________________
૧૬૨
અંગઆગમ
ગામો વચ્ચે અંતર ઘણું વધુ હોય એટલે કે જ્યાં દિવસભર ચાલતા રહેવા છતાં પણ એક ગામથી બીજે ગામ પહોંચી જવાતું ન હોય તો તે તરફ વિહાર કરવાનો પણ નિષેધ કરવામાં આવ્યો છે. માર્ગમાં નદી વગેરે આવતાં તેને નૌકાની સહાયતા વિના પાર ન કરવાની સ્થિતિમાં જ ભિક્ષુ નૌકાનો ઉપયોગ કરે, નહિ તો નહિ. પાણીમાં ચાલતી વખતે અથવા નૌકા દ્વારા પાણી પાર કરતી વખતે પૂરી સાવધાની રાખે. જો બે ચાર ગાઉના ઘેરામાં જ સ્થળમાર્ગ હોય તો જળમાર્ગે જાય નહિ. નૌકામાં બેસતાં નાવિક દ્વારા કોઈ પણ પ્રકારની સેવા માંગવામાં આવે તો ન આપે પરંતુ મૌનપૂર્વક ધ્યાનપરાયણ બની રહે. કદાચ નૌકામાં બેઠેલા લોકો તેને પકડીને પાણીમાં ફેંકવા લાગે તો તે તેમને કહે કે આપ લોકો આમ ન કરો, હું પોતે જ પાણીમાં કૂદી પડું છું. છતાં પણ જો લોકો તેને પકડીને ફેંકી દે તો સમભાવપૂર્વક પાણીમાં પડી જાય અને તરતાં આવડતું હોય તો શાંતિપૂર્વક તરીને બહાર નીકળી જાય. વિહાર કરતાં માર્ગમાં ચોર મળે અને ભિક્ષને કહે કે આ કપડાં અમને આપી દો તો તે તેમને કપડાં ન આપે. છીનવીને લઈ જવાની સ્થિતિમાં લાચારી ન બતાવે કે ન કોઈ પ્રકારની ફરિયાદ પણ કરે. ભાષાપ્રયોગ :
ભાષાજાત નામક ચતુર્થ અધ્યયનમાં ભિક્ષુની ભાષાનું વિવેચન છે. ભાષાના વિવિધ પ્રકારોમાંથી કયા પ્રકારની ભાષાનો પ્રયોગ ભિક્ષુએ કરવો જોઈએ, કોની સાથે કેવી ભાષા બોલવી જોઈએ, ભાષા-પ્રયોગમાં કઈ કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ–આ બધા પાસાં પર પૂરતો પ્રકાશ પાડવામાં આવ્યો છે. વસ્ત્રધારણઃ
વઐષણા નામક પાંચમા પ્રકરણમાં ભિક્ષુના વસ્ત્રગ્રહણ અને વસ્ત્રધારણનો વિચાર કરવામાં આવેલ છે. જે ભિક્ષ તરુણ હોય, બળવાન હોય, રોગી ન હોય તેણે એક વસ્ત્ર ધારણ કરવું જોઈએ, બીજું નહિ. ભિક્ષુણીએ ચાર સંઘાટીઓ ધારણ કરવી જોઈએ જેમાંથી એક બે હાથ પહોળી હોય, બે ત્રણ હાથ પહોળી હોય અને એક ચાર હાથ પહોળી હોય. શ્રમણ કઈ જાતના વસ્ત્રો ધારણ કરે? જંગિય—ઊંટ વગેરેની ઊનમાંથી બનાવેલ, ભંગિય–દ્વીન્દ્રિય વગેરે પ્રાણીઓની લાળમાંથી બનાવેલ, સાણિય–શણની છાલમાંથી બનાવેલ, પોરગ તાડપત્રનાં પાંદડાંમાંથી બનાવેલ, ખોમિય–કપાસમાંથી બનાવેલ અને તૂલકડ–આકડા વગેરેનાં રૂમાંથી બનાવેલ વસ્ત્રો શ્રમણ કામમાં લઈ શકે છે. પાતળા, સોનેરી, ચમકતાં અને બહુમૂલ્ય વસ્ત્રોનો ઉપયોગ શ્રમણ માટે વર્જિત છે.. બ્રાહ્મણોના વસ્ત્રોના ઉપયોગ વિષયમાં મનુસ્મૃતિ (અ. ૨, શ્લો. ૪૦-૪૧)માં તથા બૌદ્ધ શ્રમણોના વસ્ત્રોપયોગ સંબંધમાં વિનયપિટક (પૃ. ર૭૫)માં પ્રકાશ પાડવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org