________________
સૂત્રકૃતાંગ
૧૮૭
આવ્યું છે કે સ્ત્રીઓ વિશ્વસનીય નથી. તેઓ મનમાં કંઈ બીજું જ વિચારે છે, મોઢેથી કંઈ બીજું જ બોલે છે અને પ્રવૃત્તિ કંઈ બીજી જ કરે છે. એ રીતે સ્ત્રીઓ અતિ માયાવી છે. શ્રમણે સ્ત્રીઓનો વિશ્વાસ ક્યારેય ન કરવો જોઈએ. આ વિષયમાં સહેજ પણ અસાવધાની રાખતાં શ્રમણત્વનો વિનાશ થઈ શકે છે. પ્રસ્તુત અધ્યયનમાં સ્ત્રીઓની જે નિંદા કરવામાં આવી છે તે એકાંગી છે. વાસ્તવમાં શ્રમણની ભ્રષ્ટતાનું મુખ્ય કારણ તો તેની પોતાની વાસના જ છે. સ્ત્રી તે વાસનાને ઉત્તેજિત કરવામાં નિમિત્તકારણ જરૂર બની શકે છે. આમેય બધી સ્ત્રીઓ એક જેવી નથી હોતી. સંસારમાં એવી અનેક સ્ત્રીઓ થઈ છે જે પ્રાતઃસ્મરણીય છે. અને વળી સ્ત્રીઓમાં જેમ દોષો જોવા મળે છે તેમ જ પુરુષોમાં પણ દોષોની કમી નથી. આવી સ્થિતિમાં માત્ર સ્ત્રી પર દોષારોપણ કરવું ઉચિત નથી. નિર્યુક્તિકારે આ તથ્યનો સ્વીકાર કર્યો છે અને કહ્યું છે કે જે દોષો સ્ત્રીઓમાં છે તે જ પુરુષોમાં પણ છે. આથી સાધક શ્રમણે સંપૂર્ણપણે સાવધાન રહેવું જોઈએ. પતનનું મુખ્ય કારણ તો પોતાના દોષો જ છે. સ્ત્રી અથવા પુરુષ તો તેમાં માત્ર નિમિત્ત છે. જેવી રીતે સ્ત્રીના પરિચયમાં આવવાથી પુરુષમાં દોષો ઉત્પન્ન થાય છે તેવી જ રીતે પુરુષના પરિચયમાં આવતાં સ્ત્રીમાં પણ દોષો ઉત્પન્ન થાય છે. આથી વૈરાગ્યમાર્ગમાં સ્થિત શ્રમણ અને શ્રમણી બંનેએ સાવધાની રાખવી જોઈએ. જો આમ છે તો પછી આ અધ્યયનનું નામ “સ્ત્રીપરિજ્ઞા' જ શા માટે રાખ્યું? “પુરુષપરિજ્ઞા પણ રાખવું જોઈતું હતું. આ પ્રશ્નનું સમાધાન કરતાં ચૂર્ણિકાર અને વૃત્તિકાર કહે છે કે “પુરિસોત્તોિ ધો' અર્થાત્ ધર્મ પુરુષપ્રધાન છે આથી પુરુષના દોષો બતાવવા ઠીક નથી. ધર્મપ્રવર્તક પુરુષો હોય છે આથી પુરુષને ઉત્તમ માનવામાં આવેલ છે. આ ઉત્તમતાને કલંકિત ન કરવા માટે જ પ્રસ્તુત અધ્યયનનું નામ “પુરુષપરિજ્ઞા' ન રાખતાં “સ્ત્રીપરિજ્ઞા' રાખવામાં આવ્યું. વ્યાવહારિક દષ્ટિએ ટીકાકારોનું આ સમાધાન ઠીક છે, પારમાર્થિક દૃષ્ટિએ નહિ. સૂત્રકારે પ્રસ્તુત અધ્યયનમાં પ્રસંગવશ ગૃહસ્થોપયોગી અનેક વસ્તુઓ તથા બાલોપયોગી અનેક રમકડાંના નામો પણ ગણાવ્યાં છે. નરકવિભક્તિઃ
પંચમ અધ્યયનનું નામ નરકવિભક્તિ છે. ચતુર્થ અધ્યયનમાં આવેલ સ્વીકૃત ઉપસર્ગોમાં ફસાયેલાઓ નરકગામી બને છે. નરકવિભક્તિ અધ્યયનના બે ઉદ્દેશકો છે. પ્રથમ ઉદ્દેશકમાં ૨૭ ગાથાઓ છે અને બીજામાં ૨૫. એમાં એમ બતાવવામાં આવ્યું છે નરકના વિભાગોમાં એટલે કે નરકના જુદા જુદા સ્થાનોમાં કેવા કેવા ભયંકર કષ્ટો ભોગવવા પડે છે અને કેવી કેવી અસાધારણ યાતનાઓ સહન કરવી પડે છે. જે લોકો પાપી છે–હિંસક છે, અસત્યભાષી છે, ચોર છે, લૂંટારા છે, મહાપરિગ્રહી છે, અસદાચારી છે તેમણે આ પ્રકારના નરકવાસોમાં જન્મ લેવો પડે છે. નરકની આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org