________________
અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય આચારાંગ
૧૬૩
આવ્યો છે. બ્રાહ્મણો માટે નીચેના છ પ્રકારના વસ્ત્રો અનુમત છે : કૃષ્ણમૃગ, ૨૨. (મૃગવિશેષ) અને છાગ (બકરી)નું ચામડું, શણ, ક્ષમા (અળસી) અને મેષ (ઘેટાં)નાં રૂંવાડાંમાંથી બનાવેલ વસ્ત્ર, બૌદ્ધ શ્રમણો માટે નીચેનાં છ પ્રકારનાં વસ્ત્રો વિહિત છે : કૌશય–રેશમી વસ્ત્ર, કંબલ, કોજવ–લાંબા વાળવાળો કામળો, સૌમ–અળસીની છાલમાંથી બનાવેલ વસ્ત્ર, શાણ-શણની છાલમાંથી બનાવેલ વસ્ત્ર, ભંગ–ભાંગની છાલમાંથી બનાવેલ વસ્ત્ર. જૈન ભિક્ષુઓ માટે જંગિય વગેરે ઉપર્યુક્ત છ પ્રકારના વસ્ત્રો ગ્રાહ્ય છે. બૌદ્ધ ભિક્ષુઓ માટે બહુમૂલ્ય વસ્ત્ર ન લેવા સંબંધી કોઈ વિશેષ નિયમ નથી. જૈન શ્રમણો માટે કંબલ, કોજવ તથા બહુમૂલ્ય વસ્ત્રોના ઉપયોગનો સ્પષ્ટ નિષેધ છે. પારૈષણા:
પાત્રષણા નામક છઠ્ઠા અધ્યયનમાં બતાવવામાં આવ્યું છે કે તરુણ, બળવાન અને સ્વસ્થ ભિક્ષુએ માત્ર એક પાત્ર રાખવું જોઈએ. આ પાત્ર તુંબડું, લાકડું કે માટીમાંથી બનેલું હોવું જોઈએ. બૌદ્ધ શ્રમણો માટે માટી અને લોઢાના પાત્રનો ઉપયોગ માન્ય છે, લાકડાં વગેરેનાં પાત્રનો નહિ. અવગ્રહૈષણાઃ
અવગ્રહૈષણા નામે સાતમા અધ્યયનમાં અવગ્રહવિષયક વિવેચન છે. અવગ્રહ અર્થાત્ કોઈની માલિકીનું સ્થાન. નિગ્રંથ ભિક્ષુ કોઈ સ્થાનમાં રોકાતાં પહેલાં તેના સ્વામીની અનિવાર્યપણે રજા લે. એમ ન કરે તો તેને અદત્તાદાન ચોરી કરવાનો દોષ લાગે છે. મળમૂત્રવિસર્જન
દ્વિતીય ચૂલિકાના ઉચ્ચાર-પ્રગ્નવણનિક્ષેપ નામક દસમા અધ્યયનમાં બતાવવામાં આવ્યું છે કે ભિક્ષુએ પોતાના ઝાડો-પેશાબ ક્યાં અને કેમ નાખવા જોઈએ. ગ્રંથની યોજના કરનારા જ્ઞાનીઓ અને અનુભવી પુરુષો એ જાણતા હતા કે જો મળમૂત્ર યોગ્ય સ્થાને નાખવામાં ન આવે તો લોકોના સ્વાથ્યની હાનિ થવાની સાથે જ અન્ય પ્રાણીઓને કષ્ટ પહોંચે અને જીવહિંસામાં વૃદ્ધિ થાય. જયાં અને કેવી રીતે નાખવાથી કોઈ પણ પ્રાણીના જીવનની વિરાધનાની આશંકા હોય ત્યાં અને તે પ્રકારે ભિક્ષુએ મળમૂત્ર વગેરે ન નાખવું જોઈએ. શબ્દશ્રવણ અને રૂપદર્શનઃ
આગળના બે અધ્યયનોમાં બતાવવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારના મધુર શબ્દો સાંભળવાની ભાવનાથી અથવા કર્કશ શબ્દ ન સાંભળવાની ઈચ્છાથી ભિક્ષુએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org