________________
૧૫૮
અંગઆગમ
આવ્યું છે કે આ પ્રકારની ભિક્ષા અનેક દોષોની જનની છે. જન્મોત્સવ, નામકરણોત્સવ વગેરે પ્રસંગે થનાર મોટા ભોજનસમારંભ નિમિત્તે અનેક પ્રકારની હિંસા થાય છે. આવા અવસરે ભિક્ષા લેવા જવાની સ્થિતિમાં સાધુઓની સગવડ માટે પણ વિશેષ હિંસાની સંભાવના હોઈ શકે છે. આથી સંખડિમાં ભિક્ષુ ભિક્ષા માટે ન જાય. આગળ સૂત્રકારે એમ પણ બતાવ્યું છે કે જે દિશામાં સંખડિ થતી હોય તે દિશામાં પણ ભિક્ષુએ જવું જોઈએ નહિ. સંખડિ ક્યાં ક્યાં થાય છે? ગ્રામ, નગર, ખેડ, કર્બટ, મડંબ, પટ્ટણ, આકર, દ્રોણમુખ, નૈગમ, આશ્રમ, સંનિવેશ અને રાજધાની–આ બધામાં સંખડિ થાય છે. સંખડિમાં ભિક્ષા માટે જવાથી ભયંકર દોષો લાગે છે. તેમના વિષયમાં સૂત્રકાર કહે છે કે કદાચિત ત્યાં વધુ ખવાઈ જાય અથવા પીવાઈ જાય અને વમન થાય કે અપચો થાય તો રોગ થવાની સંભાવના પેદા થાય છે. ગૃહપતિ સાથે, ગૃહપતિની સ્ત્રી સાથે, પરિવ્રાજકો સાથે, પરિવ્રાજિકાઓ સાથે હળીમળી જવાથી, મદિરા વગેરે પીવાની પરિસ્થિતિ ઉત્પન્ન થતાં બ્રહ્મચર્ય-ભંગનો ભય રહે છે. આ એક ભયંકર દોષ
ભિક્ષા માટે જતી વેળાએઃ
| ભિક્ષા માટે જનાર ભિક્ષુને કહેવામાં આવ્યું છે કે પોતાના બધા ઉપકરણો સાથે રાખીને જ ભિક્ષા માટે જાય. એક ગામથી બીજે ગામ જતી વેળાએ પણ તેમ જ કરે. હાલના સમયમાં એક ગામથી બીજે ગામ જતી વેળાએ તો આ નિયમનું પાલન કરવામાં આવે છે પરંતુ ભિક્ષા માટે જતી વખતે આમ કરવામાં આવતું નથી. ધીરે ધીરે ઉપકરણોમાં વૃદ્ધિ થતી ગઈ. આથી ભિક્ષા સમયે બધાં ઉપકરણો સાથે ન રાખવાની નવી પ્રથા નીકળી હોય એવું શક્ય છે. રાજકુળોમાં
આગળ બતાવવામાં આવ્યું છે કે ભિક્ષુએ ક્ષત્રિયો અર્થાત્ રાજાઓના કુળોમાં, કુરાજાઓના કુળોમાં, રાજસ્મૃત્યોના કુળોમાં, રાજવંશના કુળોમાં ભિક્ષા માટે ન જવું જોઈએ. આનાથી એમ જણાય છે કે કેટલાક રાજાઓ અને રાજવંશના લોકો ભિક્ષુઓ સાથે દુર્વ્યવહાર કરતા હશે અથવા તેમને ત્યાંનો આહાર સંયમની સાધનામાં બાધા કરનાર હોતો હશે. માખણ, મધ, મધ અને માંસઃ
કોઈ ગામમાં નિર્બળ અથવા વૃદ્ધ ભિક્ષુઓએ સ્થિરવાસ કર્યો હોય અથવા કેટલાક સમય માટે માસકલ્પી ભિક્ષુઓએ નિવાસ કર્યો હોય અને ત્યાં રામાનુગ્રામ વિચરતા અન્ય ભિક્ષુઓ અતિથિ રૂપે આવ્યા હોય તેમને જોઈને પહેલાંથી જ ત્યાં રહેલ ભિક્ષુઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org