________________
૧૭૪
અંગઆગમ
સંપ્રદાયનો આદર કરતો હતો. છઠ્ઠી શતાબ્દીમાં થયેલા વરાહમિહિરના ગ્રંથમાં પણ આજીવિક ભિક્ષુઓનો ઉલ્લેખ છે. પછીથી આ સંપ્રદાયનો ધીરે ધીરે ધ્રાસ થતો ગયો અને અંતે કોઈ બીજા ભારતીય સંપ્રદાયમાં તે વિલીન થઈ ગયો. પછી તો ત્યાં સુધી બન્યું કે આજીવિક સંપ્રદાય, ઐરાશિકમત અને દિગંબર પરંપરા–આ ત્રણેય વચ્ચે કોઈ ભેદ જ ન રહ્યો. શીલાંકદેવ અને અભયદેવ જેવા વિદ્વાન વૃત્તિકારો સુદ્ધાં તેમની ભિન્નતા બતાવી શક્યા નહિ. કોશકાર હલાયુ (દસમી શતાબ્દી) આ ત્રણેને પર્યાયવાચી માન્યા છે. દક્ષિણના તેરમી શતાબ્દીના કેટલાક શિલાલેખોમાં આ ત્રણેય અભિન્ન રૂપે ઉલ્લેખાયા છે. સાંખ્યમતઃ
પ્રસ્તુત સૂત્રમાં અનેક મત-મતાંતરોની ચર્ચા આવે છે. તેમના પુરસ્કર્તાઓના વિષયમાં નામપૂર્વક કોઈ ખાસ વર્ણન મૂળમાં ઉપલબ્ધ નથી. આ મતોમાં બૌદ્ધ મત અને નિયતિવાદ વિશેષ ઉલ્લેખનીય છે. આ બંનેના પ્રવર્તકો ભગવાન મહાવીરના સમકાલીન હતા. સાંખ્યસંમત આત્માના અદ્ભૂત્વનું નિરસન કરતાં સૂત્રકાર કહે છે :
जे ते उ वाइणो एवं लोगे तेसिं कओ सिया ?
तमाओ ते तमं जंति मंदा आरम्भनिस्सिआ ॥ અર્થાત આ વાદીઓના મત અનુસાર સંસારની જે વ્યવસ્થા પ્રત્યક્ષ નજરે પડે છે તેની સંગતિ કેવી રીતે થશે? જેઓ અંધકારમાંથી અંધકારમાં જાય છે, મંદ છે અને આરંભ-સમારંભમાં ડૂબેલા છે.
ઉપર્યુક્ત ગાથાના શબ્દો પરથી એમ જણાઈ આવે છે કે ભગવાન મહાવીરના સમયમાં અથવા સૂત્રયોજકના યુગમાં સાંખ્યમતાનુયાયીઓ અહિંસાપ્રધાન અથવા અપરિગ્રહપ્રધાન જણાતા ન હતા. ૧. “ર પર્વ શાસ્ત્રમતાનુસારી નૈશિવ: નિરીd: I પુનઃ પ્રત્યેનો પ્રારા માટે સૂત્રકૃત,
૨, શ્રુત૬ આર્દકીય અધ્યયન ગાથા ૧૪મીનું અવતરણ-શીલાંકવૃત્તિ, પૃ. ૩૯૩. ૨. “તે પર્વ ૨ માનવા તૈરાશિવા બળતર–સમવાયવૃત્તિ—અભયદેવ, પૃ.૧૩૦. ૩. “નોરરળધાર વ શ્વેતવણી: સિતાધ્વ: II રૂ૪૪ II
नग्नाटो दिग्वासा क्षपण: श्रमणश्च जीवको जैनः । आजीवो मलधारी निर्ग्रन्थः कथ्यते सद्भिः ॥ ३४५ ॥'
– હલાયુધકોશ, દ્વિતીયકાંડ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org