________________
અંગઆગમ
ભયંકર વેદનાઓ સાંભળીને ધીરપુરુષો જરા પણ હિંસક પ્રવૃત્તિ ન કરે, અપરિગ્રહી બને અને નિર્લોભવૃત્તિનું સેવન કરે—આ જ આ અધ્યયનનો ઉદ્દેશ્ય છે. વૈદિક, બૌદ્ધ અને જૈન આ ત્રણે પરંપરાઓમાં નરકના મહાભયોનું વર્ણન છે. આથી પ્રતીત થાય છે કે નરકવિષયક આ કલ્પના અતિ પ્રાચીનકાળથી ચાલી આવી રહી છે. યોગસૂત્રના વ્યાસભાષ્યમાં છ મહાનરકોનું વર્ણન છે. ભાગવતમાં અઠ્યાવીસ નરકો ગણાવવામાં આવ્યા છે. બૌદ્ધ પરંપરાના પિટક ગ્રંથરૂપ સુત્તનિપાતમાં કોકાલિય નામક સુત્તમાં નરકોનું વર્ણન છે. આ વર્ણન પ્રસ્તુત અધ્યયનના વર્ણન સાથે ઘણું બધું મળતું આવે છે. અભિધર્મકોશના તૃતીય કોશસ્થાનના પ્રારંભમાં આઠ નરકોનાં નામો આપવામાં આવ્યાં છે. આ બધાં સ્થળો જોવાથી જાણી શકાય છે કે ભારતીય પરંપરાની ત્રણેય શાખાઓનું નરકવર્ણન એકબીજા સાથે ઘણું મળતું આવે છે. એટલું જ નહિ, તેમની શબ્દાવલી પણ ઘણીબધી સરખી છે.
વીરસ્તવઃ
ષષ્ઠ અધ્યયનમાં વી૨ વર્ધમાનની સ્તુતિ કરવામાં આવી છે એટલે આ અધ્યયનનું નામ વી૨સ્તવ રાખવામાં આવ્યું છે. આમાં ૨૯ ગાથાઓ છે. ભગવાન મહાવીરનું મૂળ નામ તો વર્ધમાન છે, પરંતુ તેમની અસાધારણ વીરતાને કારણે તેમની ખ્યાતિ વીર અથવા મહાવીરરૂપે થઈ છે. એટલા માટે પ્રસ્તુત અધ્યયનમાં પ્રખ્યાત નામ ‘મહાવીર’ દ્વારા સ્તુતિ કરવામાં આવી છે. આ અધ્યયનની નિર્યુક્તિમાં સ્તવ અથવા સ્તુતિ કેવી કેવી પ્રવૃત્તિ દ્વારા થાય છે તેની બાહ્ય અને આત્યંતરિક બંને રીતો બતાવવામાં આવી છે. આ અધ્યયનમાં પણ પહેલાંના અધ્યયનોની માફક ચૂર્ણિસંમત વાચના અને વૃત્તિસંમત વાચનામાં ઘણું અંતર છે. ત્રીજી ગાથામાં મહાવીરનો જે વિશેષણો દ્વારા પરિચય કરાવાયો છે તે આ પ્રમાણે છે : દ્વેયન્ન, સત્ત, બાલુવન્ન, અનંતનાળી, અનંતવંશી. ખયજ્ઞ અર્થાત્ ક્ષેત્રજ્ઞ અથવા ખેદજ્ઞ. ક્ષેત્રજ્ઞનો અર્થ છે આત્માના સ્વરૂપનું યથાવસ્થિત જ્ઞાન ધારણ કરનાર આત્મજ્ઞ અથવા ક્ષેત્ર એટલે કે આકાશ તેને જાણનાર અર્થાત્ લોકાલોકરૂપ આકાશના સ્વરૂપના જ્ઞાતા ક્ષેત્રજ્ઞ કહેવાય છે. ખેદજ્ઞનો અર્થ છે સંસારીઓના ખેદ અર્થાત્ દુઃખને જાણનારા, ભગવદ્ગીતામાં ‘ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ’ નામે એક આખો અધ્યાય છે. તેમાં ૩૪ શ્લોકો દ્વારા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સ્વરૂપ વિષયે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. ભગવાન મહાવીર માટે પ્રયુક્ત ‘ક્ષેત્રજ્ઞ’ વિશેષણની વ્યાખ્યા જો ગીતાના આ અધ્યાય અનુસાર ક૨વામાં આવે તો અધિક ઉચિત થશે. આ વ્યાખ્યાથી જ ભગવાનની ખાસ વિશેષતાઓનો પત્તો લાગી શકે છે. કુશલ, આશુપ્રજ્ઞ, અનંતજ્ઞાની અને અનંતદર્શીનો અર્થ સુપ્રતીત છે. પાંચમી ગાથામાં ભગવાનના ધૃતિગુણનું વર્ણન છે. ભગવાન ધૃતિમાન છે, સ્થિતાત્મા છે, નિરામગંધ છે, ગ્રંથાતીત
૧૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org