________________
અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય આચારાંગ
૧૬૫
નંદિવર્ધન, મોટી બહેનનું નામ સુદર્શના અને પત્નીનું નામ યશોદા હતું. તેમની પુત્રીનાં બે નામ હતાં : અનવદ્યા અને પ્રિયદર્શના. તેમની દૌહિત્રીનાં પણ બે નામ હતાં : શેષવતી અને યશોમતી. તેમના માતા-પિતા પાર્વાપત્ય એટલે કે પાર્શ્વનાથના અનુયાયી હતા. તે બંને શ્રાવકધર્મનું પાલન કરતા હતા. મહાવીરે ત્રીસ વર્ષ સુધી સાગારાવસ્થામાં રહીને માતા-પિતાના સ્વર્ગવાસ પછી પોતાની પ્રતિજ્ઞા પૂરી થતાં સમસ્ત રિદ્ધિ-સિદ્ધિનો ત્યાગ કરીને પોતાની સંપત્તિ લોકોમાં વહેંચી દઈને હેમંત ઋતુની મૃગશીર્ષ–માગશર કૃષ્ણા દશમીના દિવસે હસ્તોત્તરા નક્ષત્રમાં અણગારવૃત્તિ સ્વીકારી. તે સમયે લોકાંતિક દેવોએ આવીને ભગવાન મહાવીરને કહ્યું કે હે ભગવન્! સમસ્ત જીવોના હિતરૂપ તીર્થનું પ્રવર્તન કરો. ત્યારબાદ ચારે પ્રકારના દેવોએ આવી તેમનો દીક્ષા-મહોત્સવ કર્યો. તેમને શરીર ઉપર અને શરીરના નીચેના ભાગે ફૂંક મારતાં જ ઊડી જાય તેવું પારદર્શક હંસલક્ષણ વસ્ત્ર પહેરાવ્યું, આભૂષણો પહેરાવ્યાં અને પાલખીમાં બેસાડી અભિનિષ્ક્રમણ ઉત્સવ કર્યો. ભગવાન પાલખીમાં સિંહાસન પર બેઠા. તેમની બંને બાજુએ શક્ર અને ઇશાન ઇન્દ્રો ઊભા ઊભા ચામર ઢાળતા હતા. પાલખીનો અગ્રભાગ એટલે કે પૂર્વભાગ સૂરોએ, દક્ષિણ ભાગ અસૂરોએ, પશ્ચિમ ભાગ ગરુડોએ અને ઉત્તર ભાગ નાગોએ ઉઠાવ્યો. ઉત્તર ક્ષત્રિયકુડપુરની વચ્ચોવચ્ચ થઈને ભગવાન જ્ઞાતખંડ નામના ઉદ્યાનમાં આવ્યા. પાલખીમાંથી ઉતરીને બધાં આભૂષણો કાઢી નાખ્યાં. પછી ભગવાનની પાસે ઘૂંટણિયે પડેલા વૈશ્રમણ દેવોએ હંસલક્ષણ કપડાંમાં તે આભૂષણો લઈ લીધાં. ત્યારપછી ભગવાને પોતાના જમણા હાથ વડે મસ્તકની જમણી બાજુ અને ડાબા હાથે ડાબી બાજુના વાળનો લોચ કર્યો. ઇન્દ્ર ભગવાન પાસે ઘૂંટણિયે બેસી વજમય થાળમાં તે વાળ લઈ લીધા અને ભગવાનની અનુમતિથી ક્ષીરસમુદ્રમાં પધરાવ્યા. ત્યારબાદ ભગવાને સિદ્ધોને નમસ્કાર કરી, “સબં મે અરનિં પવિખં' એટલે કે મારા માટે બધા પ્રકારના પાપકર્મો અકરણીય છે એવી જાતના સામાયિક ચારિત્રનો સ્વીકાર કર્યો. જે સમયે ભગવાને આ ચારિત્ર સ્વીકાર્યું તે સમયે દેવસભા અને મનુષ્યસભા ચિત્રની જેમ સ્થિર અને શાંત થઈ ગઈ. ઈન્દ્રની આજ્ઞાથી વાગતા દિવ્ય વાદ્યો શાંત થઈ ગયાં. ભગવાન દ્વારા ઉચ્ચરિત ચારિત્રગ્રહણના શબ્દો બધાએ શાંતભાવે સાંભળ્યા. ક્ષાયોપથમિક ચારિત્ર સ્વીકાર કરનારા ભગવાનને મન:પર્યાયજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ્ઞાન દ્વારા તેઓ અઢી દ્વીપમાં રહેલા વ્યક્ત મનવાળા સમસ્ત પંચેન્દ્રિય ૧. જયેષ્ઠ ભગિની અને પુત્રીનાં નામોમાં કંઈક ગરબડ થયેલી જણાય છે. વિશેષાવશ્યકભાષ્યકારે (ગાથા ૨૩૦૭) મહાવીરની પુત્રીનું નામ જયેષ્ઠા, સુદર્શન અને અનવઘાંગી બતાવ્યું છે, જ્યારે આચારાંગમાં મહાવીરની બહેનનું નામ સુદર્શન તથા પુત્રીનું નામ અનવદ્યા અને પ્રિયદર્શના બતાવવામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org