________________
સૂત્રકૃતાંગ
૧૮૫
સંયત ભિક્ષઓ સામે કોઈની સાથે વાદવિવાદ કરવાનો પ્રસંગે ઉપસ્થિત થાય છે ત્યારે તેમણે કોઈની ય સાથે વિરોધભાવ કે ક્લેશ ન થાય તે રીતે તર્ક અને યુક્તિનો બહુગુણયુક્ત માર્ગ સ્વીકાર કરવો જોઈએ. પ્રસ્તુત ઉદેશકની સોળમી ગાથામાં કહેવામાં આવ્યું છે કે પ્રતિવાદીઓની એ માન્યતા છે કે દાનાદિ ધર્મની પ્રજ્ઞાપના આરંભસમારંભમાં પડેલ ગૃહસ્થોની શુદ્ધિ માટે છે, ભિક્ષુઓ માટે નહિ તે બરાબર નથી. પૂર્વપુરુષોએ આ જ દૃષ્ટિએ અર્થાત્ ગૃહસ્થોની જ શુદ્ધિની દષ્ટિએ દાનાદિકનું કોઈ નિરૂપણ કર્યું નથી. ચૂર્ણિકારે અહીં માત્ર એટલું જ લખ્યું છે કે આ પ્રવૃત્તિનો પહેલાં કોઈ નિષેધ કરવામાં આવ્યો નથી, જ્યારે વૃત્તિકારે આ કથનને થોડુંક વધાર્યું છે અને કહ્યું છે કે સર્વજ્ઞ પુરુષોએ પ્રાચીનકાળમાં એવી કોઈ વાત કરી નથી. આ ચર્ચા વૃત્તિકારના કથન અનુસાર દિગંબરપક્ષીય ભિક્ષુઓ અને શ્વેતાંબર પરંપરાના સાધુઓની વચ્ચે છે. વૃત્તિકારનું આ કથન યોગ્ય જણાય છે.
ચતુર્થ ઉદેશકમાં બધી મળી ૨૨ ગાથાઓ છે. આ ઉદ્દેશકના વિષય સંબંધમાં નિર્યુક્તિકાર કહે છે કે કેટલાક શ્રમણો કુતર્ક અર્થાત્ હેત્વાભાસ દ્વારા અનાચારરૂપ પ્રવૃત્તિઓને આચારમાં સમાવિષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે અને જાણી જોઈને અનાચારમાં ફસાવાનો ઉપસર્ગ ઉત્પન્ન કરે છે. પ્રસ્તુત ઉદ્દેશકમાં આ જ પ્રકારના ઉપસર્ગોનું વર્ણન
પ્રથમ ચાર ગાથાઓમાં બતાવવામાં આવ્યું છે કે કેટલાક શિથિલ શ્રમણો એમ કહેવા લાગે છે કે પ્રાચીનકાળમાં કેટલાક એવા પણ તપસ્વીઓ થયા છે જેઓ ઉપવાસ વગેરે તપ કરતા નહિ, ઉકાળેલું પાણી પીતા નહિ, ફળ-ફૂલ વગેરે ખાતા છતાં પણ તેમને જૈન પ્રવચનમાં મહાપુરુષરૂપે સ્વીકારવામાં આવ્યા છે. એટલું જ નહિ, તેમને મુક્ત પણ માનવામાં આવ્યા છે. તેઓના નામ છે: રામગુત્ત, બાહુઅ, નારાયણરિસિ અથવા તારાયણરિસિ, આસિલદેવલ, દીવાયણમહરિસિ અને પારાસર. આ પુરુષોનો મહાપુરુષ તથા અર્વતરૂપે ઋષિભાષિત નામે અતિપ્રાચીન જૈન પ્રવચનાનુસારી શ્રુતમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. તેના આધારે કેટલાક શિથિલ શ્રમણો એમ કહેવા તૈયાર થાય છે કે જો આ લોકો ઠંડુ પાણી પીને, નિરંતરભોજી રહીને અને ફળ-ફૂલ વગેરે ખાઈને મહાપુરુષો બન્યા અને મુક્ત થયા છે તો અમે તેમ કેમ ન કરી શકીએ? આ રીતે હેત્વાભાસ દ્વારા આ શિથિલ શ્રમણો પોતાના આચારથી ભ્રષ્ટ થાય છે. ઉપર્યુક્ત બધા તપસ્વીઓનો વૃત્તાંત વૈદિક ગ્રંથોમાં વિશેષ પ્રસિદ્ધ છે. આ વિષયમાં વિશેષ વિવેચન પુરાતત્ત્વ' નામક સૈમાસિક પત્રિકામાં પ્રકાશિત “સૂત્રકૃતાંગમાં આવતા વિશેષ નામો શીર્ષક લેખમાં મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org