________________
સૂત્રકૃતાંગ
૧૭૫
અજ્ઞાનવાદઃ
પ્રસ્તુત સૂત્રના પ્રથમ અધ્યયનના દ્વિતીય ઉદ્દેશકની છઠ્ઠી ગાથાથી જે વાદની ચર્ચા શરૂ થાય છે અને ચૌદમી ગાથાથી જેનું ખંડન શરૂ થાય છે તેને ચૂર્ણિકાર તથા વૃત્તિકારે અજ્ઞાનવાદ' નામ આપ્યું છે. નિર્યુક્તિકારે કહ્યું છે કે નિયતિવાદ પછી ક્રમશઃ અજ્ઞાનવાદ, જ્ઞાનવાદ અને બુદ્ધના કર્મચયની ચર્ચા આવે છે. નિર્યુક્તિકાર નિર્દિષ્ટ અજ્ઞાનવાદની ચર્ચા ચૂર્ણિ અથવા વૃત્તિમાં ક્યાંય પણ નજરે પડતી નથી. સમવસરણ નામે બારમા અધ્યયનમાં જે મુખ્ય ચાર વાદોનો ઉલ્લેખ છે તેમાં અજ્ઞાનવાદનો પણ સમાવેશ થાય છે. આ વાદનું સ્વરૂપ વૃત્તિકારે આ રીતે બતાવ્યું છે કે “અજ્ઞાનમેવ શ્રેય?” અર્થાત્ અજ્ઞાન જ કલ્યાણરૂપ છે. આથી કંઈપણ જાણવાની આવશ્યકતા નથી. જ્ઞાન પ્રાપ્ત કરવાથી ઉલટી હાનિ થાય છે. જ્ઞાન ન હોય તો ઘણી ઓછી હાનિ થાય છે. ઉદાહરણ રૂપે જાણીને અપરાધ કરવામાં આવે તો અધિક સજા મળે છે જયારે અજ્ઞાનપૂર્વક અપરાધ થવાની સ્થિતિમાં સજા બહુ ઓછી મળે છે અથવા બિલકુલ મળતી નથી. વૃત્તિકાર શીલાંકાચાર્ય નિર્દિષ્ટ અજ્ઞાનવાદનું આ સ્વરૂપ મૂળ ગાથામાં દૃષ્ટિગોચર નથી થતું. આ ગાથા આ પ્રમાણે છે :
माहणा समणा एगे सव्वे नाणं सयं वए । सव्वलोगे वि जे पाणा न ते जाणंति किंचण ||
- અ. ૧. ઉ. ૨, ગા. ૧૪. અર્થાતુ કેટલાક બ્રાહ્મણો કહે છે કે તેઓ જ્ઞાનનું પ્રતિપાદન કરે છે, તેમના સિવાય આ સમગ્ર સંસારમાં કોઈ કશું પણ જાણતા નથી.
આ ગાથાનું તાત્પર્ય એ છે કે કેટલાક બ્રાહ્મણો અને શ્રમણોની દૃષ્ટિએ તેમના સિવાયનું આખું જગત અજ્ઞાની છે. આ જ અજ્ઞાનવાદની ભૂમિકા છે. તેમાંથી અજ્ઞાનમેવ શ્રેયઃ'નો સિદ્ધાંત વૃત્તિકારે કેવી રીતે કાઢ્યો? ભગવાન મહાવીરના સમકાલીન છ તીર્થંકરોમાંથી સંજય બેલઢિપુર નામના એક તીર્થંકર અજ્ઞાનવાદી હતા. સંભવ છે કે તેમના જ મતને ધ્યાનમાં રાખીને ઉક્ત ગાથાની રચના થઈ હોય. તેમના મત અનુસાર તત્ત્વવિષયક અજ્ઞેયતા અથવા અનિશ્ચયતા જ અજ્ઞાનવાદની આધારશિલા છે. આ મત પાશ્ચાત્યદર્શનના અજ્ઞેયવાદ અથવા સંશયવાદને મળતો આવે છે. કર્મચયવાદઃ
દ્વિતીય ઉદ્દેશકના અંતમાં ભિક્ષુસમય અર્થાત બૌદ્ધમતના કર્મચયવાદની ચર્ચા છે. અહીં બૌદ્ધદર્શનને સૂત્રકાર, ચૂર્ણિકાર તથા વૃત્તિકારે ક્રિયાવાદી અર્થાત્ કર્મવાદી કહેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org