________________
સૂત્રકૃતાંગ
૧૮૧
આનું સુંદર આલંકારિક વર્ણન પણ મળે છે. અગિયારમી અને બારમી ગાથામાં ગીતાના અવતારવાદનો નિર્દેશ છે. આ ગાથાઓનો આશય એવો છે કે આત્મા શુદ્ધ છે છતાં પણ ક્રીડા અને દ્વેષને કારણે ફરી અપરાધી અર્થાત્ રજોગુણયુક્ત બને છે અને શરીર ધારણ કરે છે. ઈશ્વર પોતાના ધર્મની પ્રતિષ્ઠા અને બીજાના ધર્મની અપ્રતિષ્ઠા જોઈને લીલા કરે છે. પોતાના ધર્મની અપ્રતિષ્ઠા અને બીજાના ધર્મની પ્રતિષ્ઠા જોઈને તેના મનમાં દ્વેષ ઉત્પન્ન થાય છે અને તે પોતાના ધર્મની પુનઃપ્રતિષ્ઠા કરવા માટે રજોગુણયુક્ત બની અવતાર ધારણ કરે છે. પોતાનું કાર્ય પૂરું કર્યા પછી ફરી શુદ્ધ અને નિષ્પાપ બની પોતાના વાસ્તવિક રૂપમાં અવસ્થિત થાય છે. ધર્મનો વિનાશ અને અધર્મની પ્રતિષ્ઠા જોઈને ઈશ્વર વડે અવતાર લેવાની આ માન્યતા બ્રાહ્મણ પરંપરામાં માન્ય છે. સંયમધર્મઃ
પ્રથમ અધ્યયનના અંતિમ ઉદ્દેશકમાં નિગ્રંથને સંયમધર્મના આચરણનો ઉપદેશ આપવામાં આવ્યો છે અને વિભિન્ન વાદોમાં ન ફસાવાનું કહેવામાં આવ્યું છે. ત્રીજી ગાથામાં એમ બતાવવામાં આવ્યું છે કે કેટલાક લોકોની માન્યતા અનુસાર પરિગ્રહ અને આરંભ-આલંભન–હિંસા આત્મશુદ્ધિ તથા નિર્વાણને માટે છે. નિગ્રંથોએ આ મત સ્વીકાર ન કરવો જોઈએ. તેમણે સમજવું જોઈએ કે અપરિગ્રહ તથા અપરિગ્રહી અને અનારંભ તથા અનારંભી જ શરણરૂપ છે.
પાંચમી ગાથાથી લોકવાદની ચર્ચા શરૂ થાય છે. તેમાં લોકવિષયક નિત્યતા અને અનિત્યતા, સાન્તતા અને અનન્તતા, પરિમિતતા અને અપરિમિતતા વગેરેનો વિચાર છે. વૃત્તિકારે પૌરાણિક વાદને લોકવાદ કહ્યો છે અને બતાવ્યું છે કે બ્રહ્મા અમુક સમય સુધી સૂવે છે અને કંઈ જોતાં નથી, અમુક સમય સુધી જાગે છે અને જુએ છે–આ બધો લોકવાદ છે. વેયાલિય:
દ્વિતીય અધ્યયનનું નામ યાલિય છે. નિર્યુક્તિકાર, ચૂર્ણિકાર તથા વૃત્તિકાર આનો અર્થ વૈદારિક તથા વૈતાલીય રૂપે કરે છે. વિદારનો અર્થ છે વિનાશ. અહીં રાગદ્વેષરૂપ સંસ્કારોનો વિનાશ વિવક્ષિત છે. જે અધ્યયનમાં રાગદ્વેષના વિદારનું વર્ણન હોય તેનું નામ છે વૈદારિક, વૈતાલીય નામક એક છંદ છે. જે અધ્યયન વૈતાલીય છંદમાં છે તેનું નામ છે વૈતાલીય. પ્રસ્તુત અધ્યયનમાં નામના આ બંને અર્થોમાંથી વૈતાલીય છંદવાળો અર્થ વધુ ઉપયુક્ત જણાય છે. વૈદારિક અર્થપરક નામ અતિવ્યાપ્ત છે, કેમ કે આ અર્થ તો અન્ય અધ્યયનો અથવા ગ્રંથો સાથે પણ સંબદ્ધ છે આથી માત્ર આ જ અધ્યયનને વૈદારિક નામ આપવું ઉચિત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org