________________
૧૮૦
ભોજનનો સર્વથા ત્યાગ કરે છે. આ નિગ્રંથધર્મ છે.
પ્રથમ અધ્યયનના તૃતીય ઉદ્દેશકની પહેલી ગાથામાં ઔદ્દેશિક ભોજનનો નિષેધ કરવામાં આવ્યો છે. કોઈ ભિક્ષુવિશેષ અથવા ભિક્ષુસમૂહ માટે બનાવવામાં આવનારું ભોજન, વસ્ત્રો, પાત્રો, સ્થાન વગેરે આર્હતમુનિ માટે અગ્રાહ્ય છે. બૌદ્ધ ભિક્ષુઓના વિષયમાં આમ નથી. ભગવાન બુદ્ધ પોતે નિયંત્રણનો સ્વીકાર કરતા હતા. તેઓ તેમ જ ભિક્ષુસંઘ તેમના માટે તૈયાર કરવામાં આવેલ નિરામિષ અથવા સામિષ આહાર ગ્રહણ કરતા હતા તથા વિહારો અને ઉદ્યાનોનું દાન પણ સ્વીકારતા હતા. જગત-કર્તૃત્વ
પ્રસ્તુત ઉદ્દેશકની પાંચમી ગાથાથી જગત-કર્તૃત્વની ચર્ચા શરૂ થાય છે. તેમાં જગતને રેવત્ત (રેવસ) અર્થાત્ દેવનું વાવેલું, બંમત્ત (બ્રહ્મડત) અર્થાત્ બ્રહ્મ દ્વારા વાવેલું, રૂસ્સોળ ત (શ્વરેળ ત) અર્થાત્ ઈશ્વરનું બનાવેલું, સંમુળા ત (સ્વયંભુના દ્યૂત) અર્થાત્ સ્વયંભૂનું બનાવેલું કહેવામાં આવેલ છે. સાથે જ એ પણ બતાવવામાં આવ્યું છે કે આ કથન મહર્ષિઓનું છે : રૂતિ વુત્ત મહેસિળા ! ચૂર્ણિકાર ‘મહર્ષિ”નો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે : ‘મહૠષી નામ સ વ બ્રહ્મા અથવા વ્યાસાવ્યો મર્ષય:' અર્થાત્ મહર્ષિનો અર્થ છે બ્રહ્મા અથવા વ્યાસ વગેરે ઋષિ. અહીં છઠ્ઠી ગાથામાં જગતને પ્રધાનકારણિક પણ દર્શાવવામાં આવ્યું છે. પ્રધાનનો અર્થ છે સાંખ્યસંમત પ્રકૃતિ. સાતમી ગાથામાં બતાવવામાં આવ્યું છે કે મારરચિત માયાને કા૨ણે આ જગત અશાશ્વત છે અર્થાત્ સંસારનો પ્રલયકર્તા માર છે. ચૂર્ણિકારે ‘મરીનો અર્થ ‘વિષ્ણુ’ બતાવ્યો છે, જ્યારે વૃત્તિકારે ‘માર’ શબ્દનો ‘યમ’ અર્થ કર્યો છે. આઠમી ગાથામાં જગતને અંડકૃત અર્થાત્ ઈંડામાંથી પેદા થયેલું બતાવવામાં આવેલ છે—ખંડš નો । આ બધા વાદોનું ખંડન કરવા માટે સૂત્રકારે કોઈ વિશેષ તર્ક પ્રસ્તુત ન કરતાં માત્ર એટલું જ કહ્યું છે કે આવું માનનારા અજ્ઞાની છે, અસત્યભાષી છે, તત્ત્વથી અનભિજ્ઞ છે. આ ગાથાઓનું વિવેચન કરતાં ચૂર્ણિકારે સાતમી ગાથા પછી નાગાર્જુનીય પાઠાંતર રૂપે એક નવી ગાથાનો ઉલ્લેખ કર્યો છે, જે આ પ્રમાણે છે ઃ
અંગઆગમ
अतिवड्डीयजीवा णं मही विण्णवते पभुं । ततो से मायासंजुत्ते करे लोगस्सऽमिद्दवा ॥
Jain Education International
અર્થાત્ પૃથ્વી પોતાની ઉપર જીવોનો ભાર અત્યંત વધી જવાને કારણે પ્રભુને વિનંતી કરે છે. એથી પ્રભુએ માયાની રચના કરી અને તે દ્વારા લોકનો વિનાશ કર્યો. આ માન્યતા વૈદિક પરંપરામાં અતિ પ્રાચીનકાળથી પ્રચલિત છે. પુરાણોમાં તો
For Private & Personal Use Only
www.jainelibrary.org