________________
સૂત્રકૃતાંગ
૧૭૩
સાધુઓને સ્વાભાવિક ભાષા અર્થાત્ પ્રાકૃત ભાષામાં પ્રભાષિત અર્થાત્ કહેવામાં આવેલું છે.' આ રીતે નિર્યુક્તિકારે ગ્રંથકાર રૂપે કોઈ વિશેષ વ્યક્તિનું નામ બતાવ્યું નથી. વક્તારૂપે જિનવરનો તથા શ્રોતારૂપે ગણધરોનો નિર્દેશ કર્યો છે. ચૂર્ણિકાર તથા વૃત્તિકારે પોતાની પૂર્વપરંપરાનું અનુસરણ કરતાં વક્તારૂપે સુધર્માનો અને શ્રોતારૂપે જંબૂનો નામોલ્લેખ કર્યો છે. આ ગ્રંથમાં બુદ્ધના મતના ઉલ્લેખની સાથે બુદ્ધનું નામ પણ સ્પષ્ટ આવે છે અને બુદ્ધોપદિષ્ટ એક રૂપકકથાનો પણ અત્યંત સ્પષ્ટ ઉલ્લેખ છે. આનાથી કલ્પના કરી શકાય છે કે જ્યારે બૌદ્ધ પિટકોના સંકલન માટે સંગીતિકાઓ થઈ, તેમની વાચના નિશ્ચિત થઈ તથા બુદ્ધના વિચારો લિપિબદ્ધ થયા તે કાળ આ સૂત્રના નિર્માણનો કાળ રહ્યો હશે. આચારાંગમાં પણ અન્ય મતોનો નિર્દેશ છે પરંતુ એતદ્વિષયક જેવો ઉલ્લેખ સૂત્રકૃતાંગમાં છે તેવો આચારાંગમાં નથી. સૂત્રકૃતાંગમાં આ મતમતાંતરોનું નિરસન “આ મતો મિથ્યા છે, આ મતપ્રવર્તકો આરંભી છે, પ્રમાદી છે, વિષયાસક્ત છે” વગેરે શબ્દો દ્વારા કરવામાં આવેલ છે. એ માટે કોઈ વિશેષ પ્રકારની તર્કશૈલીનો પ્રયોગ ઘણુંખરું નથી થયો. નિયતિવાદ અને આજીવિક સંપ્રદાયઃ
સૂત્રકૃતાંગના પ્રથમ અધ્યયનના દ્વિતીય ઉદ્દેશકના પ્રારંભમાં નિયતિવાદનો ઉલ્લેખ છે. ત્યાં મૂળમાં આ મતના પુરસ્કર્તા ગોશાલકનું ક્યાંય પણ નામ નથી. ઉપાસકદશા નામક સપ્તમ અંગમાં ગોશાલક તથા તેના મત નિયતિવાદનો સ્પષ્ટ ઉલ્લેખ છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે ગોશાલકના મત અનુસાર બળ, વીર્ય, ઉત્થાન, કર્મ વગેરે કંઈ નથી. બધા ભાવો હંમેશ માટે નિયત છે. બૌદ્ધ ગ્રંથ દીઘનિકાય, મઝિમનિકાય, સંયુત્તનિકાય, અંગુત્તરનિકાય વગેરેમાં તથા જૈન ગ્રંથ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, સ્થાનાંગ, સમવાયાંગ, ઔપપાતિક વગેરેમાં પણ આજીવિકા મત-પ્રવર્તક નિયતિવાદી ગોશાલકનું (નામપૂર્વક અથવા નામરહિત) વર્ણન મળે છે. આ વર્ણનનો સાર એ છે કે ગોશાલકે એક વિશિષ્ટ પંથ-પ્રવર્તક તરીકે સારી એવી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. તે ખાસ કરીને શ્રાવસ્તીની પોતાની અનુયાયી હાલા નામક કુંભારણને ત્યાં એ જ નગરીના આજીવિક મઠમાં રહેતો હતો. ગોશાલકનો આજીવિક સંપ્રદાય રાજમાન્ય પણ થયો. પ્રિયદર્શી રાજા અશોક અને તેના ઉત્તરાધિકારી મહારાજા દશરથે આજીવિક સંપ્રદાયને દાન આપ્યું હતું, એવો ઉલ્લેખ શિલાલેખોમાં આજ પણ મળે છે. બૌદ્ધ ગ્રંથ મહાવંશની ટીકામાં એમ બતાવવામાં આવ્યું છે કે અશોકનો પિતા બિંદુસાર પણ આજીવિક ૧. સૂત્રકૃતાંગ નિર્યુક્તિ, ગા. ૧૮-૧૯. છે. જુઓ–સદાલપુત્ત અને કુંડકોલિયસંબંધી પ્રકરણ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org