________________
સૂત્રકૃતાંગ
૧૭૭ આવો પાઠભેદ થઈ ગયો છે પરંતુ વિશેષ વિચાર કરવાથી જણાઈ આવે છે કે બૌદ્ધ ત્રિપિટક અંતર્ગત આવેલ સંયુત્તનિકાયમાં એક એવી રૂપક-કથા આવે છે જેમાં પિતા પુત્રનો વધ કરી તેનો ભોજનમાં ઉપયોગ કરે છે. સંભવ છે કે વૃત્તિકારની સ્મૃતિમાં સંયુત્તનિકાયની તે કથા રહી હોય અને તે જ કથાનો આશય સ્મૃતિપથમાં રાખીને તેમણે “પિતા પુત્રનો વધ કરીને એવા પ્રકારના અર્થનું નિરૂપણ કર્યું હોય.
ભગવાન બુદ્ધે પોતાના સંઘના ભિક્ષુઓ માટે કઈ દૃષ્ટિએ અને કેવા ઉદ્દેશ્યથી ભોજન કરવું જોઈએ એ વાત સમજાવવા માટે આ કથા કહી છે. કથાનો સાર આ પ્રમાણે છે :
એક માણસ પોતાના એકના એક પુત્રની સાથે પ્રવાસ કરી રહ્યો છે, સાથે પુત્રની માતા પણ છે. પ્રવાસ કરતા-કરતા તે ત્રણે એવા દુર્ગમ ગાઢ જંગલમાં આવી પહોંચે છે
જ્યાં શરીર નિર્વાહ માટે જરૂરી કંઈ પણ મળતું ન હતું. ભોજન વગર શરીરનો નિર્વાહ થઈ શકતો નથી અને જીવનનિર્વાહ વિના આ શરીર કામ પણ આપી શકતું નથી. અંતમાં એવી સ્થિતિ આવી ગઈ કે તેમનાથી ચાલી પણ શકાતું ન હતું અને આ જંગલમાં ત્રણેય ખલાસ થઈ જાય એવું બને. ત્યારે પુત્રે પિતાને પ્રાર્થના કરી કે પિતાજી મને મારીને ભોજન કરો અને શરીરને ગતિશીલ બનાવી દો. આપ છો તો સમગ્ર પરિવાર છે, આપ નહિ રહો તો આપણો પરિવાર કેવી રીતે જીવિત રહી શકશે? આથી નિઃસંકોચ આપ પોતાના પુત્રનાં માંસનું ભોજન કરી આ ભયાનક અરણ્ય પાર કરી જાવ અને સમગ્ર પરિવારને જીવિત રાખો. ત્યારે પિતાએ પુત્રના માંસનો ભોજનમાં ઉપયોગ કર્યો અને તે અરણ્યમાંથી બહાર નીકળી ગયા.
આ કથા કહીને તથાગત ભિક્ષુઓને પૂછ્યું કે હેભિક્ષુઓ, પુત્રના માંસનો ભોજનમાં ઉપયોગ કરનાર પિતાએ પોતાના સ્વાદ માટે આમ કર્યું છે? શું પોતાના શરીરની શક્તિ વધે, બળનો સંચય થાય, શરીરનું રૂપલાવણ્ય અને સૌંદર્ય વધે, એ હેતુથી તેણે પોતાના પુત્રના માંસનો ભોજનમાં ઉપયોગ કર્યો છે?
તથાગતના આ પ્રશ્નનો ઉત્તર આપતાં ભિક્ષુઓએ કહ્યું કે ભદંત ! નહિ, નહિ. તેણે એક માત્ર અટવી પાર કરી જવાના ઉદ્દેશ્યથી શરીરમાં ચાલવાની શક્તિ આવે તે જ કારણથી પોતાના પુત્રના માંસનો ભોજનમાં ઉપયોગ કર્યો છે. ત્યારે તથાગતે કહ્યું– હે ભિક્ષુઓ! તમે ઘરબાર છોડ્યાં છે અને સંસારરૂપી અટવી પાર કરવાના હેતુથી જ ભિક્ષુવ્રત લીધું છે, તમારે સંસારરૂપી ભીષણ જંગલ પાર કરી નિર્વાણ પ્રાપ્ત કરવું હોય તો આ જ એક નિમિત્ત લક્ષ્યમાં રાખી ભોજન-પાન લેતાં રહો, તે પણ પરિમિત અને ધર્મપ્રાપ્ત તથા કાલપ્રાપ્ત. મળે તો ઠીક છે, ન મળે તો પણ ઠીક સમજો. સ્વાદની લાલચથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org