________________
૧૮૨
અંગઆગમ પ્રસ્તુત અધ્યયનમાં ત્રણ ઉદેશકો છે જેમાં વૈરાગ્યપોષક વર્ણનની સાથે શ્રમણ ધર્મનું પ્રતિપાદન છે. પ્રથમ ઉદ્દેશકની પાંચમી ગાથામાં બતાવવામાં આવ્યું છે કે દેવ, ગાંધર્વ, રાક્ષસ, નાગ, રાજા, શેઠ, બ્રાહ્મણ વગેરે બધા દુઃખપૂર્વક મૃત્યુ પામે છે. મૃત્યુ માટે બધા જીવો સમાન છે. તેની સામે કોઈનો પ્રભાવ ચાલતો નથી. નવમી ગાથામાં સૂત્રકાર કહે છે કે સાધક ભલેને નગ્ન રહેતો હોય કે નિરંતર માસ-માસના ઉપવાસ કરતો હોય પરંતુ જો તે દંભી હોય તો તેનું આ બધું આચરણ નકામું છે.
આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધનાં પ્રથમ અધ્યયનના તૃતીય ઉદેશકમાં “પાયા વીરા માવજીરું એવું એક ખંડિત વાક્ય છે. સૂત્રકૃતાંગનાં પ્રસ્તુત અધ્યયનના પ્રથમ ઉદ્દેશકની એકવીસમી ગાથામાં આ વાક્ય સાથેનું આખુ પદ્ય છે
तम्हा दवि इक्ख पंडिए पावाओ विरतेऽभिणिव्वुडे।
पणया वीरा महावीहिं सिद्धिपहं णेआउ धुवं ।। આ ઉદ્દેશકની વૃત્તિસંમત ગાથાઓ અને ચૂર્ણિસંમત ગાથાઓમાં અત્યધિક પાઠભેદ છે. પાઠભેદના કેટલાક નમૂનાઓ આ પ્રમાણે છે: વૃત્તિગત પાઠ
ચૂર્ણિગત પાઠ सयमेव कडेहिं गाहइ
सयमेव कडेऽभिगाहए णो तस्स मुच्चेज्जऽपुठ्ठयं ।। ४ ॥ णो तेणं मुच्चे अपुट्ठवं ॥ ४ ॥ कामेहि य संथवेहि गिद्धा
कामेहि य संथवेहि य कम्मसहा कालेण जंतवो ॥ ६ ॥
कम्मसहे कालेण जंतवो ॥ ६ ॥ जे इह मायाइ मिज्जई
जइविह मायादि मिज्जती માતા માથડતો |૨૦ ||
માતા માવતરો | આ પાઠભેદો ઉપરાંત ચૂર્ણિકારે અનેક જગ્યાએ અન્ય પાઠાંતરો પણ આપ્યા છે તથા નાગાર્જુનીય વાચનાના પાઠભેદોનો પણ ઉલ્લેખ કર્યો છે.
પ્રથમ ઉદ્દેશકની અંતિમ ગાથાના વેતાનિયમHI'તો આ પ્રથમ ચરણમાં અધ્યયનનાં વેતાલિય-વૈતાલીય નામનો પણ નિર્દેશ છે. અહીં “વેતાલિય' શબ્દ વૈતાલીય છંદનો નિર્દેશક છે. આનો બીજો અર્થ વૈદારિક અર્થાત રાગદ્વેષનું વિદારણ કરનારા ભગવાન મહાવીરના રૂપમાં પણ કરવામાં આવ્યો છે. આ બંને અર્થો ચૂર્ણિમાં
છે.
પ્રથમ ઉદ્દેશકમાં ૨૨, દ્વિતીય ઉદ્દેશકમાં ૩૨ અને તૃતીય ઉદ્દેશકમાં ૨૨ ગાથાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org