________________
૧૭૨
અંગઆગમ
વગેરે આચાર્યોએ “સૂત્રત જ આપ્યું છે. પ્રાકૃતમાં પણ નામ તો એક જ છે પરંતુ ઉચ્ચારણ તથા વ્યંજનવિકારની વિવિધતાને કારણે તેનાં રૂપોમાં વિશેષતા આવી ગઈ છે. અર્થબોધક સંક્ષિપ્ત શબ્દરચનાને “સૂત્ર' કહે છે. એ રીતની રચના જેમાં “કૃત” અર્થાત્ કરવામાં આવી છે તે સૂત્રકૃત છે. સમવાયાંગ વગેરેમાં નિર્દિષ્ટ વિષયો અથવા અધ્યયનોમાંથી સૂત્રકૃતાંગની ઉપલબ્ધ વાચનામાં સ્વમત તથા પરમતની ચર્ચા પ્રથમ શ્રુતસ્કંધમાં સંક્ષેપમાં અને દ્વિતીય શ્રુતસ્કંધમાં સ્પષ્ટરૂપે આવે છે. તેમાં જીવવિષયક નિરૂપણ પણ સ્પષ્ટ છે. નવદીક્ષિતોને માટે ઉપદેશપ્રદ બોધવચનો પણ વર્તમાન વાચનામાં સ્પષ્ટપણે મળે છે. ત્રણસો ત્રેસઠ પાખંડ મતોની ચર્ચા માટે આ સૂત્રમાં એક આખું અધ્યયન જ આપેલ છે. અન્યત્ર પણ પ્રસંગવશ ભૂતવાદી, સ્કંધવાદી, એકાત્મવાદી, નિયતિવાદી વગેરે મતાવલંબીઓની ચર્ચા આવે છે. જગતની રચનાના વિવિધ વાદોની ચર્ચા તથા મોક્ષમાર્ગનું નિરૂપણ પણ પ્રસ્તુત વાચનામાં ઉપલબ્ધ છે. અહીંતહીં જ્ઞાન, આગ્નવ, પુણ્ય-પાપ વગેરે વિષયોનું નિરૂપણ પણ આમાં છે. મધ્યઅકથ્ય વિષયક શ્રમણ સંબંધી આચાર-વ્યવહારની ચર્ચા માટે પણ વર્તમાન વાચનામાં અનેક ગાથાઓ તથા વિશેષ પ્રકરણો ઉપલબ્ધ છે. ધર્મ તેમ જ ક્રિયાસ્થાન નામક વિશેષ અધ્યયન પણ મોજુદ છે. જયધવલોક્ત સ્ત્રીપરિણામથી લઈ પુસ્કામિતા સુધીના બધા વિષયો ઉપસર્ગપરિજ્ઞા તથા સ્ત્રીપરિજ્ઞા નામે અધ્યયનોમાં સ્પષ્ટપણે ઉપલબ્ધ છે. આ રીતે અચલક તથા સચેલક ગ્રંથોમાં નિર્દિષ્ટ સૂત્રકૃતાંગના વિષયો અધિકાંશપણે વર્તમાન વાચનામાં વિદ્યમાન છે. એટલું જરૂર કહી શકાય કે કોઈ વિષયનું નિરૂપણ પ્રધાનપણે છે તો કોઈનું ગૌણપણે. સૂત્રકૃતની રચનાઃ
સૂત્રકૃતાંગનાં ત્રેવીસ અધ્યયનોમાંથી પ્રથમ અધ્યયનનું નામ સમય છે. “સમય” શબ્દ સિદ્ધાંતનો સૂચક છે. આ અધ્યયનમાં સ્વસિદ્ધાંતના નિરૂપણની સાથે સાથે જ પરમતનું પણ નિરસનની દૃષ્ટિએ નિરૂપણ કરવામાં આવ્યું છે. આનો પ્રારંભ “લ્ફિન્ન શબ્દથી શરૂ થતાં પદ્યથી થાય છે.
बुज्झिज्ज त्ति तिउट्टिज्जा बंधणं परिजाणिया ।
किमाह बंधणं वीरो किं वा जाणं तिउट्टइ ॥ આ ગાથાના ઉત્તરાર્ધમાં પ્રશ્ન છે કે ભગવાન મહાવીરે બંધન કોને કહ્યું છે? આ પ્રશ્નના ઉત્તરરૂપે આ આખા દ્વિતીય અંગની રચના થઈ છે. નિર્યુક્તિકાર કહે છે કે જિનવરનું વચન સાંભળી પોતાના ક્ષયોપશમ દ્વારા શુભ અભિપ્રાયપૂર્વક ગણધરોએ ‘સૂત્રની રચના કૃત' એટલે કે કરી તેનું નામ સૂત્રકૃત છે. આ સૂત્ર અનેક યોગંધર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org