________________
અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય: આચારાંગ
૧૬૭
જોઈએ. વીતરાગતા અને સર્વજ્ઞતાઃ
પાતંજલ યોગસૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે અમુક ભૂમિકા પર પહોંચેલા સાધકને કેવળજ્ઞાન થાય છે અને તે તે જ્ઞાન દ્વારા સમસ્ત પદાર્થો તથા સમસ્ત ઘટનાઓને જાણી લે છે. આ પરિભાષા અનુસાર ભગવાન મહાવીરને પણ કેવલી, સર્વજ્ઞ અથવા સર્વદર્શી કહી શકાય. પરંતુ સાધક-જીવનમાં પ્રધાનતા અને મહત્તા કેવળજ્ઞાન-કેવળદર્શનની નથી પરંતુ વીતરાગતા, વીતમોહતા, નિરાગ્નવતા, નિષ્કષાયતાની છે. વીતરાગતાની દૃષ્ટિએ જ આચાર્ય હરિભદ્ર કપિલ અને સુગતને પણ સર્વજ્ઞના રૂપમાં સ્વીકાર્યા છે. ભગવાન મહાવીરને જ સર્વજ્ઞ માનવા અને કોઈ બીજાને સર્વજ્ઞ ન માનવા તે ઠીક નથી. જેમાં વીતરાગતા હોય તે બધા સર્વજ્ઞ છે–તેમનું જ્ઞાન નિર્દોષ છે. જેમાં સરાગતા છે તે અલ્પજ્ઞ છે તેનું જ્ઞાન સદોષ છે.
આ પ્રમાણે આચારાંગની સમીક્ષા પૂરી કર્યા પછી હવે દ્વિતીય અંગ સૂત્રકૃતાંગની સમીક્ષાનો પ્રારંભ થાય છે. આ અંગસૂત્ર અને આગળના અન્ય અંગસૂત્રોની સમીક્ષા જેટલા વિસ્તારથી આચારાંગની સમીક્ષા થઈ તેટલા વિસ્તારથી થઈ શકશે નહિ અને એવો કોઈ નિશ્ચિત વિવેચના-ક્રમ પણ રાખી શકાશે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org