________________
અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય આચારાંગ
૧૪૯ જણાય છે કે આ શબ્દ ઘણો પ્રાચીન છે. અવેસ્તામાં આ શબ્દનો પ્રયોગ “પવિત્ર'ના અર્થમાં થયો છે. ત્યાં તેનું ઉચ્ચારણ “વસુ ન હોતાં “વોહૂર છે. વેદ અને ઉપનિષદોમાં તેનું ઉચ્ચારણ “વસુ' રૂપે જ છે.' ઉપનિષદમાં પ્રયુક્ત “વસુ' શબ્દ હંસ અર્થાત્ પવિત્ર આત્માનો દ્યોતક છે : હંસ: સુવિવત્ વસુઃ (કઠોપનિષદ, વલ્લી ૫, શ્લોક ૨; છાંદોગ્યોપનિષદ ખંડ ૧૬, શ્લોક ૧-૨). પછીથી આ શબ્દનો પ્રયોગ વસુ નામના આઠ દેવો અથવા ધનના અર્થમાં થવા લાગ્યો. આચારાંગમાં આ શબ્દનો પ્રયોગ આત્માર્થી પવિત્ર મુનિ અને આત્માર્થી પવિત્ર ગૃહસ્થના અર્થમાં થયો છે. વસુ અર્થાત્ મુનિ. અણુવસુ એટલે નાનો મુનિ–આત્માર્થી પવિત્ર ગૃહસ્થ, દુવ્વસુ એટલે મુક્તિગમન માટે અયોગ્ય મુનિ–અપવિત્ર મુનિ–આચારહીન મુનિ. વેદ:
વેયવં–વેવાન અને વેચવી–વેવિત્ આ બંને શબ્દોનો પ્રયોગ આચારાંગમાં જુદા જુદા અધ્યયનોમાં થયો છે. ચૂર્ણિકારે તેમનું વિવેચન કરતાં લખ્યું છે : “તિજ્ઞ રેખ સ વેલો વેતિ રૂતિ વેવિ' (આચારાંગચૂર્ણિ, પૃ. ૧૫૨), “વેવી-તિત્થર પર્વ વિજયતિ વિવેvi, સુવાનાં વા પ્રવવ વેતો તં ને વેતિ રસ લેવી !' (એજન, પૃ. ૧૮૫). આ અવતરણોમાં ચૂર્ણિકારે તીર્થકરને વેવી-વેવિ કહ્યા છે. જેના વડે વેદન થાય અર્થાત્ જ્ઞાન થાય તે વેદ છે. એટલા માટે જૈન સૂત્રોને એટલે કે દ્વાદશાંગ પ્રવચનને વેદ કહેવામાં આવેલ છે. નિર્યુક્તિકારે આચારાંગને વેદરૂપ દર્શાવેલ છે. વૃત્તિકારે પણ આ કથનનું સમર્થન કર્યું છે અને આચારાદિ આગમોને વેદ તથા તીર્થકરો, ગણધરો અને ચતુર્દશપૂર્વીઓને વેદવિત કહ્યા છે. આ રીતે જૈન પરંપરામાં ઋગ્વદ આદિને હિંસાચારપ્રધાન હોવાને કારણે વેદ ન માનતાં અહિંસાચારપ્રધાન આચારાંગાદિને વેદ માનવામાં આવેલ છે. વસ્તુતઃ જોવામાં આવે તો વેદની પ્રતિષ્ઠાથી પ્રભાવિત થઈને જ પોતાના શાસ્ત્રને વેદ નામ આપવામાં આવ્યું છે, એમ જ માનવું યોગ્ય છે. આમગંધ:
આચારાંગના “સબામiધે પરિત્રાય નિરીમiધે પરિવU' (૨, ૫) વાક્યમાં એવો નિર્દેશ કરવામાં આવ્યો છે કે મુનિએ બધા આમગંધોને જાણીને તેમનો ત્યાગ કરવો જોઈએ અને નિરામગંધ બનીને જ વિચરણ કરવું જોઈએ. ચૂર્ણિકાર અથવા વૃત્તિકારે ૧. અવેસ્તા માટે જુઓ–ગાથાઓ પર નવો પ્રકાશ, પૃ. ૪૪૮, ૪૬૫, ૪૬૪, ૮૨૩.
વેદ માટે જુઓ-ઋગ્વદ મંડલ ૨, સૂક્ત ૨૩, મંત્ર ૯ તથા સૂક્ત ૧૧, મંત્ર ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org