________________
અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય આચારાંગ
૧૪૫ પૃ. ૨૪૨) અર્થાત્ મગધ દેશમાં ગોવાલણો પણ “ મા”નો પ્રયોગ કરે છે. આથી અહીં પણ આ શબ્દનો તેવો જ પ્રયોગ થયો છે.
મુંડકોપનિષદના પ્રથમ મુંડક, દ્વિતીય ખંડ, શ્લોક ૯) “સત્ ધર્મો પ્રવેતિ અત્ તેના માતુ: ક્ષીણતોશ્રવન્ત' આ પદ્યમાં જે અર્થમાં “આતુર” શબ્દ છે તે જ અર્થમાં આચારાંગનો “માર – “માતુર શબ્દ પણ છે. લોકભાષામાં “કામાતુરનો પ્રયોગ આ જ પ્રકારનો છે.
લોકોમાં જે જે વસ્તુઓ શસ્ત્રરૂપે પ્રસિદ્ધ છે તે ઉપરાંત અન્ય પદાર્થો અર્થાત્ ભાવો માટે પણ શસ્ત્ર શબ્દનો પ્રયોગ થાય છે. આચારાંગમાં રાગ, દ્વેષ, ક્રોધ, લોભ, મોહ અને તેમાંથી પેદા થતી સમસ્ત પ્રવૃત્તિઓને “સત્ય–શસ્ત્રરૂપ કહેવામાં આવેલ છે. બીજા કોઈ શાસ્ત્રમાં આ અર્થમાં “શસ્ત્ર' શબ્દનો પ્રયોગ નજરે પડતો નથી.
બૌદ્ધ પિટકોમાં જેઅર્થમાં “માર' શબ્દનો પ્રયોગ થયો છે તે જ અર્થમાં આચારાંગમાં પણ “માર' શબ્દ પ્રયોજાયો છે. સુત્તનિપાતના કમ્પમાણવપુચ્છા સુત્તના ચતુર્થ પદ્ય અને ભદ્રાવુધમાણવપુરછા સુત્તના તૃતીય પદ્યમાં ભગવાન બુદ્ધ “માર'નું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યું છે. લોકભાષામાં જેને “શેતાન” કહે છે તે જ “માર' છે. સર્વ પ્રકારના આલંભનો શેતાનની પ્રેરણાનું જ કામ છે. સૂત્રકારે આ તથ્યનું પ્રતિપાદન “માર' શબ્દ વડે કર્યું છે. એ જ રીતે “નરગ–બર' શબ્દનો પ્રયોગ પણ બધા પ્રકારના આલંબનને માટે કરવામાં આવ્યો છે. નિરાલંબ ઉપનિષદમાં બંધ, મોક્ષ, સ્વર્ગ, નરક વગેરે અનેક શબ્દોની વ્યાખ્યા કરવામાં આવી છે. તેમાં નરકની વ્યાખ્યા આ પ્રમાણે છે :
મસત્સંસાવિષયનનહંસા નર:' અર્થાત અસતુ સંસાર, તેના વિષયો અને અસજ્જનોનો સંપર્ક જ નરક છે. અહીં બધા પ્રકારના આલંભનોનો “નરક' શબ્દથી નિર્દેશ કરવામાં આવ્યો છે. આ રીતે “નરક' શબ્દનો જે અર્થ ઉપનિષદને અભીષ્ટ છે તે જ આચારાંગને પણ અભીષ્ટ છે.
" આચારાંગમાં “નિયા પવિત્ર –નિયામાપ્રતિપન્ન (અ. ૧, ઉ. ૩) પદમાં “નિયાન' શબ્દનો પ્રયોગ છે. યોગ અને નિયાગ પર્યાયવાચી શબ્દો છે જેનો અર્થ છે યજ્ઞ. આ શબ્દોનો પ્રયોગ વૈદિક પરંપરામાં ખાસ કરીને થાય છે. જૈન પરંપરામાં ‘નિયાગ' શબ્દનો અર્થ જુદી રીતે કરવામાં આવ્યો છે. આચારાંગ વૃત્તિકારના શબ્દોમાં “પાન यागः नियतो निश्चितो वा यागः नियागो मोक्षमार्गः संगतार्थत्वाद् धातो:सम्यग्ज्ञानदर्शनचारित्रात्मतया गतं संगतम् इति तं नियागं सम्यग्दर्शनज्ञानचारित्रात्मकं मोक्षमार्ग પ્રતિપન્ન:” (આચારાંગ વૃત્તિ, પૃ. ૩૮) અર્થાત્ જેમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્રની સંગતિ હોય તે માર્ગ અર્થાત્ મોક્ષમાર્ગ નિયાગ છે. મૂળસૂત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org