________________
અંગઆગમ
આમગંધનો વ્યુત્પત્તિપૂર્વક અર્થ બતાવ્યો નથી. તેમણે માત્ર એટલું જ કહ્યું છે કે ‘આમગંધ’ શબ્દ આહાર સંબંધી દોષનો સૂચક છે. જે આહાર ઉદ્ગમ-દોષ વડે દૂષિત હોય અથવા શુદ્ધિની દૃષ્ટિએ દોષયુક્ત હોય તે આમગંધ કહેવાય છે. સામાન્યપણે ‘આમ’નો અર્થ થાય છે કાચું અને ગંધનો અર્થ થાય છે વાસ. જેની ગંધ આમ હોય તે આમગંધ છે. આ દૃષ્ટિએ જે આહાર વગેરે પરિપક્વ ન હોય એટલે કે જેમાં કાચાની ગંધ આવતી હોય તેનો આમગંધમાં સમાવેશ થાય છે. જૈન ભિક્ષુઓ માટે આ પ્રકારનો આહાર ત્યાજ્ય છે. લક્ષણાથી ‘આમગંધ' શબ્દ આ જ પ્રકારના આહારાદિ સંબંધી અન્ય દોષોનો પણ સૂચક છે.
૧૫૦
બૌદ્ધપિટક ગ્રંથ સુત્તનિપાતમાં ‘આમગંધ’ શબ્દનો પ્રયોગ થયો છે. તેમાં તિષ્ય નામક તાપસ અને ભગવાન બુદ્ધ વચ્ચે ‘આમગંધ’ના વિચાર વિષયમાં એક સંવાદ છે. આ તાપસ કંદ, મૂળ, ફળ જે કંઈ પણ ધર્માનુસાર મળે છે તેના વડે પોતાનો નિર્વાહ કરે છે અને તાપસધર્મનું પાલન કરે છે. તેને ભગવાન બુદ્ધે કહ્યું કે હે તાપસ ! તું જે પરપ્રદત્ત અથવા સ્વોપાર્જિત કંદ વગેરે ગ્રહણ કરે છે તે આમગંધ છે—અમેધ્યવસ્તુ— અપવિત્ર પદાર્થ છે. આ સાંભળીને તિષ્ય બુદ્ધને કહ્યું કે હે બ્રહ્મબંધુ ! તું સ્વયં સુસંસ્કૃત— સારી રીતે પકાવેલા પક્ષીઓના માંસથી યુક્ત ચોખાનું ભોજન કરનાર છે અને હું કંદ વગેરે ખાનારો છું. છતાં પણ તું મને તો આમગંધભોજી કહે છે અને પોતાની જાતને નિરામગંધભોજી. આમ કેમ ? તેનો ઉત્તર આપતાં બુદ્ધ કહે છે કે પ્રાણધાત, વધ, છેદ, ચોરી, અસત્ય, વંચના, લૂંટ, વ્યભિચાર વગેરે અનાચારો આમગંધ છે, માંસભોજન આમગંધ નથી. અસંયમ, જિહ્વાલોલુપતા, અપવિત્ર આચરણ, નાસ્તિકતા, વિષમતા તથા અવિનય આમગંધ છે, માંસાહાર આમગંધ નથી આ રીતે પ્રસ્તુત સૂત્રમાં સમસ્ત દોષો—આંતરિક અને બાહ્ય દોષોને આમગંધ કહેવામાં આવેલ છે.
આચારાંગમાં પ્રયુક્ત ‘આમગંધ’નો અર્થ આંતરિક દોષ તો છે જ, સાથે જ માંસાહાર પણ છે. જૈન ભિક્ષુઓ માટે માંસાહારના ત્યાગનું વિધાન છે. ‘સવ્વામાંધ પરિત્રાય' લખવાનો વાસ્તવિક અર્થ આ જ છે કે બાહ્ય અને આંતરિક બધા પ્રકારના આમગંધ હેય છે એટલે કે બાહ્ય આમગંધ-માંસાદિ અને આંતરિક આમગંધઆપ્યંતરિક દોષો તે બંનેય ત્યાજ્ય છે.
આસ્રવ અને પરિસવ ઃ
'जे आसवा ते परिस्सवा, जे परिस्सवा ते आसवा; जे अणासवा ते अपरिस्सवा, जे અસ્થિવા તે અગાસવા' આચારાંગ (અ. ૪, ઉ. ૨)ના આ વાક્યનો અર્થ સમજવા માટે આસ્રવ અને પરિસ્રવનો અર્થ જાણવો જરૂરી છે. આસ્રવ શબ્દ ‘બંધનના હેતુ’ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org