________________
સૂત્રકૃતાંગ
૧૯૧
માટે મંત્ર વગેરે શીખે છે. એ જ રીતે અકર્મવીર્ય–પંડિતવીર્યનું વિવેચન કરતી વેળાએ કહેવામાં આવ્યું છે કે આ વીર્યમાં સંયમની પ્રધાનતા છે. જેમ જેમ પંડિતવીર્ય વધતું જાય છે તેમ તેમ સંયમ વધતો જાય છે અને પૂર્ણ સંયમ પ્રાપ્ત થતાં નિર્વાણરૂપ અક્ષય સુખ મળે છે. આ જ પંડિતવીર્ય અથવા અકર્મવીર્યનો સાર છે. બાલવીર્ય અથવા કર્મવીર્યનું પરિણામ આનાથી અવળું હોય છે. તેનાથી દુઃખ વધે છે–સંસાર વધે છે. ધર્મઃ
ધર્મનામે નવમા અધ્યયનનું વ્યાખ્યાન કરતાં નિર્યુક્તિકાર વગેરેએ “ધર્મ' શબ્દનો અનેક રૂપોમાં પ્રયોગ કર્યો છે, જેમ કે–કુલધર્મ, નગરધર્મ, ગ્રામધર્મ, રાષ્ટ્રધર્મ, ગણધર્મ, સંઘધર્મ, પાખંડધર્મ, ધૃતધર્મ, ચારિત્રધર્મ, ગૃહસ્થધર્મ, પદાર્થધર્મ, દાનધર્મ વગેરે. અથવા સામાન્યપણે ધર્મ બે પ્રકારનો છેઃ લૌકિક ધર્મ અને લોકોત્તર ધર્મ જૈન પરંપરા અથવા જૈન પ્રણાલી સિવાય બધા ધર્મો, માર્ગો અથવા સંપ્રદાયો લૌકિક ધર્મમાં સમાવિષ્ટ છે. જૈન પ્રણાલીની દૃષ્ટિએ પ્રવર્તિત સમસ્ત આચાર-વિચાર લોકોત્તરધર્મમાં સમાવિષ્ટ થાય છે. પ્રસ્તુત અધ્યયનમાં લોકોત્તરધર્મનું નિરૂપણ છે. આમાં ચૂર્ણિની વાચના અનુસાર ૩૭ ગાથાઓ છે જ્યારે વૃત્તિની વાચના અનુસાર ગાથાઓની સંખ્યા ૩૬ છે. ગાથાઓની વાચનામાં પણ ચૂર્ણિ અને વૃત્તિની દૃષ્ટિમાં ઘણો તફાવત છે.
પ્રથમ ગાથાના પૂર્વાર્ધમાં પ્રશ્ન છે કે મતિમાન બ્રાહ્મણોએ કયો અને કેવો ધર્મ બતાવ્યો છે ? ઉત્તરાર્ધમાં ઉત્તર છે કે જિનપ્રભુએ–અહંતોએ જે આર્જવરૂપ– અકપટરૂપ ધર્મનું પ્રતિપાદન કર્યું છે તે મારા દ્વારા સાંભળો. આગળ બતાવવામાં આવ્યું છે કે લોકો આરંભ વગેરે દૂષિત પ્રવૃત્તિઓમાં ફસાયેલા રહે છે તેઓ આ લોક તથા પરલોકમાં દુ:ખથી મુક્તિ મેળવી શકતા નથી. આથી નિર્મમતારૂપ અને નિરહંકારરૂપ ઋજુધર્મનું આચરણ કરવું જોઈએ કે જે પરમાર્થાનુગામી છે. શ્રમણધર્મના દૂષણરૂપ કેટલાંક આદાન પ્રસ્તુત અધ્યયનમાં આ પ્રમાણે ગણાવાયાં છે :
૧. અસત્ય વચન ૨. બહિદ્ધા અર્થાત્ પરિગ્રહ અને અબ્રહ્મચર્ય ૩. અદત્તાદાન અર્થાત્ ચૌર્ય ૪. વક્રતા અર્થાત્ માયા–કપટ–પરિકુંચન–પલિઉંચણ ૫. લોભ-ભજન-ભયણ ૬. ક્રોધ સ્પંડિલ–ચંડિલ ૭“માન–ઉઠ્ઠયણ–ઉસ્સયણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org