________________
અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય આચારાંગ
૧૫૭
વનપકો વગેરેને માટે બનાવવામાં આવ્યું હોય તે જૈન ભિક્ષુઓ ગ્રહણ ન કરે. આ નિયમ દ્વારા અન્ય ભિક્ષુઓ અથવા શ્રમણોને હાનિ ન પહોંચાડવાની ભાવના વ્યક્ત થાય છે. એ જ રીતે જૈન ભિક્ષુઓને નિત્યપિંડ, અગ્રપિંડ (ભોજનનો પ્રથમ ભાગ) વગેરે આપનારા કુળોમાંથી ભિક્ષા ગ્રહણ કરવાની મનાઈ કરવામાં આવી છે. ભિક્ષા માટે યોગ્ય કુળઃ
જે કુળોમાં ભિક્ષુઓ ભિક્ષા માટે જતા તે આ પ્રમાણે છેઃ ઉગ્રકુળ, મોગકુળ, રાજન્યકુળ, ક્ષત્રિયકુળ, ઈક્વાકુકુળ, હરિવંશકુળ, ઐસિઅકુળ-ગોષ્ઠોનું કુળ, વેસિઅકુળ-વૈશ્યકુળ, ગંડાગકુળ-ગામમાં ઘોષણા કરનારા નાપિતોનું કુળ, કોટ્ટાગકુળ સુથારકુળ, બુક્કસ અથવા બોક્કશાલિયકુળ-વણકર કુળ. સાથે જ એ પણ બતાવવામાં આવ્યું છે કે જે કુળો અનિંદિત છે, અજુગુણિત છે તેમાં જ જવું જોઈએ; નિદિત કે જુગુપ્સિત કુળોમાં ન જવું જોઈએ. વૃત્તિકારના કથન અનુસાર ચમારકુળ અથવા દાસકુળ નિદિત મનાતાં હતાં. આ નિયમથી એવું ફલિત થાય છે કે દ્વિતીય શ્રુતસ્કંધની યોજનાના સમયમાં જૈન ધર્મમાં કુળના આધારે ઉચ્ચ કુળો અને નીચ કુળોની ભાવનાને સ્થાન મળ્યું હશે. આનાથી પહેલાં જૈન પ્રવચનમાં આ ભાવનાની ગંધ સુદ્ધાં નથી મળતી. જ્યાં ખુદ ચાંડાળ જ મુનિ બનવાનો ઉલ્લેખ છે ત્યાં નીચ કુળ અથવા ગહિત કુળની કલ્પના કેવી રીતે થઈ શકે? ઉત્સવ સમયે ભિક્ષા:
એક સ્થળે ખાનપાનના પ્રસંગે જે વિશેષ ઉત્સવોના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે આ છે : ઇન્દ્રમહ, સ્કંદમહ, રુદ્રમહ, મુકુંદમહ, ભૂતમહ, યક્ષમત, નાગમહ, સ્તૂપમહ, ચૈત્યમહ, વૃક્ષમહ, ગિરિમહ, કૂપમહ, નદીમહ, સરોવરમહ, સાગરમહ, આકરમહ વગેરે. આ ઉત્સવ વેળાએ ઉત્સવ નિમિત્તે આવેલા નિમંત્રિત વ્યક્તિઓ દ્વારા ભોજન કરી લીધા પછી જ ભિક્ષુ આહારપ્રાપ્તિ માટે કોઈના ઘરે જાય, તેની પહેલાં નહિ. એટલું જ નહિ, તે ઘરમાં જઈને ગૃહપતિની સ્ત્રી, બહેન, પુત્ર, પુત્રી, પુત્રવધૂ, દાસ, દાસી, નોકર, નોકરાણીને કહે કે જેમને જે આપવાનું હતું તે તેમને આપી દીધા પછી જો બચ્યું હોય તો તેમાંથી મને ભિક્ષા આપો. આ નિયમનું પ્રયોજન એ જ છે કે કોઈના ભોજનમાં અંતરાય ન પડે.
સંખડિ એટલે કે સામૂહિક ભોજનમાં ભિક્ષાને માટે જવાનો નિષેધ કરતાં કહેવામાં
૧. વિશિષ્ટ વેશધારી ભિખારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org