________________
અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય : આચારાંગ
આ સૂત્રમાં પ્રયુક્ત ‘આરિય’ અને ‘અખારિય’ શબ્દોનો અર્થ વ્યાપક રૂપમાં લેવો જોઈએ. જે સમ્યક્ આચારસંપન્ન છે—અહિંસાનું સર્વાંગી આચરણ કરનારા છે તેઓ આરિય—આર્ય છે. જે તેવા નથી તેઓ અણારિય-અનાર્ય છે.
મેહાવી (મેધાવી), મમં (મતિમાન), ધીર, પંડિગ (પષ્ડિત), પાસઞ (પશ્ય), વીર, સત્ત (હ્રાત), માદળ (બ્રાહ્મન), નાળી (જ્ઞાની), પરમત્તવવુ (પરમન્નક્ષુષ), મુળિ (મુનિ), બુદ્ધ, માવ (માવાન્), આસુપન્ન (ઞશુપ્રજ્ઞ), આયયનવસ્તુ (આયતત્તભ્રુણ્) વગેરે શબ્દોનો પ્રયોગ પ્રસ્તુત સૂત્રમાં અનેકવાર થયો છે. તેમનો અર્થ ઘણો સ્પષ્ટ છે. આ શબ્દો સાંભળતાં જ જે સામાન્ય બોધ થાય છે તે જ તેનો મુખ્ય અર્થ છે અને એ જ મુખ્ય અર્થ અહીં બરાબર સંગત થઈ જાય છે. આમ હોવા છતાં પણ ચૂર્ણિકા૨ તથા વૃત્તિકારે આ શબ્દોનો જૈન પરિભાષા અનુસાર વિશિષ્ટ અર્થ કર્યો છે. ઉદાહરણ તરીકે પામઞ (પશ્ય-દૃષ્ટા)નો અર્થ સર્વજ્ઞ અથવા કેવલી, સત્ત (શત્ત)નો અર્થ તીર્થંકર અથવા વર્ધમાનસ્વામી, મુળિ (મુનિ)નો અર્થ ત્રિકાલજ્ઞ અથવા તીર્થંકર કર્યો છે.
૧૪૭
બાળŞ-પાસફનો પ્રયોગ ભાષાશૈલીના રૂપમાં :
આચારાંગમાં ‘અમ્મા બાળર્ પાસ' (૫, ૬), ‘આસુપત્રેળ ખાળવા પાસવા’ (૭, ૧), ‘અગાળો અાસો’(૫, ૪) વગેરે વાક્યો આવે છે, જેમાં કેવલીના જાણવા તથા જોવાનો ઉલ્લેખ છે. આ ઉલ્લેખને લઈને પ્રાચીન ગ્રંથકારોએ સર્વજ્ઞના જ્ઞાન તથા દર્શનના ક્રમાક્રમ વિષયમાં ભારે વિવાદ ઊભો કર્યો છે અને તે કારણે એક આગમિક પક્ષ અને બીજો તાર્કિક પક્ષ એ રીતે બે પક્ષો પણ પેદા થઈ ગયા છે. મને તો એમ લાગે છે કે ‘નાળરૂ’ અને ‘પાસ’ એ બંને ક્રિયાપદો માત્ર ભાષાશૈલી—બોલવાની એક શૈલીનાં પ્રતીક છે. કહેનારાના મનમાં જ્ઞાન અને દર્શનના ક્રમ-અક્રમનો કોઈ વિચાર રહેલો નથી. જેમ બીજી જગ્યાએ ‘પન્નવેમિ પવૅમિ માસેમિ વગેરે ક્રિયાપદોનો સમાન અર્થમાં જ પ્રયોગ થયો છે તેવી જ રીતે અહીં પણ ‘નાગફ પાસ’ રૂપ યુગલ ક્રિયાપદ સમાન અર્થમાં જ પ્રયુક્ત થયેલ છે. જે મનુષ્ય કેવલી નથી અર્થાત્ છદ્મસ્થ છે તેને માટે પણ ‘નાળફ પાસ’ અથવા ‘અનાળો પાસઓ'નો પ્રયોગ થાય છે. દર્શન-જ્ઞાનના ક્રમ અનુસાર તો પહેલાં ‘પાસ ્' અથવા ‘ઝપાસો’ અને ‘નાળ’ અથવા ‘અનાળો'નો પ્રયોગ થવો જોઈએ પરંતુ આ વચનો એવી જાતના કોઈ ક્રમને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યા નથી. આ તો બોલવાની એક શૈલી માત્ર છે. બૌદ્ધ ગ્રંથોમાં પણ આ શૈલીનો પ્રયોગ જોવા મળે છે. મઝિમનિકાયના સવ્વાસવસુત્તમાં ભગવાન બુદ્ધના મુખે આ શબ્દો કહેવાયાં છે ઃ- ‘જ્ઞાનતો અહં ભિાવે પસ્તતો આસવાનું સ્વયં વામિ, નો અનાનતો નો અવો’ અર્થાત્ હે ભિક્ષુઓ ! હું જાણતો છતો—દેખતો છતો આશ્રવોના ક્ષયની વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org