યું છે. ભાષા કેવી બોલવી જોઈએ તે વિશે પણ સૂત્રકારે પ્રકાશ પાડ્યો છે. સમાધિ:
દસમા અધ્યયનનું નામ સમાધિ છે. આ અધ્યયનમાં ૨૪ ગાથાઓ છે. સમાધિનો અર્થ છે તુષ્ટિ–સંતોષ-પ્રમોદ–આનંદ. નિર્યુક્તિકારે દ્રવ્યસમાધિ, ક્ષેત્રસમાધિ, કાલસમાધિ અને ભાવસમાધિનું સ્વરૂપ બતાવ્યું છે. જે ગુણો વડે જીવનમાં સમાધિલાભ થાય તે ગુણો ભાવસમાધિ કહેવાય છે. આ ભાવસમાધિ જ્ઞાનસમાધિ, દર્શનસમાધિ, ચારિત્રસમાધિ અને તપસમાધિરૂપ છે. પ્રસ્તુત અધ્યયનમાં આ ભાવસમાધિ અર્થાત્ આત્મપ્રસન્નતાની પ્રવૃત્તિ સંબંધમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે. સંપૂર્ણ અધ્યયનમાં કોઈ પણ પ્રકારનો સંચય ન કરવો, સમસ્ત પ્રાણીઓ સાથે આત્મવત્ વ્યવહાર કરવો, બધા પ્રકારની પ્રવૃત્તિમાં હાથ-પગ વગેરેને સંયમમાં રાખવા, કોઈપણ અદત્ત વસ્તુ ગ્રહણ ન કરવી વગેરે સદાચારના નિયમોના પાલન વિશે વારંવાર કહેવામાં આવ્યું છે. સૂત્રકારે ફરી ફરી એ વાતનું સમર્થન કર્યું છે કે સ્ત્રીઓમાં આસક્ત રહેનારા તથા પરિગ્રહમાં મમત્વ રાખનારા શ્રમણો સમાધિ પ્રાપ્ત કરી શકતા નથી. આથી સમાધિપ્રાપ્તિ માટે એ અનિવાર્ય છે કે સ્ત્રીઓમાં આસક્તિ ન રાખવામાં આવે, મૈથુનક્રિયાથી દૂર રહેવામાં આવે અને પરિગ્રહમાં મમત્વ ન રાખવામાં આવે. એકાંત ક્રિયાવાદ અને એકાંત અક્રિયાવાદને અજ્ઞાનમૂલક બતાવતાં સૂત્રકારે કહ્યું છે કે એકાંત ક્રિયાવાદનું અનુસરણ કરનારાઓ તથા એકાંત અક્રિયાવાદનું અનુસરણ કરનારાઓ બંનેય વાસ્તવિક ધર્મ અથવા સમાધિથી ઘણાં દૂર છે. માર્ગ:
માર્ગ નામે અગિયારમા અધ્યયનનો વિષય સમાધિ નામના દસમા અધ્યયનના વિષય સાથે મળતો છે. તેની ગાથાસંખ્યા ૩૮ છે. ચૂર્ણિસંમત વાચના અને વૃત્તિસંમત વાચનામાં પાઠભેદ છે. આ અધ્યયનના વિવેચનના પ્રારંભમાં નિર્યુક્તિકારે “માર્ગ શબ્દનો વિવિધ પ્રકારે અર્થ કર્યો છે અને માર્ગના અનેક પ્રકાર બતાવ્યા છે, જેમ કે ફલકમાર્ગ (પટ્ટમાર્ગ), લતામાર્ગ, આંદોલકમાર્ગ (શાખામાર્ગ), વેત્રમાર્ગ, રજજુમાર્ગ, દવનમાર્ગ (વાહનમાર્ગ), બિલમાર્ગ, પાશમાર્ગ, કીલકમાર્ગ, અજમાર્ગ, પક્ષીમાર્ગ, છત્રમાર્ગ, જલમાર્ગ, આકાશમાર્ગ. આ બધા બાહ્ય માર્ગો છે. પ્રસ્તુત અધ્યયનમાં આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org