________________
ચતુર્થ પ્રકરણ
સૂત્રકૃતાંગ
સમવાયાંગસૂત્રમાં સૂત્રકૃતાંગ'નો પરિચય આપતી વખતે કહેવામાં આવ્યું છે કે આમાં સ્વસમય—સ્વમત, પરસમય—પરમત, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ વગેરે તત્ત્વોના વિષયમાં નિર્દેશ છે, નવદીક્ષિતો માટે બોધવચનો છે, એકસો એંસી ક્રિયાવાદી મતો, ચોરાશી અક્રિયાવાદી મતો, સડસઠ અજ્ઞાનવાદી મતો અને બત્રીસ વિનયવાદી મતો એ રીતે બધું મળી ત્રણસો ત્રેસઠ અન્ય દૃષ્ટિઓ એટલે કે અન્યયૂથિક મતોની ચર્ચા છે. આમાં સદૃષ્ટાંત વર્ણિત સૂત્રાર્થો મોક્ષમાર્ગના પ્રકાશક છે. સૂત્રકૃતાંગના આ સામાન્ય વિષયવર્ણનની સાથે સાથે સમવાયાંગ (૨૩મો સમવાય)માં આના ત્રેવીસ અધ્યયનોનાં વિશેષ નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ જ રીતે શ્રમણસૂત્રમાં પણ આ અંગનાં ત્રેવીસ અધ્યયનોનો નિર્દેશ છે—પ્રથમ શ્રુતસ્કંધમાં સોળ અને દ્વિતીય શ્રુતસ્કંધમાં સાત. આનાં અધ્યયનોનાં નામો આપવામાં આવ્યાં નથી.
૧.(અ) નિર્યુક્તિ તથા શીલાંકની ટીકા સાથે—આગમોદય સમિતિ, મુંબઈ, ઈ.સ. ૧૯૧૭; ગોડીપાર્શ્વ જૈન ગ્રંથમાળા, મુંબઈ, ઈ.સ. ૧૯૫૦.
(આ) શીલાંક, હર્ષકુલ અને પાર્શ્વચંદ્રની ટીકાઓ સાથે—ધનપતસિંહ, કલકત્તા, વિ.સં.
૧૯૩૬.
(ઇ) અંગ્રેજી અનુવાદ–H. Jacobi, S.B.E. Series, Vol. 45, Oxford, 1895. (ઈ) હિંદી છાયાનુવાદ—ગોપાલદાસ જીવાભાઈ પટેલ, શ્વે. સ્થા. જૈન કોન્ફરન્સ, મુંબઈ, ઈ.સ. ૧૯૩૮.
(ઉ) હિંદી અનુવાદ સહિત—અમોલક ઋષિ, હૈદરાબાદ, વી.સં. ૨૪૪૬ (ઊ) નિર્યુક્તિસહિત–પી.એલ. વૈદ્ય, પૂના, ઈ.સ.૧૯૨૮.
(ઋ) ગુજરાતી છાયાનુવાદ–ગોપાલદાસ જીવાભાઈ પટેલ, પૂંજાભાઈ જૈન ગ્રંથમાલા,
અમદાવાદ.
(એ) પ્રથમ શ્રુતસ્કંધ, શીલાંકકૃત ટીકા અને તેના હિંદી અનુવાદ સાથે—અંબિકાદત્ત ઓઝા, મહાવીર જૈન જ્ઞાનોદય સોસાયટી, રાજકોટ, વિ. સં. ૧૯૯૩-૯૫; દ્વિતીય શ્રુતસ્કંધ હિંદી અનુવાદસહિત—અંબિકાદત્ત ઓઝા, બેંગ્લોર, વિ.સં.૧૯૯૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org