SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ અંગઆગમ કેટલાક શિથિલ શ્રમણો એમ કહે છે કે સુખ દ્વારા સુખ પ્રાપ્ત કરી શકાય છે. આથી સુખ પ્રાપ્ત કરવા માટે કષ્ટ સહન કરવાની આવશ્યકતા નથી. જે લોકો સુખપ્રાપ્તિ માટે તપરૂપી કષ્ટ વેઠે છે તેઓ ભ્રમમાં છે. ચૂર્ણિકારે આ મત શાક્યો અર્થાતુ બૌદ્ધોનો માન્યો છે. વૃત્તિકારે પણ આવું જ સમર્થન કર્યું છે અને કહ્યું છે કે લોચ વગેરેના કષ્ટથી સંતપ્ત કેટલાક સ્વયૂથ્ય અર્થાત જૈન શ્રમણો પણ આ પ્રમાણે કહેવા લાગે છે “પ્રવે શાક્યાયઃ સ્વપૂથ્ય વા નોવાદ્રિના ૩પતા: ' ચૂર્ણિકાર અને વૃત્તિકારની એવી માન્યતા છે કે “સુખથી સુખ મળે છે એ મત બૌદ્ધોનો છે, એ સાચું, પરંતુ બુદ્ધના પ્રવચનમાં પણ તપ, સંવર, અહિંસા અને ત્યાગનો મહિમા છે. હા, એટલું જરૂર છે કે તેમાં ઘોરાતિઘોરતમ તપનું સમર્થન નથી. વિશુદ્ધિમગ્ન અને ધમ્મપદ જોવાથી આ વાત સ્પષ્ટ થઈ જાય છે. આગળની ગાથાઓમાં તો આનાથી પણ વધુ ભયંકર હેત્વાભાસો વડે અનુકૂળ તર્ક લગાડીને વાસનાતૃપ્તિરૂપ સુખકર-અનુકૂળ ઉપસર્ગો ઉત્પન્ન કરવામાં આવ્યા છે. નવમી અને દસમી ગાથામાં બતાવવામાં આવ્યું છે કે કેટલાક અનાર્ય પાસત્ય (પાર્શ્વસ્થ અથવા પાશ0) જે સ્ત્રીઓને વશીભૂત છે તથા જિનશાસનથી વિમુખ છે, તેઓ એમ કહે છે કે જેવી રીતે ફોલ્લો દબાવીને સાફ કરવાથી શાંતિ મળે છે તેવી જ રીતે પ્રાર્થના કરનારી સ્ત્રીની સાથે સંભોગ કરવામાં કોઈ દોષ નથી. જે પ્રકારે ઘેટું પોતાના ઘૂંટણ પાણીમાં નમાવીને પાણી ગંદુ કર્યા વિના ધીરે ધીરે સ્થિરતાપૂર્વક પીવે છે તે જ રીતે રાગરહિત ચિત્તવાળો મનુષ્ય પોતાના ચિત્તને દૂષિત કર્યા વિના સ્ત્રી સાથે સંભોગ કરે છે આમાં કોઈ દોષ નથી. વૃત્તિકારે આ પ્રકારની માન્યતા ધારણ કરનારાઓમાં નીલવઢવાળા બૌદ્ધવિશેષો, નાથવાદિક મંડલમાં પ્રવિષ્ટ શૈવવિશેષો અને સ્વયૂથિક કુશીલ પાર્શ્વસ્થોનો સમાવેશ કર્યો છે. આ ગાથાઓ પરથી સ્પષ્ટ થાય છે કે જૈનેતર ભિક્ષુઓની માફક કેટલાક જૈન શ્રમણો–શિથિલ ચૈત્યવાસીઓ પણ સ્ત્રીસંસર્ગનું સેવન કરવા લાગ્યા હતા. આ પ્રકારના લોકોને પૂતનાની ઉપમા આપતાં સૂત્રકારે કહ્યું છે કે જેવી રીતે પિશાચિની પૂતના નાના બાળકોમાં આસક્ત રહે છે તેવી જ રીતે આ મિથ્યાદૃષ્ટિવાળાઓ સ્ત્રીઓમાં આસક્ત રહે છે. સ્ત્રી પરિજ્ઞાઃ સ્ત્રીપરિજ્ઞા નામે ચતુર્થ અધ્યયનના બે ઉદ્દેશકો છે. પહેલા ઉદ્દેશકમાં ૩૧ અને બીજામાં ૨૨ ગાથાઓ છે. સ્ત્રીપરિજ્ઞાનો અર્થ છે સ્ત્રીઓના સ્વભાવનું બધી જાતનું જ્ઞાન. આ અધ્યયનમાં એમ બતાવવામાં આવ્યું છે કે સ્ત્રીઓ શ્રમણોને કેવી રીતે ફસાવે છે અને કેવી રીતે તેમને પોતાના ગુલામ સુદ્ધાં બનાવી દે છે. એમાં ત્યાં સુધી કહેવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy