________________
અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય : આચારાંગ
૧૬૧
પોતાની પાસે રહેનારા ભિક્ષુને કામદેવના પંજામાં ફસાવી દે છે જેથી તેણે સંયમભ્રષ્ટ બનવું પડે છે. પ્રસ્તુત પ્રકરણમાં મકાનના પ્રકારો, મકાનમાલિકોના વ્યવસાયો, તેમનાં આભૂષણો, તેમનાં અલ્ટંગના સાધનો, તેમનાં સ્નાનસંબંધી દ્રવ્યો વગેરેનો ઉલ્લેખ છે. એ પરથી પ્રાચીનકાળના મકાનો અને સામાજિક વ્યવસાયોનો કંઈક પરિચય મળી શકે છે.
ઈર્યાપથ :
ઈર્યાપથ નામે તૃતીય અધ્યયનમાં ભિક્ષુઓના પાદ-વિહાર, નૌકારોહણ, જળપ્રવેશ વગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ઈર્યાપથ શબ્દ બૌદ્ધ-પરંપરામાં પણ પ્રચલિત છે. તે અનુસાર સ્થાન, ગમન, નિષદ્યા અને શયન આ ચારનો ઈર્યાપથમાં સમાવેશ થાય છે. વિનયપિટકમાં આ વિષયમાં વિસ્તૃત વિવેચન છે. વિહાર કરતી વેળાએ બૌદ્ધ ભિક્ષુ પોતાની પરંપરાના નિયમો અનુસાર તૈયાર થઈને ચાલે છે તેનું જ નામ ઈર્યાપથ છે. બીજા શબ્દોમાં પોતાના સમસ્ત ઉપકરણો સાથે લઈને સાવધાનીપૂર્વક ગમન કરવું, શરીરના અવયવો ન હલાવવા, હાથ ન ઉછાળવા, પગ ન પછાડવાનું નામ ઈર્યાપથ છે. જૈન પરંપરામાન્ય ઈર્યાપથના નિયમો અનુસાર ભિક્ષુએ વર્ષાઋતુમાં પ્રવાસ ન કરવો જોઈએ. જ્યાં સ્વાધ્યાય, શૌચ વગેરેને માટે યોગ્ય સ્થાનો ન હોય, સંયમની સાધના માટે યોગ્ય ઉપકરણો સુલભ ન હોય, અન્ય શ્રમણો, બ્રાહ્મણો, યાચકો વગેરે મોટી સંખ્યામાં આવ્યા હોય અથવા આવનારા હોય ત્યાં ભિક્ષુએ વર્ષાવાસ ન ક૨વો જોઈએ. વર્ષાઋતુ વીતી જતાં અને હેમંતઋતુ આવી પહોંચતાં માર્ગો નિર્દોષ બની ગયા હોયજીવયુક્ત ન રહ્યાં હોય તો વિહાર કરી લેવો જોઈએ. ચાલતાં ચાલતાં પગની નીચે કોઈ જીવજંતુ જણાઈ આવે તો પગ ઊંચો રાખી ચાલવું જોઈએ, સંકોચીને ચાલવું જોઈએ, ત્રાંસો રાખીને ચાલવું જોઈએ, કોઈપણ રીતે ચાલીને તે જીવની રક્ષા કરવી જોઈએ. વિવેકપૂર્વક નીચી નજર રાખીને સામે ચાર હાથ ભૂમિ જોતાં જોતાં ચાલવું જોઈએ. વૈદિક પરંપરા અને બૌદ્ધ પરંપરાના ભિક્ષુઓ માટે પણ પ્રવાસ કરતી વેળાએ આ પ્રકારે ચાલવાની પ્રક્રિયાનું વિધાન છે. માર્ગમાં ચોરોના વિવિધ સ્થાનો, મ્લેચ્છો—બર્બર, શબર, પુલિન્દ, ભીલ વગેરેના નિવાસસ્થાનો આવે તો ભિક્ષુએ તે બાજુએ વિહાર ન કરવો જોઈએ કેમ કે તે લોકો ધર્મથી અજાણ હોય છે તથા અકાળે જમનારા, અકાળે ઘૂમનારા, અકાળે જાગનારા અને સાધુઓ પ્રત્યે દ્વેષ રાખનારા હોય છે. એ જ રીતે ભિક્ષુઓએ રાજારહિત રાજ્ય, ગણરાજ્ય (અનેક રાજાઓવાળું રાજ્ય), અલ્પવયસ્કરાજ્ય (નાની વયના રાજાનું રાજ્ય), દ્વિરાજ્ય (બે રાજાઓનું સંયુક્ત રાજ્ય) તેમજ અશાંત રાજ્ય (એકબીજાનું વિરોધી રાજ્ય) ત૨ફ પણ વિહાર ન કરવો જોઈએ કેમ કે આવા રાજ્યોમાં જવાથી સંયમની વિરાધના થવાનો ભય રહે છે. જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org