________________
૧૬૬
અંગઆગમ
પ્રાણીઓના મનોગત ભાવો જાણવા લાગ્યા. ત્યારબાદ દીક્ષિત બનેલા ભગવાનને તેમના મિત્રજનો, જ્ઞાતિજનો, સ્વજનો અને સંબંધીજનોએ વિદાય આપી. વિદાય લીધા બાદ ભગવાન મહાવીરે એવી પ્રતિજ્ઞા કરી કે આજથી બાર વર્ષ સુધી શરીરની ચિંતા ન કરતાં દેવ, માનવ, પશુ અને પક્ષીકૃત સમસ્ત ઉપસર્ગોને હું સમભાવપૂર્વક સહન કરીશ, ક્ષમાપૂર્વક સહન કરીશ. આવી પ્રતિજ્ઞા લઈ તેઓ મૂહુર્તમાત્ર દિવસ બાકી રહ્યો ત્યારે ઉત્તર ક્ષત્રિયકુંડપુરથી નીકળી કમ્પારગ્રામ પહોંચ્યા. ત્યારપછી શરીરની કોઈપણ પ્રકારની પરવા ન કરતાં મહાવીર ઉત્તમ સંયમ, તપ, બ્રહ્મચર્ય, ક્ષમા, ત્યાગ અને સંતોષપૂર્વક પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓનું પાલન કરતાં, પોતાના આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા તથા આવનારા ઉપસર્ગોને શાંતિપૂર્વક પ્રસન્નચિત્તે સહન કરવા લાગ્યા. આ રીતે ભગવાને બાર વર્ષ પસાર કર્યા. તેરમું વર્ષ શરૂ થતાં વૈશાખ શુક્લા દસમીના દિવસે છાયા પૂર્વ દિશા તરફ ફરતાં અર્થાત્ અપરાહ્નકાળમાં જે સમયે મહાવીર જૈભિયગ્રામની બહાર ઉજુવાલિયા નામની નદીના ઉત્તર કિનારે શ્યામાક નામના ગૃહપતિના ખેતરમાં વ્યાવૃત્ત નામક ચૈત્યની પાસે ગોદોહાસનમાં બેસીને આતાપના લઈ રહ્યા હતા, બે ઉપવાસ ધારણ કરેલ હતા, માથુ નીચે રાખી બંને ઘૂંટણો ઊંચા કરી ધ્યાનમાં લીન હતા, તે સમયે તેમને અનંત–પ્રતિપૂર્ણસમગ્ર નિરાવરણ કેવલજ્ઞાન-દર્શન થયું.
હવે ભગવાન અહ–જિન થયા, કેવલી–સર્વજ્ઞ–સર્વભાવદર્શી થયા. દેવ, મનુષ્ય અને અસુરલોક પર્યાયોના જ્ઞાતા થયા. આગમન, ગમન, સ્થિતિ, ચ્યવન, ઉપપાત, પ્રકટ, ગુપ્ત, કથિત, અકથિત વગેરે સમસ્ત ક્રિયાઓ અને ભાવોના દૃા થયા, જ્ઞાતા થયા. જે સમયે ભગવાન કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શી થયા તે સમયે ભવનપતિ વગેરે ચારે પ્રકારના દેવો અને દેવીઓએ આવીને મોટો ઉત્સવ કર્યો.
ભગવાને પોતાના આત્મા તથા લોકને સંપૂર્ણપણે જોઈને પહેલાં દેવોને અને પછી મનુષ્યોને ધર્મોપદેશ આપ્યો. ત્યારબાદ ગૌતમ વગેરે શ્રમણ-નિગ્રંથોને ભાવનાયુક્ત પાંચ મહાવ્રતો તથા છ જવનિકાયોનું સ્વરૂપ સમજાવ્યું. ભાવના નામે પ્રસ્તુત ચૂલિકામાં આ પાંચ મહાવ્રતોનું સ્વરૂપ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું છે. સાથે જ પ્રત્યેક વ્રતની પાંચ પાંચ ભાવનાઓનું સ્વરૂપ પણ બતાવવામાં આવ્યું છે. મમત્વમુક્તિઃ
અંતમાં વિમુક્તિ નામક ચતુર્થ ચૂલિકામાં મમત્વમૂલક આરંભ અને પરિગ્રહના ફળોની મીમાંસા કરતાં ભિક્ષુને તેમનાથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. તેણે પર્વતની માફક નિશ્ચળ અને દઢ રહીને સર્પની કાંચળીની જેમ મમત્વને ઉતારીને ફેંકી દેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org