________________
૧૬૦
અંગઆગમ જવનું ધોવણ, આયામ-આચારૂ–અવશ્યાન, આરનાલ-કાંજી, શુદ્ધ અચિત્ત–નિર્જીવ પાણી, આમ્રપાનક–આંબાનું પાણી, દ્રાક્ષનું પાણી, બિલાનું પાણી, આંબોળિયાનું પાણી, દાડમનું પાણી, ખજૂરનું પાણી, નાળિયેરનું પાણી, કેરનું પાણી, બોરનું પાણી, આંબળાનું પાણી, આંબલીનું પાણી વગેરે.
ભિક્ષુ પકાવેલી વસ્તુ જ ભોજન માટે લઈ શકે છે, કાચી નહિ. આ વસ્તુઓમાં કંદ, મૂળ, ફળ, ફૂલ, પત્ર વગેરે બધાનો સમાવેશ થાય છે. અગ્રાહ્ય ભોજન:
ક્યાંક અતિથિ માટે માંસ અથવા માછલી પકાવવામાં આવતી હોય અથવા તેલમાં પૂડલા તળવામાં આવતા હોય તો ભિક્ષુ લાલચવશ તે લેવા ન જાય. કોઈ રોગી ભિક્ષને માટે તેની જરૂર હોય તો તેમ કરવામાં કોઈ બાધ નથી. મૂળસૂત્રમાં એક જગ્યાએ એ પણ બતાવવામાં આવ્યું છે કે ભિક્ષુએ અસ્થિબહુલ અર્થાત જેમાં ઘણાં હાડકાં હોય તેવું માંસ અને કંટકબહુલ અર્થાત જેમાં ઘણાં કાંટા હોય તેવી માછલી ન લેવી જોઈએ. જો કોઈ ગૃહસ્થ એમ કહે કે આપને આવું માંસ કે માછલી જોઈએ છે? તો ભિક્ષુ કહે કે જો તમે મને આ દેવા માંગતા હો તો માત્ર પુદ્ગલભાગ આપો અને હાડકાં કે કાંટા ન આવે તેનું ધ્યાન રાખજો. આમ કહેવા છતાં પણ ગૃહસ્થ જો હાડકાંવાળું માંસ કે કાંટાવાળી માછલી આપે તો તે લઈ એકાંતમાં જઈ કોઈ નિર્દોષ સ્થળે બેસીને માંસ અને માછલી ખાઈને વધેલાં હાડકાં અને કાંટા નિર્જીવ સ્થાનમાં નાખી દે. અહીં પણ માંસ અને માછલીનો સ્પષ્ટ ઉલ્લેખ છે. વૃત્તિકારે આ વિષયમાં સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે કે આ સૂત્રને આપવાદિક સમજવું જોઈએ. કોઈ ભિક્ષુને કરોળિયા અથવા બીજો કોઈ રોગ થયો હોય અને કોઈ સારા વૈદ્ય તેના ઉપચાર માટે બહાર લગાડવા માટે માંસ વગેરેની ભલામણ કરી હોય તો ભિક્ષુ આપવાદિક રૂપે તે લઈ શકે છે. લગાવ્યા પછી બચેલાં કાંટા અને હાડકાં નિર્દોષ સ્થળે ફેંકી દેવા જોઈએ. અહીં વૃત્તિકારે મૂળમાં પ્રયુક્ત “મુન' ધાતુનો “ખાવું' અર્થ ન કરતાં “બહાર લગાડવું' અર્થ કર્યો છે. આ અર્થ સૂત્રના સંદર્ભની દૃષ્ટિએ યોગ્ય જણાતો નથી. વૃત્તિકારે પોતાના યુગના અહિંસાપ્રધાન પ્રભાવથી પ્રભાવિત થઈને જ મૂળ અર્થમાં અહીં તહીં એ પ્રકારનાં પરિવર્તનો કર્યા છે. શઐષણા :
શઐષણા નામના બીજા પ્રકરણમાં કહેવામાં આવ્યું છે કે જે સ્થાનમાં ગૃહસ્થો સહકુટુંબ રહેતા હોય ત્યાં ભિક્ષુ રહી શકે નહિ કારણ કે એવા સ્થાનમાં રહેવાથી અનેક દોષો લાગે છે. ઘણી વાર એવું બને છે કે લોકોની એવી માન્યતા કે આ શ્રમણો બ્રહ્મચારી હોય છે આથી તેમના દ્વારા ઉત્પન્ન થનાર સંતાન તેજસ્વી હોય છે, આથી કોઈ સ્ત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org