________________
સૂત્રકૃતાંગ
૧૭૧ નંદિસૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે સૂત્રકૃતાંગમાં લોક, અલોક, લોકાલોક, જીવ, અજીવ, સ્વસમય અને પરસમયનું નિરૂપણ છે તથા ક્રિયાવાદી વગેરે ત્રણસો ત્રેસઠ પાખંડીઓ એટલે કે અન્ય મતાવલંબીઓની ચર્ચા છે.
રાજવાર્તિક અનુસાર સૂત્રકૃતાંગમાં જ્ઞાન, વિનય, કથ્ય તથા અકથ્યનું વિવેચન છે; છેદોપસ્થાપના, વ્યવહારધર્મ તેમ જ ક્રિયાઓનું પ્રકરણ છે.
ધવલા અનુસાર સૂત્રકૃતાંગનું વિષયનિરૂપણ રાજવાર્તિકની જેવું જ છે. તેમાં સ્વસમય અને પરસમયનો વિશેષ ઉલ્લેખ છે.
જયધવલામાં કહેવામાં આવ્યું છે કે સૂત્રકૃતાંગમાં સ્વસમય, પરસમય, સ્ત્રીપરિણામ, ક્લીનતા, અસ્પષ્ટતા–મનની વાતોની અસ્પષ્ટતા, કામાવેશ, વિભ્રમ, આસ્ફાલનસુખ-સ્ત્રીસંગનું સુખ, પુંસ્કામિતા–પુરુષેચ્છા વગેરેની ચર્ચા છે.
અંગપણત્તિમાં બતાવવામાં આવ્યું છે કે સૂત્રકૃતાંગમાં જ્ઞાન, વિનય, નિર્વિઘ્ન અધ્યયન, સર્વસતક્રિયા, પ્રજ્ઞાપના, સુકથા, કવ્ય, વ્યવહાર, ધર્મક્રિયા, છેદોપસ્થાપન, યતિસમય, પરસમય તથા ક્રિયાભેદનું નિરૂપણ છે.
પ્રતિક્રમણગ્રંથત્રયી નામક પુસ્તકમાં “તેવીસાણ સુડગાળેલું' એવો ઉલ્લેખ છે, જેનો અર્થ થાય છે કે સૂત્રકૃતનાં ત્રેવીસ અધ્યયનો છે. આ પાઠની પ્રભાચંદ્રીય વૃત્તિમાં આ ત્રેવીસ અધ્યયનોનાં નામ પણ ગણાવવામાં આવ્યાં છે. તે નામો આ પ્રમાણે છે:- ૧. સમય, ૨. વૈતાલીય, ૩. ઉપસર્ગ, ૪. સ્ત્રીપરિણામ, ૫. નરક, ૬. વીરસ્તુતિ, ૭. કુશીલપરિભાષા, ૮. વીર્ય, ૯. ધર્મ, ૧૦. અગ્ર, ૧૧. માર્ગ, ૧૨. સમવસરણ, ૧૩. ત્રિકાલગ્રંથહિદ (?), ૧૪. આત્મા, ૧૫. તદિત્યગાથા(?), ૧૬. પુંડરીક, ૧૭. ક્રિયાસ્થાન, ૧૮. આહારકપરિણામ, ૧૯, પ્રત્યાખ્યાન, ૨૦. અનગારગુણકીર્તિ, ૨૧. શ્રુત, ૨૨. અર્થ, ૨૩. નાલંદા. આ રીતે અચેલક પરંપરામાં પણ સૂત્રકૃતાંગનાં ત્રેવીસ અધ્યયનો માન્ય છે. આ નામો અને સચેલક પરંપરાના ટીકાગ્રંથ આવશ્યકવૃત્તિ (પૃ. ૬૫૧ અને ૬૫૮)માં પ્રાપ્ત નામોમાં થોડુંક અંતર છે, જે નગણ્ય છે.
અચેલક પરંપરામાં આ અંગનાં પ્રાકૃતમાં ત્રણ નામો મળે છે. સુર્ય, સૂયઃ અને સૂય. આ બધામાં પ્રયુક્ત “સુદ્' અથવા ‘સૂર’ શબ્દ સૂત્ર'નો અને “ય અથવા
શબ્દ “ત’નો સૂચક છે. આ અંગના પ્રાકૃત નામોનું સંસ્કૃત રૂપાંતર “સૂત્રકૃત' જ પ્રસિદ્ધ છે. પૂજ્યપાદસ્વામીથી લઈ શ્રુતસાગર સુધીના બધા તત્ત્વાર્થવૃત્તિકારોએ સૂત્રકૃત” નામનો જ ઉલ્લેખ કર્યો છે. સચેલક પરંપરામાં આને માટે સૂતHડ, સૂયાડ અને સુરક્ષ – આ ત્રણેય પ્રાકૃત નામો પ્રસિદ્ધ છે. તેમનું સંસ્કૃત રૂપાંતર પણ હરિભદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org