________________
૧૬૪
અંગઆગમ ગમનાગમન ન કરવું જોઈએ. છતાં પણ જો તેવા શબ્દો સાંભળવા જ પડે તો સમભાવપૂર્વક સાંભળવા અને સહન કરવા જોઈએ. આ જ વાત મનોહર અને અમનોહર રૂપ વગેરેના વિષયમાં પણ લાગુ પડે છે. આ અધ્યયનોમાં સૂત્રકારે વિવિધ પ્રકારના શબ્દો અને રૂપો ઉપર પ્રકાશ પાડ્યો છે. પરક્રિયાનિષેધઃ
આ પછીના આગળના બે અધ્યયનોમાં ભિક્ષુ માટે પરક્રિયા અર્થાત્ બીજી કોઈ વ્યક્તિ દ્વારા તેના શરીર પર કરવામાં આવનારી કોઈપણ પ્રકારની ક્રિયા, જેમ કે શૃંગાર, ઉપચાર વગેરે સ્વીકાર કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. એ જ રીતે ભિક્ષ. ભિક્ષુ વચ્ચે અથવા ભિક્ષુણી-ભિક્ષુણી વચ્ચેની પરક્રિયા પણ નિષિદ્ધ છે. મહાવીર-ચરિતઃ
ભાવના નામે તૃતીય ચૂલિકામાં ભગવાન મહાવીરનું ચરિત્ર છે. તેમાં ભગવાનનું સ્વર્ગમાંથી ચ્યવન, ગર્ભાપહાર, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ વર્ણિત છે. અષાઢ શુક્લ પછીના દિવસે હસ્તોત્તરા નક્ષત્રમાં ભારતવર્ષના દક્ષિણ બ્રાહ્મણકુંડપુર ગ્રામમાં ભગવાન સ્વર્ગમાંથી મૃત્યુલોકમાં અવતર્યા. ત્યારપછી ભગવાનનાહિતાનુકંપક દેવે તેમના ગર્ભને આશ્વિન કૃષ્ણા ત્રયોદશીના દિવસે હસ્તોત્તરા નક્ષત્રમાં ઉત્તર ક્ષત્રિયકુંડપુર ગ્રામમાં રહેનારા જ્ઞાત ક્ષત્રિય કાશ્યપગોત્રીય સિદ્ધાર્થની વાસિગોત્રીય ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં ફેરવ્યો અને ત્રિશલાના ગર્ભને દક્ષિણ બ્રાહ્મણકુંડપુર ગામમાં રહેનારી જાલંધરગોત્રીયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ફેરવ્યો. તે સમયે મહાવીર ત્રણ જ્ઞાનયુક્ત હતા. નવ મહિના અને સાડાસાત દિવસ વીત્યા પછી ચૈત્ર શુક્લા ત્રયોદશીના દિવસે હસ્તોત્તરા નક્ષત્રમાં ભગવાનનો જન્મ થયો. જે રાત્રિએ ભગવાન જન્મ્યા તે રાત્રિએ ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો તથા દેવીઓ તેમના જન્મસ્થાન પર આવ્યા. દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો. દેવોએ અમૃતની તથા અન્ય સુગંધિત પદાર્થો અને રત્નોની વર્ષા કરી. ભગવાનનું સૂતિકર્મદેવદેવીઓએ કર્યું. ભગવાન ત્રિશલાના ગર્ભમાં આવ્યા પછી સિદ્ધાર્થનું ઘર ધન, સુવર્ણ વગેરેથી ભરાવા લાગ્યું. આથી માતા-પિતાએ જાતિભોજન કરાવી ખૂબ ધૂમધામ સાથે ભગવાનનું વર્ધમાન એવું નામ રાખ્યું. ભગવાન પાંચ પ્રકારના અર્થાત્ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધમય કામભોગોનો ભોગ કરતા ઉછરવા લાગ્યા. ભગવાનનાં ત્રણ નામ હતાં : વર્ધમાન, શ્રમણ અને મહાવીર. તેમના પિતાનાં પણ ત્રણ નામ હતાં : સિદ્ધાર્થ, શ્રેયાંસ અને સંસ. માતાનાં પણ ત્રણ નામ હતાં : ત્રિશલા, વિદેહદત્તા અને પ્રિયકારિણી. તેમના પિતૃવ્ય એટલે કે કાકાનું નામ સુપાર્શ્વ, મોટા ભાઈનું નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org