________________
૧૭૮
અંગઆગમ શરીરમાં બળ વધે, શક્તિનો સંચય થાય અને પોતાનું રૂપ, લાવણ્ય તથા સૌંદર્ય વધતું રહે તે દૃષ્ટિએ ખાન-પાન લેશો તો તમે ભિક્ષુકધર્મથી ચુત થઈ જશો અને મોઘભિક્ષુપિંડોલકભિક્ષુ બની જશો.
તથાગત બુદ્ધે આ રૂપકકથા દ્વારા ભિક્ષુઓને એ સમજાવ્યું કે ભિક્ષગણ કયા ઉદ્દેશ્યથી ખાન-પાન લે. એમ જણાય છે કે સમય વીતતાં આ કથાનો આશય વીસરાઈ ગયોસ્મૃતિમાંથી નીકળી ગયો અને માત્ર શબ્દોનો અર્થ જ ધ્યાનમાં રહ્યો અને આ અર્થનો જ માંસભોજનના સમર્થનમાં લોકો તો શું ભિક્ષુગણ પણ ઉપયોગ કરવા લાગી ગયા હોય. આવી જ પરિસ્થિતિ જોઈને ચૂર્ણિકારે પોતાની રીતે અને વૃત્તિકારે પોતાની રીતે આ ગાથાનું વિવરણ કર્યું છે એમ લાગે છે. વિશુદ્ધિમષ્ણુ અને મહાયાનના શિક્ષાસમુચ્ચયમાં પણ આ જ વાતનું પ્રરૂપણ કરવામાં આવ્યું છે.
સૂત્રકૃતની ઉક્ત ગાથાની વ્યાખ્યામાં ચૂર્ણિકાર અને વૃત્તિકારમાં મતભેદ છે. ચૂર્ણિકાર અનુસાર કોઈ ઉપાસક અથવા અન્ય વ્યક્તિ દ્વારા પોતાના પુત્રને મારીને તેના માંસ દ્વારા તૈયાર કરવામાં આવેલ ભોજન પણ જો કોઈ મેધાવી ભિક્ષુ ખાવાના કામમાં લે તો તે કર્મથી ખરડાતો નથી. હા, મારનાર જરૂર પાપનો ભાગી બને છે. વૃત્તિકાર અનુસાર આપત્તિકાળમાં નિરુપાય બનીને અનાસક્ત ભાવે પોતાના પુત્રને મારી તેનું ભોજન કરનાર ગૃહસ્થ અને એવું ભોજન કરનાર ભિક્ષુ આ બંનેમાંથી કોઈપણ પાપકર્મથી ખરડાતા નથી. તાત્પર્ય એ કે કર્મબંધનું કારણ મમત્વભાવઆસક્તિ-રાગદ્વેષ–કષાય છે, ન તો કોઈ ક્રિયાવિશેષ.
જ્ઞાતાધર્મકથા નામક છઠ્ઠા અંગસૂત્રમાં સુંસુમા નામે એક અધ્યયન છે જેમાં પૂર્વોક્ત સંયુક્તનિકાયઆદિ પ્રતિપાદિત રૂપક અનુસાર એમ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે આપત્તિકાળમાં આપવાદિક રૂપે મનુષ્ય પોતાના ખુદના સંતાનનું પણ માંસ ખાઈ શકે છે. અહીં મૃત સંતાનના માંસભક્ષણનો ઉલ્લેખ છે, નહિ કે મારીને તેનું માંસ ખાવાનો. આ ચર્ચાનો સાર માત્ર એટલો જ છે કે અનાસક્ત બનીને ભોજન કરનાર તથા અન્ય પ્રકારની ક્રિયામાં પ્રવૃત્ત થનાર કર્મથી લપાતો નથી. બુદ્ધનું શૂકરમાંસભક્ષણઃ
બૌદ્ધ પરંપરામાં એક કથા એવી પ્રચલિત છે કે ખુદ બુદ્ધ શૂકરમદુવ એટલે કે સુવ્વરનું માંસ ખાધું હતું. સુવરનું માંસ ખાવા છતાં પણ બુદ્ધ પાપકર્મથી ખરડાયા નહિ. એમ જણાય છે કે ઉપર્યુક્ત ગાથામાં સૂત્રકારે બૌદ્ધસંમત કર્મચયનું સ્વરૂપ સમજાવતાં આ જ બનાવનો નિર્દેશ કર્યો છે. આમ કેમ? ગાથાના પ્રારંભમાં જે “પુત્ત ૧. જુઓ–બુદ્ધચર્યા, પૃ. ૫૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org