________________
સૂત્રકૃતાંગ
૧૮૩ છે. આ રીતે વૈતાલીય અધ્યયનમાં બધી મળી ૭૬ ગાથાઓ છે. તેમાં હિંસા ન કરવા સંબંધમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે અને મહાવ્રતો અને અણુવ્રતોનું નિરૂપણ કરીને તેમનાં અનુસરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. સાધક શ્રમણ હોય કે ગૃહસ્થ, તેણે સાધનામાં આવનારા પ્રત્યેક વિગ્નનો સામનો કરવો જોઈએ અને વીતરાગતાની ભૂમિકા પર પહોંચવું જોઈએ. આ બધી ઉપદેશાત્મક ગાથાઓમાં ઉપમાઓ આપી આપીને ભાવ બરાબર સ્પષ્ટ કરવામાં આવેલ છે. દ્વિતીય ઉદ્દેશકની અઢારમી ગાથાનું આદ્યચરણ છે “સિળોમતત્તમોફો’ અર્થાત ગરમ પાણીને ઠંડુ કર્યા વિના જ પીનાર. આ મુનિનું વિશેષણ છે. આ જાતના મુનિએ રાજા વગેરેના સંસર્ગથી દૂર રહેવું જોઈએ. દશવૈકાલિકસૂત્રના ત્રીજા અધ્યયનની છઠ્ઠી ગાથાના ઉત્તરાર્ધનું પ્રથમ ચરણ તત્તાનિબુલમોફાં પણ ગરમ ગરમ પાણી પીવાની પરંપરાનું સમર્થક છે. ત્રીજા ઉદ્દેશકની ત્રીજી ગાથામાં મહાવ્રતોનો મહિમા બતાવતાં કહેવામાં આવ્યું છે કે જેવી રીતે વણિકો દ્વારા લાવવામાં આવેલા ઉત્તમ રત્નો રાજા-મહારાજાઓ ધારણ કરે છે તેવી જ રીતે જ્ઞાનીઓ દ્વારા ઉપદિષ્ટ રાત્રિભોજનવિરમણયુક્ત રત્નસમાન મહાવ્રતો ઉત્તમ પુરુષો જ ધારણ કરી શકે છે. આ ગાથાની વ્યાખ્યામાં ચૂર્ણિકારે બે મતોનો ઉલ્લેખ કર્યો છે : પૂર્વ દિશામાં રહેનારા આચાર્યોના મતનો અને પશ્ચિમ દિશામાં રહેનારા આચાર્યોના મતનો. સંભવિત છે કે ચૂર્ણિકારનું તાત્પર્ય પૂર્વ દિશા એટલે કે મથુરા અથવા પાટલિપુત્રના સંબંધથી સ્કંદિલાચાર્ય વગેરે સાથે અને પશ્ચિમ દિશા અર્થાતુ વલભીના સંબંધથી નાગાર્જુન અથવા દેવર્ધિગણિ વગેરે સાથે હોય. રાત્રિભોજનવિરમણનો જુદો ઉલ્લેખ તે બાબત અંગેની શિથિલતા દૂર કરવા અથવા તેને વ્રતની સમકક્ષ બનાવવાની દષ્ટિએ કરવામાં આવેલ હોય તેમ જણાય છે. આ જ સૂત્રના વીરસ્તુતિ નામક છઠ્ઠા અધ્યયનમાં પણ રાત્રિભોજનનો અલગ નિષેધ કરવામાં આવ્યો છે. પ્રસ્તુત ઉદેશકની અંતિમ ગાથામાં ભગવાન મહાવીર માટે “નાથપુરનો પ્રયોગ થયો છે. સાથે જ આ વિશેષણોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે મજુત્તર, અપુત્તરસી, મજુત્તરનાન્ડિંસTધરે, રહી, માવું અને વેસતિ અર્થાત્ શ્રેષ્ઠતમ જ્ઞાની, શ્રેષ્ઠતમ દર્શી, શ્રેષ્ઠતમ જ્ઞાનદર્શનધર, અહંતુ, ભગવાન અને વૈશાલિક–વિશાલા નગરીમાં જન્મેલા. ઉપસર્ગઃ
તૃતીય અધ્યયનનું નામ ઉપસર્ગ-પરિજ્ઞા છે. સાધક જયારે પોતાની સાધના માટે તત્પર બને છે ત્યારથી માંડી સાધનાના અંત સુધી તેને અનેક પ્રકારના વિદ્ગોનો સામનો કરવો પડે છે. સાધનાકાળમાં આવતા આ વિદ્ગો, બાધાઓ, વિપત્તિઓને ઉપસર્ગ કહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org